For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મથુરામાં બનશે દુનિયાનું સૌથી ઉંચુ કૃષ્ણ મંદિર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મથુરા, 7 માર્ચ: મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનું 212 (700) મંદિર બનશે, જે દુનિયાનું સૌથી ઉંચુ મંદિર હશે. તેની આધારશિલા અહીં 16 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ રાખશે. મંદિરનું નામ વૃંદાવન ચંદ્રોદય મંદિર હશે, જેનું પરિસર દિલ્હી-આગરા રાષ્ટ્રીય રાજમાર્ગને જોડનાર ચટિકરા માર્ગને અડીને 5.5 એકર ક્ષેત્રમાં ફેલાયેલું હશે.

વૃંદાવન યમુના એક્સપ્રેસ સાથે પણ જોડાયેલ છે. મંદિર 79 માળનું હશે અને આ દિલ્હીના કુતુબ મીનાર કરતાં ત્રણ ગણું ઉચું હશે. મંદિરમાં કૃષ્ણ-રાધાની મૂર્તિના વિભિન્ન માળો પર ચૈતન્ય મહાપ્રભુ અને ઇસ્કોન આંદોલનના સંસ્થાપક શ્રી પ્રભુપાદની પણ પ્રતિમા લાગેલી હશે. મંદિરની અવધારણા અને ડિઝાઇન ઇસ્કોનની બેંગ્લોર શાખાઅએ તૈયાર કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં મંદિરની ઉંચાઇ 300 મીટર રાખવામાં આવી છે, પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવી. તેનું નિર્માણ પર 400 કરોડ રૂપિયાનો ખર્ચની સંભાવના છે.

radha-krishna

તેમણે કહ્યું કે મંદિર બની ગયા પછી અહીં આવનાર શ્રદ્ધાળુ સૌથી ઉપરના માળથી તાજમહેલ જોઇ શકશે. આગામી કેટલાક વર્ષોમાં હજારો શિલ્પકારો અને કુશળ કારીગરોને અહીં રોજગાર મળશે.

English summary
Uttar Pradesh Chief Minister Akhilesh Yadav will dedicate the temple coinciding with Holi festival.Called Vrindavan Chandrodaya Mandir, the temple complex will be spread over 5.5 acres along the Chatikara road which connects Vrindavan with the Delhi-Agra national highway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X