For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેબૂબા મુફ્તીએ ભારત-પાકિસ્તાનને વાત કરવાની સલાહ આપી, વાજપેયી અને મુશર્રફની યાદ અપાવી

મહેબૂબા મુફ્તીએ ભારત-પાકિસ્તાનને વાત કરવાની સલાહ આપી, વાજપેયી અને મુશર્રફની યાદ અપાવી

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરનના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શનિવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન પોતાના રાજનૈતિક મજબૂરીઓથી ઉપર ઉઠી એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આવી રીતે નિયંત્રણ રેખાની બંને તરફ થઈ રહેલ ફાયરિંગથી બંને દેશને નુકસાન થઈ રહ્યું છે. જે બહુ દુખી છે. મહેબૂબા મુફ્તીનું આ નિવેદન શનિવારે એવા સમયે આવ્યું જ્યારે શુક્રવારે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેમાં ભારતના 5 જવાન અને 6 સામાન્ય નાગરિકોના મોત થયાં. જે બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકોને ઠાર મારી તેમના બંકર અને લૉન્ચ પેડ ઉડાવી દીધા.

mehbooba mufti

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુશર્રફના સંઘર્ષ વિરામને લઈ બનેલી સહમતિ વિશે વિચારવું જોઈએ. બંને દેશોએ ઉપર ઉઠી એકબીજા સાથે વાત કરવી જોઈએ.

આખરે પાકિસ્તાને સ્વિકાર્યુ, 26/11ના હુમલામાં સામેલ હતા 11 લશ્કરના આતંકીઆખરે પાકિસ્તાને સ્વિકાર્યુ, 26/11ના હુમલામાં સામેલ હતા 11 લશ્કરના આતંકી

મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું, 'એલઓસીની બંને તરફ થઈ રહેલ મોતની વધતી સંખ્યાને જોતાં બહુ દુખ થાય છે. ભારતીય અને પાકિસ્તાની નેતૃત્વએ રાજનૈતિક મજબૂરીઓથી ઉપર ઉઠી સંવાદની પહેલ કરવી જોઈએ. વાજપેયી જી અને મુશર્રફ સાહેબ વચ્ચે સંઘર્ષ વિરામ પર બનેલી સહમતિ અને અનુપાલનને ફરીથી લાગૂ કરવામાં આવે તો તે સારી શરૂઆત હશે.'

હુર્રિયતે પણ ભારત પાકિસ્તાનને વાત કરવાની સલાહ આપી

મહેબૂબા મુફ્તી ઉપરાંત હુર્રિયતે પણ ભારત અને પાકિસ્તાનને વાત કરવાની સલાહ આપી છે. હુર્રિયત તરફથી જાહેર સત્તાવાર નિવેદનમાં મીરવાઈજ ઉમર ફારુકે કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીરમાં સીમા પર બનેલ જણાવની સ્થિતિ પર બંને દેશ ભારત અને પાકિસ્તાન સરકારે એકબીજા સાથે વાત કરવી જોઈએ. જેથી બંને પક્ષના સામાન્ય નાગરિકો અને નિર્દોષ લોકોનું નુકસાન ના થાય.'

English summary
Mehbooba Mufti advises India-Pakistan to talks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X