એકતા યાત્રામાં પાટીદારોનો હુંકાર આન બાન શાનથી અનામત લઇશું

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

શું જાનથી મારવાની ધમકી મળતા રાહુલ ગાંધી થયા બિમાર?

શું જાનથી મારવાની ધમકી મળતા રાહુલ ગાંધી થયા બિમાર?

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી હાલ બિમાર છે તેમને તાવ છે. અને આ અંગે જાણકારી ખુદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આપી છે. અને કહ્યું છે કે આ જ કારણ તે પોંડિચેરી, તમિલનાડુ અને કેરળના ચૂંટણી પ્રવાસ પર નહીં આવી શકે. નોંધનીય છે કે સોમવારે રાહુલ ગાંધીને જાનથી મારવાની ધમકી મળી હતી. એક લેટરમાં કહેવામાં આવ્યું હતું કે જો તમિલ આવ્યા તો તે જીવતા પાછા નહીં જઇ શકે. જે બાદ કોંગ્રેસ રાહુલની સિક્યોરિટી વધારવાની માંગ ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથે કરી હતી.

અમદાવાદમાં હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

અમદાવાદમાં હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી જાય તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં આગામી ચાર દિવસ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરી દીધી છે. સરેરાશ મહતમ તાપમાનનો પારો ૪૧.૧થી ૪૩ ડિગ્રી હોય તો યલો એલર્ટ, ૪૩.૧થી ૪૪.૯ ડિગ્રી હોય તો ઓરેન્જ એલર્ટ અને ૪૫ ડિગ્રીથી વધી જાય તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. તબીબોના મતે આ હિટસ્ટ્રોકથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબો સમય તડકામાં ન રહેવું અને આછા રંગના તથા સુતરાઉ વસ્ત્રો પહેરવા સલાહભર્યા છે.

સુરતમાં દારૂડિયા પતિએ નોનવેજ ખાતા પત્નીએ કર્યો આપઘાત

સુરતમાં દારૂડિયા પતિએ નોનવેજ ખાતા પત્નીએ કર્યો આપઘાત

સરુતન વરાછાના ખોડિયાર નગરમાં રહેતી 28 વર્ષીય દિપાલી વિવેક રાદડીયાએ પતિની દારૂ પીવાની તથા નોનવેજ ખાવાની આદતથી કંટાળીને ગલાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણે પતિ માટે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યુ હતું કે ‘પ્રેમને પતિ સમજી નથી શક્યો, જીવનથી કંટાળી ગઈ છું. દિકરી મૈત્રીનું ધ્યાન રાખજો...આઈ લવ યુ મૈત્રી' તે મુજબની લખેલી સુસાઈડ નોટ પોલીસને ઘટનાસ્થલેથી મળી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે પરિણીતાના પિયરિયાએ દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

એકતા યાત્રામાં પાટીદારોનો હુંકાર આન બાન શાનથી અનામત લઇશું

એકતા યાત્રામાં પાટીદારોનો હુંકાર આન બાન શાનથી અનામત લઇશું

સોમવારે હિંમતનગરમાં યોજાયેલી પાટીદાર એકતા યાત્રામાં યુવકોએ "જય પાટીદાર જય સરદાર"ની ટોપી પહેરીને એકતા પ્રદર્શન કર્યુ હતું. તેમજ ઇબીસી પેકેજને લોલીપોપ ગણાવી હતી. પાટીદારોએ અખાત્રીજના દિવસે સાબરકાંઠાના હિંમતનગરથી અનામત આંદોલનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે. આ અંગે પાસના કન્વીનર લલીત વસોયાએ ભાજપ અને કોંગ્રેસને ગર્ભિત ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે, જે પાર્ટી પાટીદાર સમાજની સાથે રહેશે, તેની સાથે પાટીદારો રહેશે. સાથે જ આગામી 25મી ઓગસ્ટે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 25 લાખથી વધુ પાટીદારો ભેગા થઇ ફરી એકવાર ઇતિહાસ દોહરાવશે. તેવી વાત પણ તેમણે ઉચ્ચારી હતી.

ભાવનગર -અમદાવાદ હાઇવે ઉપર ગોજારા અકસ્માતમાં પાંચના મોત

ભાવનગર -અમદાવાદ હાઇવે ઉપર ગોજારા અકસ્માતમાં પાંચના મોત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા નિરમા પાટિયા નજીક આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. જેમાં કાર અને ટ્રક એકબીજા સાથે અથડાતા થયેલા અકસ્માતમાં ડ્રાઈવર સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં છે.

વડોદરામાં કિન્નરે ગળા ફાંસો ખાઇને કર્યો આપઘાત

વડોદરામાં કિન્નરે ગળા ફાંસો ખાઇને કર્યો આપઘાત

વડોદરાના માંજલપુરમાં બરાનપુરાની કિન્નર મુન્નીકુંવર કલ્પના કુંવરની ઝાડ પર લટકતી લાશ મળી આવતા કિન્નર સમાજ ચોંકી ગયો હતો. 23 વર્ષીય કિન્નરના કપડામાંથી મળેલા પાકીટમાંથી એક યુવક સાથે તેનો ફોટો તથા મુન્નીકુંવરની છાતી પાસે ગણેશ નામ લખેલું જોવા મળ્યું હતું. કિન્નરના પરિવારજનોએ કિન્નર મુન્નીકુંવરની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કિન્નરની લાશ મળી આવતા કિન્નર સમાજ અને લક્ષ્ય ટ્રસ્ટના સભ્યો પણ દોડી આવ્યા હતા. કિન્નરની લાશનું પોસ્ટમોર્ટમ સયાજી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મુન્નીકુંવરની લાશ કિન્નર સમાજને નહીં પરંતુ તેની માતાને સોંપવામાં આવી હતી. હાલમાં આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

રાજકોટ કુવાડવામાં પોલીસે 5460 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો

રાજકોટ કુવાડવામાં પોલીસે 5460 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો

રાજકોટમાં કુવાડવા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત મોડી રાત્રે મોરબી રોડ ઉપર વોચ રાખતા ટ્રક નં કેએ 01 એઇ -1908માં આખી ટ્રક ભરીને દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં વિદેશી બ્રાન્ડની અલગ અલગ 5460 બોટલ દારૂની સાથે સાથે 1800 બિયર ટીન મળી કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે મારવાડી કોલેજ પાસે અંગ્રેજી દારૂ આવવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને લઇ વોચ ગોઠવામાં આવી હતીઅને આવેલો જત્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આઈપીએલ મેચ દરમિયાન ગુસ્સે થઇ પ્રીતિ ઝીંટા

આઈપીએલ મેચ દરમિયાન ગુસ્સે થઇ પ્રીતિ ઝીંટા

આઈપીએલ મેચ દરમિયાન પોતાની ટીમને ચીયર કરવા આવેલી પ્રીતિ ઝીંટા ત્યારે ગુસ્સે થઇ ગઈ જયારે તેનો એક ફેન બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરવા લાગ્યો.

યોન ઉત્પીડનના આરોપમાં સરદાર સિંહને મળી ક્લીન ચિટ

યોન ઉત્પીડનના આરોપમાં સરદાર સિંહને મળી ક્લીન ચિટ

યોન ઉત્પીડનના આરોપમાં ફસાયેલા ભારતીય હોકી ટીમના કપ્તાન સરદાર સિંહને પંજાબ પોલીસે ક્લીન ચિટ આપી છે.

સિગરેટ અને દારુ પીવાવાળાઓ ને મતદાનનો અધિકાર નહી

સિગરેટ અને દારુ પીવાવાળાઓ ને મતદાનનો અધિકાર નહી

સીખોના વોટીંગમાં ઘણો મોટા બદલાવ કરવામાં આવ્યો છે. જે મુજબ વાળ કાપવાવાલા, સિગરેટ અને દારુ પીવાવાળાઓ ને મતદાનનો અધિકાર નહી આપવામાં આવે રાષ્ટ્રપતિ તરફથી આ બિલને મંજુરી પણ મળી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X