યુપીમાં અરાજકતા અને ગુંડાતત્વોની બોલબાલા: માયાવતી

mayawati
લખનઉ, 14 એપ્રિલ: બહુજન સમાજવાદી પાર્ટીની અધ્યક્ષા પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના રવિવારે રાજ્યમાં સમાજવાદી પાર્ટીના નેતૃત્વ સમાજવાદી પાર્ટીની સરકારે નિશાનો સાધતા જણાવ્યું કે પ્રદેશમાં ચારેય બાજુ અરાજકતા અને ગુંડાતત્વોની બોલબાલા છે.

ડો. ભીમરાવ આંબેડકર જયંતી પર લખનઉના રમાબાઇ આંબેડકર મેદાનમાં કાર્યકર્તાઓને સંબોધીત કરતા માયાવતીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા કથળી ગઇ છે. ચારેય બાજું માફીયાઓનું રાજ છે. મહિલાઓ સુરક્ષિત નથી. પોલીસ પણ કંઇ કરવામાં અસમર્થ છે. પ્રદેશમાં પીડિતોને જ જેલમાં બંધ કરી દેવામાં આવે છે. તેમણે જણાવ્યું કે બુલંદશહેરમાં જે દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું, પોલીસે તેમને ન્યાય અપાવવાને બદલે તેમને જ જેલમાં પૂરી દીધા છે.

બસબા અધ્યક્ષે જણાવ્યું કે 'રાજ્યમાં અરાજકતા પરાકાષ્ઠાએ છે. અમારી પાર્ટીએ આંબેડકર જયંતીના દિવસે શહેરમાં હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી લીધી હતી, પરંતુ સપા સરકારે તેને રાતોરાત ઉતરાવી લીધા. પ્રદેશમાં દલિત મહાપુરુષોની ખુબ જ ઉપેક્ષા થઇ રહી છે. સપા સરકાર પર હુમલો કરતા માયાવતીએ જણાવ્યું કે અખિલેશ યાદવ સરકારની નીતિયો યોગ્ય નથી. ચારે બાજુ લૂંટ ચાલાવી છે અને વિકાસકાર્યો ઠપ છે અને જનતા બેહાલ છે'

રાજ્યની સપા સરકારની સાથે સાથે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર પર પણ હુમલો કરતા માયાવતીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂત, દલિત તથા આદિવાસીઓની સાથે અન્યાય કરી રહી છે.

માયાવતીએ જણાવ્યું કે બસપા સરકારે ઉત્તરપ્રદેશમાં સર્વસમાજના ઉત્થાન પર ધ્યાન આપ્યું. પરંતુ હવે રાજ્યમાં એવું નથી થઇ રહ્યું અને નહીં કેન્દ્ર સરકરાર આવી કોઇ યોજના પર કામ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X