શેરબજારમાં 1000 કરોડના નુકસાન બાદ લાપતા થયા કંપનીના એમડી
શેરબજારમાં 1000 કરોડના નુકસાન બાદ લાપતા થયા કંપનીના એમડી
મુંબઈઃ અંડરગાર્મેન્ટ્સ કંપની આશાપુરા ઈન્ટીમેટ ફેશન લિમિટેડના એમડી અને ચેરમેન હર્ષદ ઠક્કર મુંબઈ સ્થિત ઑફિસથી લગભગ 2દ દિવસથી લાપતા થઈ ગયા છે. છેલ્લે ઠક્કર બીજી ઓક્ટોબરે તેમની ઓફિસમાં હતા. એમના પરિવારે 8 ઓક્ટોબરે હર્ષદ લાપતા થયા હોવાનો રિપોર્ટ નોંધાવ્યો છે. મુંબઈ મિરર મુજબ હર્ષદનો મોબાઈલ ફોન, વૉલેટ અને પાસપોર્ટ એમની ઑફિસમાંથી મળ્યા છે. પોલીસ તપાસમાં હર્ષદે ગુજરાતીમાં લખેલ નોટ મળી આવી છે, જેમાં તેમણે રોકાણકારોના નુકસાન બદલ માફી માગી છે.

નુકસાન માટે હરીફને દોષી ઠહેરાવ્યા
હર્ષદે નોટમાં લખ્યું કે મને કોઈની પાસેથી કંઈ નથી જોઈતું. મને કોઈ ચીજની કંઈ જરૂર નથી અને મને એ પણ ખબર નથી કે મારી સાથું શું થશે. હું માફી માગું છું. આટલા બધા લોકોનું નુકસાન કરાવ્યું હોવાના આ બોજા સાથે હું ન જીવી શકું. આ નોટમાં હર્ષદે પોતાની કંપનીને થયેલ નુકસાન માટે હરીફને દોષી ગણાવ્યા છે. બજારના સૂત્રો મુજબ આશાપુરા ઈંટીમેટ્સ કંપની પાછલા 6 મહિનાથી મુશ્કેલીનો સામનો કરી રહી હતી. આ દરમિયાન કંપનીનું ટોટલ માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ 1000 કરોડ રૂપિયાથી ઘટી ગયું છે.

કંપનીમાં ઓગસ્ટ સુધી બધું ઠીક ચાલી રહ્યું હતું
કંપનીએ 10 ઓક્ટોબરે એક નિવેદન જાહેર કરી પોતાના શેરધારકોને એમડી ગાયબ થયાની અને કંપનીના ગ્રોથ માટે યોગ્ય પગલા ઉઠાવવા અંગે સૂચિત કર્યા હતા. નામ ન જણાવવાની શરત પર એમના કેટલાક વ્યાપારી સહયોગીઓએ જણાવ્યું કે, હર્ષદની કંપની આ મહિનામાં ઠીક ચાલી રહી હતી. 2017-18માં કંપનીએ 384.27 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો અને 62.19 કરોડનો ચોખો નફો થયો હતો, જે પાછલા વર્ષની સરખામણીએ 194 ટકા હતો. ચાલુ નાણીકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં પણ કંપનીએ 4.60 કરોડ રૂપિયાનો લાભ કમાયો હતો. સપ્ટેમ્બરના આખરી ક્વાર્ટરમાં કંપનીના શેર અચાનક 445 રૂપિયા પ્રતિ શેરથી ગગળીને 350 રૂપિયા પર આવી ગયા હતા.

સેલ્સમેનથી બિઝનેસમેન સુધીની સફર
ઠક્કરે સંભાળવાની કોશિશ પણ કરી પરંતુ ગીરાવટને સંભાળી ન શક્યા. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન આશાપુરાના શેરમાં ભારે ગિરાવટ જોવા મળી અને તેમના શેરની કિંમત 125.75 રૂપિયા થઈ ગઈ. શક્રવારે કંપનીની માર્કેટ વેલ્યૂ 317.03 કરોડ રૂપિયા હતા. ઠક્કર 1993માં ગુજરાતના કચ્છથી મુંબઈ આવ્યા હતા, તે અહીં પોતાના અંકલના લિંજરી સ્ટોર પર સેલ્સમેન તરીકે કામ કરતો હતો. અહીં હર્ષદ ઠક્કરે ત્રણ વર્ષ કામ કર્યું. જે બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો, કંપનીને હર્ષદે 2013માં બૉમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા












Click it and Unblock the Notifications
