Mega pre poll survey : કર્ણાટકમાં કોંગ્રેસને સંપુર્ણ બહુમતિ મળી શકે, જાણો બીજેપીને કેટલી સીટ?
હાલ કર્ણાટકમાં કોંગ્રેસ અને બીજેપીએ પોતાના તમામ મોટા નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારી દીધા છે. રાજ્યમાં સત્તામાં રહેલી બીજેપી સત્તા બચાવવા માટે મેદાને છે તો કોંગ્રેસ પોતાની ખોલાયેલી જમીન પાછી મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આક્રમક પ્રચાર વચ્ચે હવે મેગા પ્રિ પોલ સર્વે રિપોર્ટ સામે આવ્યો છે.
મેગા પ્રિ પોલ સર્વેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટ રિપોર્ટ અનુસાર, કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સરળતાથી બહુમતી સરકાર બનાવતી જોવા મળી રહી છે. બીજી તરફ બીજેપી માટે આ વખતે સ્થિતી સામાન્ય નથી.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા મેગા પ્રિ પોલ સર્વેમાં કોંગ્રેસને 134 થી 140 સીટો મળવાની આગાહી કરવામાં આવી છે. કર્ણાટકમાં બહુમતી સરકાર બનાવવા માટે કોંગ્રેસ સરળતાથી જાદુઈ આંકડાને પાર કરી શકે છે.

બીજી તરફ કર્ણાટકમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ સર્વે નિરાશાજનક પરિણામો દર્શાવી રહ્યો છે. સર્વે અનુસાર ભાજપને 57 થી 65 બેઠકો મળવાની સંભાવના છે.
Breaking: Mega pre poll survey ( random sample: 41k+) by https://t.co/s948g9i5Fw shows Congress headed for a comfortable majority (134-140 seats) with 10% vote lead over BJP (57-65 seats). Losses for JDS.
— Yogendra Yadav (@_YogendraYadav) April 28, 2023
Congress wave in northern regions, BJP holds coastal and central. pic.twitter.com/tbuLIihTLo
બીજી તરફ કર્ણાટકની સૌથી મોટી પ્રાદેશિક પાર્ટી જનતા દળ એસ એટલે કે કુમારસ્વામીની જેડીએસને પણ મોટું નુકસાન થવાનો અંદાજ છે. સર્વે અનુસાર, ગઈ ચૂંટણીમાં 37 સીટો મેળવનારી જેડીએસ માત્ર 19 થી 25 સીટી જીતી શકે છે.












Click it and Unblock the Notifications
