આગામી 48 કલાકમાં ફરી આવી શકે છે તોફાની વાવાઝોડુ, હવામાનની ચેતવણી
ઉત્તર ભારતમાં બુધવારે મોડી રાતે આવેલા ભયંકર વાવાઝોડાએ અત્યાર સુધીમાં 149 લોકોના જીવ લીધા છે. 400 થી વધુ પશુઓ માર્યા ગયા છે.
ઉત્તર ભારતમાં બુધવારે મોડી રાતે આવેલા ભયંકર વાવાઝોડાએ અત્યાર સુધીમાં 149 લોકોના જીવ લીધા છે. 400 થી વધુ પશુઓ માર્યા ગયા છે. 132 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી સૌથી વધુ મોત યુપીના આગ્રામાં થયા છે. જ્યાં 50 થી વધુ લોકોના મરવાના સમાચાર છે. આ વાવાઝોડાને કારણે ભયંકર આર્થિક નુકશાન પણ થયુ છે. યુપી અને રાજસ્થાન આ વાવાઝોડાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 114 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કાનપુર અને દેહાતમાં 5-5, મિર્ઝાપુરમાં 4, બિજનૌર, જાલૌન, ઉન્નાવમાં 3-3, સહારનપુર, હમીરપુરમાં 2-2 અને બરેલી, પિલીભીત, ચિત્રકૂટ, રાયબરેલી, રામપુર, મથુરા, અમરોહા, દેવરિયા, ભદોહી, કન્નોજ, બાંદા, સીતાપુર, સંભલ, ઈલાહાબાદ, ઈટાવામાં 1-1 ના મોત નીપજ્યા છે. વળી, રાજસ્થાનમાં 37, પ.બંગાળમાં 8, ઉત્તરાખંડમાં 6 તેમજ મધ્યપ્રદેશમાં 6 ના મોત નીપજ્યા છે.

વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ
યુપીના સીએમ યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લાના અધિકારીઓને વાવાઝોડા અને વરસાદથી પ્રભાવિત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર ખેરાગઢ, ફતેહાબાદ, પિનાહટ અને અછનેરામાં થઈ છે. વાવાઝોડા બાદ થયેલા વરસાદ અને કરાને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર છે. જેના લીધે ઘણા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયેલો રહ્યો અને લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

હવામાન વિભાગની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 5 મે ના રોજ ઉત્તરપ્રદેશના મોટાભાગે પૂર્વીય અને પશ્ચિમી જિલ્લામાં ઝડપી ગતિએ હવા અને રેતીલુ વાવાઝોડુ આવી શકે છે. વળી, રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં 7 મે ના રોજ ધૂળની ડમરીઓ સાથેનું વાવાઝોડુ આવવાની સંભાવના છે. જે જિલ્લાઓમાં વાવાઝોડુ આવવાની સંભાવના છે તેમાં ગોરખપુર, બલિયા, મઉ, ગાઝીપુર, આંબેડકરનગર, બસ્તી, કુશઈનગર, મહારાજગંજ, સંતકબીર નગર, સિદ્ધાર્થનગર, બહરાઈચ, ગૌડા, બલરામપુર, સીતાપુર, ખીરી, શાહજહાંપુર, પિલીભીત, રામપુર, બરેલી, બદાયૂં, અલીગઢ, એટા, મહામાયાનગર, મથુરા, ગૌતમબુદ્ધ નગર, બુલંદ શહર, મુરાદાબાદ, મુઝફ્ફરનગર, બિજનૌર અને બાગપત સામેલ છે.

કેમ આવ્યુ વાવાઝોડુ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મૂ-કાશ્મીર ઉપર બનેલુ હતુ અને દિલ્હીમાં દબાણનું ક્ષેત્ર હતુ, બંગાળની ખાડીથી આવી રહેલી હવાઓ અને વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ વચ્ચે ટકરાવ થયો જેણે ભયંકર વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરી લીધુ. આ રેતીલા વાવાઝોડાના મુખ્ય ચાર કારણો રહ્યા, અત્યાધિક ગરમી, ભેજ, વાતાવરણમાં અસ્થિરતા અને વાવાઝોડાની સક્રિયતા.












Click it and Unblock the Notifications
