For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સામુહિક સ્થળાંતરથી HIVગ્રસ્તો વધ્યા?

|
Google Oneindia Gujarati News

hiv-aids
નવી દિલ્હી, 31 જાન્યુઆરી : તાજેતરમાં bmj.comમાં ભારતમાં એચઆઇવી અંગે પ્રકાશિત થયેલા વ્યક્તિગત વિચારોમાં એક સર્વસામાન્ય બાબત ઉજાગર થઇ કે ભારતમાં એચઆઇવીના ઝડપી ફેલાવાનું એક કારણ સામુહિક સ્થળાંતર છે.

જાણીતા અંગ્રેજી દેનિકમાં હેલ્થ એડિટર તરીકે કાર્યરત કૌંતૈય સિંહાના વિચારમાં "ભારતના એચઆઇવી કન્ટ્રોલ પ્રોગ્રામ સામે સૌથી મોટું જોખમ માસ માઇગ્રેશન (સામુહિક સ્થળાંતર) છે." આ સમસ્યાને કેવી રીતે નાથી શકાય તે અંગે વિચારવું જરૂરી છે.

ભારતની વર્ષ 2001ની વસતી ગણતરી અનુસાર ભારતમાં ત્રીજા ભાગની વસતી વણઝારાઓ અથવા સ્થળાંતર કરનારાઓની (1991માં 27.4 ટકા) છે. ચિંતાજનક બાબત એટલા માટે છે કે ભારતના નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO)ના આંકડા દર્શાવે છે કે સ્થળાંતર કરનારાઓમાં એઇડ્સ ફેલાવાનું પ્રમાણ 3.6 ટકા છે. આ પ્રમાણ સામાન્ય લોકો કરતા 10 ગણું વધારે છે.

આ અંગે મહારાષ્ટ્રમાં વર્ષ 2009માં કરવામાં આવેલા સર્વેનું તારણ દર્શાવે છે કે 18.6 ટકા સ્થળાંતરિતોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (sexually transmitted infection)ના લક્ષણો જોવા મળ્યા છે. તેમાંથી 45 ટકા લોકોએ કોઇ પણ પ્રકારની સારવાર લીધી નથી. તેમાંથી 76 ટકા એવા છે જેમણે HIV થવાની શક્યતાને ગંભીરતાથી લીધી નથી. માત્ર 13 ટકા લોકોને ઇન્ફેક્સ લાગ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે.

આ મુદ્દે ભારતના સ્વાસ્છથ્ય મંત્રાલયને ડર છે કે એચઆઇવીનો ફેલાવો સ્થળાંતર કરનારાઓને કારણે વધી રહ્યો છે. કારણ કે તેમનની સેક્સ્યુઅલ વર્તણૂંક જોખમી હોય છે, તેમને સામાજિક કે આર્થિક સુરક્ષા હોતી નથી આ કારણે તેઓ જોખમી પ્રવૃત્તિઓ કરતા હોય છે. તાજેતરમાં થયેલા એક અન્ય અભ્યાસમાં જણાવાયું છે કે નોન માઇગ્રન્ટ કરતા માઇગ્રન્ટ થયા લોકોમાં એચઆઇવી થવાના જોખમની શક્યતા 1.68 ટકા વધારે છે.

એક અભ્યાસ દર્શાવે છે કે સામાન્ય લોકોની સરખામણીએ છુટક કામકાજ કરતા મજૂરીયાઓ પોતાના સેક્સ્યુઅલ પાર્ટનર્સ બદલતા હોય છે અથવા સેક્સ વર્કર્સ પાસે જતા હોય છે. સેક્સ વર્કર્સમાંથી માત્ર 25 ટકા જ વર્કર્સ કોન્ડોમનો ઉપયોગ કરતી હોય છે.

ભારતમાં એચઆઇવીની ગંભીર સ્થિતિને નિયંત્રિત કરવા માટે NACOએ નવી માઇગ્રેશન પોલિસી તૈયાર કરવાનું વિચાર્યું છે જેમાં રેલવે સ્ટેશન્સનો પણ સમાવેશ કરવામાં આવશે. કારણ કે માઇગ્રન્ટ્સ લાંબા અંતરની મુસાફરી કરવા માટે રેલવેનો ઉપયોગ વધારે કરતા હોય છે. પોલિસીમાં પ્રાથમિક ધોરણે છૂટક કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. NACOને વિશ્વાસ છે કે આમ કરવાથી એઇડ્સ ફેલાવાનું જોખમ ઘટાડી શકાશે.

English summary
Mass migration outspreads HIV in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X