For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાલાપાની બૉર્ડરઃ વિદેશ મંત્રાલયે કહ્યુ, નેપાળ માટે નક્શામાં ફેરફારનો સવાલ જ નથી

નેપાળ કાલાપાની સીમા મુદ્દે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. આ બધા વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારનો નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા ઘણા સમયથી ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની બૉર્ડર માટે ટકરાવની સ્થિતિ બનેલી છે. નેપાળ, ભારતના એ નક્શાથી નારાજ છે જેમાં ઉત્તરાખંડ-નેપાળની સીમા પર પડતી કાલાપાનીને ભારતીય વિસ્તારમાં બતાવવામાં આવ્યુ છે. જો કે નેપાળ આ મુદ્દે ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. આ બધા વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારનો નિવેદન આવ્યુ છે.

raveesh kumar

રવીશ કુમારે કહ્યુ કે અમારો નક્શો ભારતના સંપ્રભુ ક્ષેત્રને યોગ્ય રીતે ચિત્રિત કરે છે. નવા નક્શામાં નેપાળ સાથે લાગેલી અમારી સીમામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. જો કે સરકારે સાથે એ પણ કહ્યુ છે કે પરિસીમનની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. વિદેશ મંત્રાલય તરફથી આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે નેપાળના મીડિયામાં એવા સમાચાર આવ્યા હતાકે 15 જાન્યુઆરીએ આ મુદ્દે બંને દેશો વચ્ચે વાતચીત થશે.

ભારતમાં નેપાળના રાજદૂત નીલાંબર આચાર્યએ કહ્યુ હતુ કે કાલાપાની સહિત સીમા સાથે જોડાયેલા બધા મુદ્દાઓ ઉકેલવા માટે નેપાળ વિદેશ સચિવ સ્તરીય વ્યવસ્થા ઈચ્છે છે. સાથે જ તેમણે કહ્યુ હતુ કે સંબંધોમાં ખટાશને રોકવા માટે કાલાપાની સીમા સાથે જોડાયેલા મુદ્દાને ઉકેલવો જરૂરી છે. બીજી તરફ નેપાળની સુપ્રીમ કોર્ટે આ મુદ્દે બે વાસ્તવિક નક્શાને ઉપલબ્ધ કરાવવા કહ્યુ છે.

આ પહેલા, નવા નક્શા પર નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલી તરફથી નિવેદન આવ્યુ હતુ. ઓલીએ કહ્યુ હતુ, 'સરકાર કોઈને પણ પોતાની જમીનનો એક ઈંચ હિસ્સો પણ નહિ લેવા દે. તેમણે આગળ કહ્યુ હતુ, પડોશી દેશે તરત જ અમારી સીમામાંથી પોતાની સેનાને પાછી બોલાવવી પડશે.' જ્યારે નેપાળના પીએમના આ નિવેદન બાદ ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે તેણે નેપાળ સાથેની સીમા સાથે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.

આ પણ વાંચોઃ શિમલા મિર્ચી ફિલ્મ રિવ્યુઃ રાજકુમાર રાવ-હેમા માલિનીની અધકચરી લવ સ્ટોરીઆ પણ વાંચોઃ શિમલા મિર્ચી ફિલ્મ રિવ્યુઃ રાજકુમાર રાવ-હેમા માલિનીની અધકચરી લવ સ્ટોરી

English summary
MEA Spokesperson raveesh kumar says new map has in no manner revised our boundary with Nepal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X