"જરા મુસ્કરા દો" નામ સાથે 2 વર્ષનો ભવ્ય ઉજવણી કાર્યક્રમ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

"જરા મુસ્કરા દો" નામ સાથે 2 વર્ષનો ભવ્ય ઉજવણી કાર્યક્રમ

મોદી સરકારના બે વર્ષ પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીના ઇન્ડિયા ગેટ પર "જરા મુસ્કરા દો" નામના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમિતાભ બચ્ચન હોસ્ટ કર્યો હતો. જેમણે મહિલા અને બાળકોની યોજનાના લાભાર્થીઓ જોડે વાતચીત કરી હતી. જે બાદ વિદ્યાબાલન સ્વચ્છ ભારત અભિયાનના લાભાર્થી જોડે વાત કરશે. સાથે જ આ કાર્યક્રમમાં ખેડૂતો અને જન ધન યોજના જેવી યોજના પર તેમજ અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે. જેના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જનસમુદાયને સંબોધન આપશે.

મોદીએ કંઇક આ રીતે આદિવાસીઓના તાલ સાથે મેળવ્યા તાલ

મોદીએ કંઇક આ રીતે આદિવાસીઓના તાલ સાથે મેળવ્યા તાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મેધાલયના પ્રવાસ પર છે. આજે મોદીએ આદિવાસીઓના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી તેમની સાથે નૃત્ય પણ કર્યું હતું. અને તેમની સાથે ચાની ચુસ્કી પણ લીધી હતી. સાથે જ નગાડા પર પણ હાથ અજમાવ્યો હતો. નોંધનીય છે કે પીએમ મોદીએ શુક્રવારે અહીં પૂર્વોત્તર રેલ સંપર્ક સુધારવા માટે મણિપુર અને મિઝોરમની યાત્રી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.

12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 55.85 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 73.50 ટકા અને સૌથી ઓછું નર્મદાનું 32.17 ટકા પરિણામ બહાર આવ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે પરીક્ષામાં 4,97,434 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી માત્ર 2,77,705 વિદ્યાર્થી જ પાસ થયા છે.

રેશ્મા પટેલની થઇ ધરપકડ

રેશ્મા પટેલની થઇ ધરપકડ

શુક્રવારે પાટીદાર અનામત આંદોલનની મહિલા આગેવાન રેશ્મા પટેલની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણામાં ગત મહિને થયેલા જેલભરો આંદોલનમાં થયેલા તોફાનમાં પટેલ પર લાગેલા કેસ પાછા ખેચવા અને હાર્દિકને મુક્ત કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી આપનાર રેશ્માની પોલિસે ધરપકડ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X