મહેબુબા મુફ્તિએ શિવ મંદીરમાં કરી પૂજા, ઉલેમા ભડક્યા, ભાજપાએ નોટંકી ગણાવી

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ પૂંચના એક મંદિરમાં શિવલિંગની પૂજા કરી અને તેને જળ ચઢાવ્યું, જેનાથી હોબાળો મચી ગયો.

Mehbooba Mufti

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેનું કારણ તેમનું તીક્ષ્ણ નિવેદન નથી પરંતુ મહાદેવની પૂજા છે, જેના કારણે કેટલાક કટ્ટરપંથી ઇસ્લામિક લોકો તેમના પર ગુસ્સે થયા છે. વાસ્તવમાં, કાશ્મીરના પૂર્વ સીએમએ પૂંચ જિલ્લાના પ્રવાસ દરમિયાન નવગ્રહ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને શિવલિંગને જળ ચઢાવ્યું હતું, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને દેવબંદના ઉલેમા ભડકી ગયા છે અને તેને ઇસ્લામ વિરુદ્ધ કહ્યું હતુ.

મુફ્તીનું કામ ધર્મ વિરુદ્ધ

મુફ્તીનું કામ ધર્મ વિરુદ્ધ

દેવબંદના ઉલેમા આસામ કાસ્મીએ કડક શબ્દોમાં કહ્યું કે 'મુફ્તીએ જે કંઈ કર્યું છે તે ધર્મ વિરુદ્ધ છે, તેણે ઈસ્લામનું અપમાન કર્યું છે'. જ્યારે આ ઉલેમાઓની પ્રતિક્રિયા છે તો બીજી તરફ ભાજપે મુફ્તીની આ પૂજાને 'નૌટંકી' ગણાવી છે.

આ માત્ર મુફ્તીનુ નાટક છેઃ ભાજપ

આ માત્ર મુફ્તીનુ નાટક છેઃ ભાજપ

બીજેપીના પ્રદેશ પ્રવક્તા રણવીર સિંહે કહ્યું કે 'મુફ્તી દ્વારા કરવામાં આવેલી પૂજા માત્ર યુક્તિ છે, જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે તેમણે અમરનાથજી શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો અને આજે તેઓ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. તેમના પ્રત્યે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે.

યશપાલ શર્માએ કરાવ્યુ હતુ મંદીરનુ નિર્માણ

યશપાલ શર્માએ કરાવ્યુ હતુ મંદીરનુ નિર્માણ

તમને જણાવી દઈએ કે મહેબૂબા મુફ્તીએ જે મંદિરમાં પૂજા કરી હતી, તે મંદિર પીડીપીના પૂર્વ એમએલસી યશપાલ શર્માએ બનાવ્યું હતું. મંદિરની અંદર યશપાલ શર્માની પ્રતિમા છે. હાલમાં, મહેબૂબા પૂજાને કારણે હેડલાઇન્સમાં છે, જો કે તેણે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ખાસ વાતો

  • પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ મળેલ છે.
  • તે કાશ્મીરમાં મહિલાઓનો મજબૂત ચહેરો છે, જોકે તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ પાસેથી રાજકારણના ગુણ શીખ્યા હતા.
  • પિતાના ગયા પછી તે જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની કમાન સંભાળી રહી છે.
  • મહેબૂબા મુફ્તી 2016થી 2018 સુધી કાશ્મીરના મુખ્યમંત્રી હતા, તેમણે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
  • પરંતુ વર્ષ 2018માં તેણે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું અને આજે તે ભાજપના પ્રખર વિરોધીઓમાંની એક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X