For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેઘાલય : ઉગ્રવાદીઓએ બળાત્કારનો પ્રતિકાર કરનારી મહિલાને ઠાર કરી

|
Google Oneindia Gujarati News

શિલોંગ, 4 જૂન : મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લાના રાજા રોંગટ ગામમાં જીએનએલએના ઉગ્રવાદીઓએ એક મહિલાની છેડતી બાદ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેનો વિરોધ કરતા ઉગ્રવાદીઓએ તેણીને તેના બાળકો સામે માથામાં ગોળી મારીને હત્યા કરી હતી.

આ ઘટના અંગે મેઘાલય પોલીસે કહ્યું કે ગારો નેશનલ લિબરેશન ફ્રન્ટ (GNLA)નામના સંગઠનના ચાર-પાંચ ઉગ્રવાદીઓ મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે તે સ્ત્રીનાં પાંચ બાળકો અને પતિની નજર સામે તેની મારપીટ કરી હતી અને પછી તેને ઠાર કરી હતી. હુમલો કર્યા બાદ ત્રાસવાદીઓએ બધાને એક રૂમમાં પૂરી બંધ દીધા હતા.

meghalaya

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાસવાદીઓએ મહિલાને કુલ 6 ગોળી મારી હતી. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને પહેલા સ્ત્રી પર હુમલો કર્યો હતો અને પછી જ્યારે છેડતી કરવા લાગ્યા ત્યારે સ્ત્રીએ પ્રતિકાર કર્યો હતો. તેનાથી ભડકેલા ત્રાસવાદીઓએ ઓટોમેટિક રાઈફલોમાંથી તે સ્ત્રીનાં માથા પર ખૂબ નજીકથી ગોળીબાર કર્યો હતો જેને કારણે સ્ત્રીનાં માથાનાં બે ટૂકડા થઈ ગયા હતા.

જીએનએલએફના ઉગ્રવાદીઓ ગારો હિલ્સ જિલ્લામાં હત્યા, અપહરણ અને દમદાટીથી પૈસા પડાવવાના અનેક કિસ્સાઓમાં સંડોવાયેલા છે. ગારો હિલ્સ વિસ્તારના સંસદસભ્ય પી.એ. સંગ્માએ બનાવને વખોડી કાઢ્યો છે.

English summary
A woman's head was blown into pieces while she was resisting an alleged attempt of molestation and rape by suspected GNLA militants at Raja Rongat in South Garo Hills district of Meghalaya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X