પ્રેમજાળમાં ફસાવીને સિપાહીએ બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું, સુસાઇડ નોટમાં લખી આખી કહાની

યુપી પોલીસ ફરી એકવાર શર્મસાર થઇ ચુકી છે. અહીં એક સિપાહીએ પ્રેમજાળમાં ફસાવીને બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું છે.

યુપી પોલીસ ફરી એકવાર શર્મસાર થઇ ચુકી છે. અહીં એક સિપાહીએ પ્રેમજાળમાં ફસાવીને બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું છે. સિપાહીએ લગ્નનું વચન આપીને વિધાર્થીની સાથે બે વર્ષ સુધી શારીરિક સંબંધ બનાવ્યા. સિપાહીના લગ્ન કોઈ બીજી યુવતી સાથે નક્કી થઇ ગયા. છાત્રાને આ વાતની ખબર પડી ત્યારે તેને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. વિધાર્થિનીએ પોતાના સુસાઇડ નોટમાં આરોપ લગાવ્યો કે જાગૃતિ વિહાર નિવાસી ઉત્તરપ્રદેશ પોલીસનો સિપાહી તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. વિધાર્થીનીના પિતાની ફરિયાદ પર સિપાહી અને તેના પરિવાર સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે.

suicide

વિધાર્થિનીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે દામોદર દુબેને છોડશો નહીં, તેને મારુ જીવન બરબાદ કરી નાખ્યું છે. પોલીસે મૃતકની માતાની ફરિયાદ પર મહિપાલ, દામોદર દુબે, સુનિતા સહીત પાંચ લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો મામલો નોંધી લીધો છે.

આ પણ વાંચો: ધર્મ આડે આવ્યો તો પ્રેમી કપલે ઝેર પીધું, યુવતીની મૌત

ખરેખર બુધવારે રાત્રે છાત્રા પોતાના રૂમમાં સુઈ રહી હતી. સવારે મોડે સુધી પણ જયારે તે રૂમની બહાર નહીં આવી ત્યારે પરિવારે તેને બૂમ મારીને બોલાવી. વિધાર્થીની ઘ્વારા કોઈ પણ જવાબ નહીં મળવા પર તેમને બારીમાંથી જોયું તો તે પંખા પર લટકી રહી હતી. સૂચના પર પહોંચેલી પોલીસે લાશને નીચે ઉતારી. પોલીસને વિધાર્થીની પાસે દોઢ પેજની સુસાઇડ નોટ મળી, જેમાં તેને જાગૃતિ વિહાર નિવાસી દામોદર દુબે નામના સિપાહી વિશે લખ્યું હતું. તેને લખ્યું હતું કે દામોદર લાંબા સમયથી લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કરતો રહ્યો અને હવે તે બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. વિધાર્થીની પરિવાર ઘ્વારા સિપાહી, તેના પિતા, માતા, બહેન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બુરાડી કાંડ જેવો જ કિસ્સો, એક જ પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X