For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MeToo: એમ.જે. અકબર મામલે આજથી સુનાવણી, માનહાનિની અરજી દાખલ કરી

#MeToo: એમ.જે. અકબર મામલે આજથી સુનાવણી, માનહાનિનો કેસ કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ Me Too વિવાદમાં જેવી રીતે એક પછી એક મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો તે બાદ એમજે અકબરે પોતાના પદ પરથી રાજીનામું અપી દેવું પડ્યું. પોતાના પર લાગેલા આરોપો પર એમજે અકબરે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. એમણે મહિલા પત્રકાર પ્રિયા રમાણી પર માનહાનિનો કેસ કર્યો છ, જેના પર આજેથી કોર્ટમાં સુનાવણી થશે. જણાવી દઈએ કે પ્રિયા રમાણી ઉપરાંત કેટલીય મહિલા પત્રકારોએ એમજે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

આરોપો ફગાવ્યા

આરોપો ફગાવ્યા

પ્રિયાના આરોપોને એમજે અકબરે પાયાવિહોણા ગણાવતા કહ્યું કે તે જાણી જોઈને મારી છબી ખરાબ કરવાનો આરોપ લગાવી રહી છે. આજથી થનાર સુનાવણીમાં પ્રિયા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલની સામે આજે પટિયાલા હાઈકોર્ટમાં હાજર થઈ શકે છે. એમજે અકબર પર યૌન શોષણનો આરોપ એ સમયે લાગ્યો છે જ્યારે તેઓ નાઈઝિરિયાના પ્રવાસે ગયા હતા. નાઈઝિરિયાથી પરત ફર્યા બાદ એમને સતત સવાલો કરવામાં આવી રહ્યા હતા, જે બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

મંત્રી પદ પરથી રાજીનામું

મંત્રી પદ પરથી રાજીનામું

અકબરના વકીલ સંદીપ કપૂરે જણાવ્યું કે પોતાના પર લાગેલા આરોપો વિરુદ્ધ એમણે કોર્ટ જવાનો ફેસલો લીધો છે, જો કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટનનું ગઠન મુખ્યરૂપે રાજનેતાઓના મામલાની સુનાવણી માટે થયું છે જેથી હાઈ પ્રોફાઈલ નેતાઓ વિરુદ્ધના કેસનો નિપટારો અહી જલદીથી આવી શકે. આ કોર્ટમાં અગાઉ નેશનલ હેરાલ્ડ મામલો, સુનંદા પુષ્કર મૃત્યુનો મામલો, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધનો મામલો, સ્મૃતિ ઈરાની સહિત તમામ મામલા પર સુનાવણી થઈ હતી.

20 મહિલાઓએ આરોપ લગાવ્યો

20 મહિલાઓએ આરોપ લગાવ્યો

અકબર પર એક પછી એક 20 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત લગભગ 17 મહિલાઓએ એમના વિરુદ્ધ કોર્ટમાં નિવેદન આપવા માટે પણ સહમતિ દર્શઆવી હતી. રાજીનામું આપ્યા બાદ પોતાનું નિવેદન જાહેર કરતા અકબરે કહ્યું વ્યક્તિગત રીકે કોર્ટમાં ન્યાય મેળવવાનો મેં ફેસલો કર્યો છે. માટે ખુદ પર લાગેલા ખોટા આરોપો વિરુદ્ધ રાજીનામું આપીને વ્યક્તિગત ક્ષમતાના હિસાબે કેસ લડવો ઠીક લાગ્યું. દેશ સેવાનો મોકો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો આભારી છું.

રામ મંદિર માટે કાનૂન બનાવે સરકારઃ મોહન ભાગવત રામ મંદિર માટે કાનૂન બનાવે સરકારઃ મોહન ભાગવત

English summary
Me Too MJ Akbar defamation plea to be heard today. He has resigned from his post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X