For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રી ખરાબ નથી, મીડિયાએ તેની છબી બગાડી છે: રામગોપાલ યાદવ

|
Google Oneindia Gujarati News

ramgopal yadav
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: શુક્રવારે સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે એ સમયે મીડિયાનો ઉધડો લઇ લીધો જ્યારે તેમને કે સી પાંડે અને મંત્રીમંડળ વિસ્તારમાં નવા મંત્રીના રૂપમાં સામેલ વિનોદસિંહ ઉર્ફ પંડિત સિંહની છબી ખરાબ હોવાનો સવાલ કરવામાં આવતા તેઓ ઉકળી ઉઠ્યા. પંડિત સિંહ પર ગોંડાના સીએમઓનું અપહરણ અને ધમકી આપવાનો આરોપ છે. રામગોપાલ યાદવે નારાજ થઇને જણાવ્યું કે દાગીઓને મંત્રી નથી બનાવ્યા પરંતુ મીડિયાએ તેમને દાગી બનાવ્યા છે.

રામગોપાલ યાદવે 2014ની ચૂંટણીમાં પોતાની પાર્ટીના વિજયનો દાવો કરતા જણાવ્યું કે ઓછામાં ઓછી 60 બેઠક જીતીને સમાજવાદી પાર્ટી કેન્દ્રની સરકાર બનાવવા માટે મુખ્ય ભૂમિકાનું નિર્વહન કરશે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવે આજમગઢ શુક્રવારે સવારે પોતાના કાર્યક્રમમાં જવા માટે વારાણસી બાબતપૂર એરપોર્ટ પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રોફેસર રામગોપાલ યાદવે 2014ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની મજબૂતીનો દાવો કર્યો હતો.

ઇલાહાબાદમાં ચાલી રહેલા કુંભ મેળામાં ધર્મ સંસદમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રીના ઉમેદવાર સંતોની જાહેરાત ઉપર ભડકેલા પ્રોફેસરે જણાવ્યું કે ત્યાં કોઇ સંત ન્હોતા. કઇ ધર્મ સંસદ? કઇ વાતની સંસદ, કોઇ સંત તેમાં હતો જ નહી.

English summary
media spoils all leader's image said samajvadi Party's Ramgopal Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X