ટ્રાફિક ઇન્સપેક્ટરે કર્યું માઇકલ જેક્શનની જેમ મૂન વોક
તમે ટ્રાફિક સિગ્નલ તરફ જઇ રહ્યા હોવ અને અચાનક જ ત્યાં ઉભેલો ટ્રાફિલ પોલિસ માઇકલ જેક્શનની જેમ મૂન વોક કરી તમને સ્ટોપ થવાનું કહે તો....અરે ભાઇ આજકાલ આવું જ કંઇક ઇન્દોરના લોકો જોડે થઇ રહ્યું છે.
જાણીતા સંગીર અને ડાન્સર માઇકલ જેક્શનની મૂનવોકિંગના દુનિયાભરમાં હજારો ફેન્સ છે. પણ ભારતના શહેર ઇન્દોરમાં ટ્રાફિક ઇન્સપેક્ટર તરીકે કામ કરતા રંજીત સિંહ જેવું કોઇ નહીં.

કારણ કે રંજીત સિંહ પોતાની આગવી સ્ટાઇલમાં કરાવે છે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન. પોતાની સીટીની ધૂન પર માઇકલ જેક્શનની જેમ મૂન વોક અને ડાન્સિંગ કરીને તે સ્ટોપ કરાવે છે વ્હિકલ્સ.
રંજીત સિંહનું કહેવું છે કે કોઇ વાર લોકો તેમના પર હસે છે અને તેમની મજાક પણ ઉડાવે છે પણ તેમને તેનાથી કોઇ ફર્ક નથી પડતો. તેમનું કહેવું છે કે આ દ્વારા તે લોકોને પરિવહનના નિયમોનું પાલન કરાવે છે જે મહત્વનું છે.
જો કે રંજીત સિંહના ડાન્સના દિવાના પણ અનેક છે. અને જ્યારે જ્યારે રંજીત સિંહ ડાન્સ કરે છે ધણા લોકો તેમને જોવાનો લ્હોવો લઇ જ લે છે.












Click it and Unblock the Notifications
