ત્રાલ એનકાઉન્ટરમાં માર્યો ગયો પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદાસિર ખાન

રવિવારે જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ એનકાઉન્ટરમાં 23 વર્ષનો મુદાસિર અહેમદ ખાન પણ ઠાર મરાયો છે.

રવિવારે જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ એનકાઉન્ટરમાં 23 વર્ષનો મુદાસિર અહેમદ ખાન પણ ઠાર મરાયો છે. મુદાસિર, જૈશ એ મોહમ્મદનો આતંકી હતો અને પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. ખાન વિશે કોઈને પણ વધુ જાણકારી નહોતી. મુદાસિરના કારણે જ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. તમને એ જાણીને ચોંકી જશો કે ગ્રેજ્યુએશનો અભ્યાસ કરનાર મુદાસિર ખાન પુલવામાનો જ રહેવાસી હતો.

વ્યવસાયે એક ઈલેક્ટ્રીશિયન હતો મુદાસિર

વ્યવસાયે એક ઈલેક્ટ્રીશિયન હતો મુદાસિર

મુદાસિર એક જૈશનો આતંકી છે અને આ વિશે ઓછા લોકોને માહિતી હતી. પુલવામા હુમલા માટે આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ ડારે જે ગાડીનો ઉપયોગ કર્યો હતો તેની વ્યવસ્થા મુદાસિરે જ કરી હતી. આ ઉપરાંત જે વિસ્ફોટકો હુમલા માટે ઉપયોગમાં લેવાયા હતા તેની વ્યવસ્થા પણ મુદાસિરે જ કરી હતી. વ્યવસાયે ઈલેક્ટ્રીશિયન હતો અને આદિલની જેમ જ પુલવામાનો રહેવાસી હતો. મુદાસિરને લોકો મોહમ્મદભાઈના નામથી બોલાવતા હતા. અધિકારીઓ તરફથી મળેલી માહિતી મુજબ હુમલા પાછળ મુદાસિરનું જ દિમાગ હતુ. મુદાસિર ત્રાલના મીર મોહલ્લાનો રહેવાસી હતો. તેણે વર્ષ 2017માં જૈશ એ મોહમ્મદ જોઈન કર્યુ હતુ. તે પહેલા જૈશ એ મોહમ્મદ જોઈન કર્યુ હતુ. તે પહેલા જૈશનો ઓવરગ્રાઉન્ડ વર્કર હતુ અને બાદમાં તેણે આતંકી સંગઠનમાં શામેલ કરવામાં આવ્યુ.

14 જાન્યુઆરી 2018ના રોજ ઘરેથી થયો હતો ગાયબ

14 જાન્યુઆરી 2018ના રોજ ઘરેથી થયો હતો ગાયબ

જૈશનો વધુ એક આતંકી નૂર મોહમ્મદ તાંત્રે જેને નૂર ત્રાલી પણ કહેતા હતા તેણે મુદાસિરને જૈશમાં શામેલ કર્યો. કહે છે કે તાંત્રેના કારણે જ આજે જૈશ ઘાટીમાં સક્રિય છે અને તેણે ઘણા આતંકી હુમલાને અંજામ આપ્યો છે. તાંત્રેને ડિસેમ્બર 2017માં એનકાઉન્ટરાં ઠાર માર્યો ગયો હતો. ત્યારબાદ મુદાસિર 14 જાન્યુઆરી 2018થી પુલવામામાં પોતાના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ત્યારથી જ તે આતંકી ષડયંત્રમાં સક્રિય હતો. માનવામાં આવી રહ્યો છે કે હુમલાવર આદિલ અહેમદ ડાર, ત્યારથી જ સતત મુદાસિર સાથે સંપર્કમાં હતો.

આઈટીઆઈથી કર્યો ડિપ્લોમા કોર્સ

આઈટીઆઈથી કર્યો ડિપ્લોમા કોર્સ

ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ મુદાસિરે ઈંડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ (આઈટીઆઈ)થી એક ઈલેક્ટ્રીશિયન તરીકે એખ વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો. ખાનના પિતા એક મજૂર છે અને તે પોતાના માતાપિતાનું સૌથી મોટુ સંતાન છે. એજન્સીઓ પણ માની રહી છે કે ફેબ્રુઆરી 2018માં સુંજવાન સ્થિત આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ખાન શામેલ હતો. આ હુમલામાં છ જવાન શહીદ થઈ હતા તો એક સામાન્ય નાગરિકનું પણ મોત થઈ હતુ.

હવે જૈશનો નવો આતંકી સક્રિય

હવે જૈશનો નવો આતંકી સક્રિય

મુદાસિર ખાન જાન્યુઆરી 2018માં લાતેપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં પણ હતો. આ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. પુલવામા આતંકી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) કરી રહી છે. 27 ફેબ્રુઆરીના રોજ એનઆઈએ ખાનના ઘરે તપાસ કરી હતી. પુલવામા આતંકી હુમલા માટે એક મારુતિ એકો ગાડીનો ઉપયોગ થયો હતો. આ કારની વ્યવસ્થા જૈશના જ આતંકીએ હુમલાથી બસ 10 દિવસ પહેલા જ કર્યો હતો. જૈશના ઑપરેટિવ જેનુ નામ સજ્જાદ ભટ જણાવવામાં આવી રહ્યુ છે હવે ઘાટીમાં જૈશનો એક સક્રિય આતંકી બની ગયો છે. સજ્જાદ દક્ષિણ કાશ્મીરના જ બિજબેહારાનો રહેવાસી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X