For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહ મંત્રાલયે દિલ્લીમાં 15 ઓગસ્ટના દિવસે ડ્રોન દેખાતા તરત જ તોડી પાડવાના આપ્યા આદેશ

સ્વતંત્રતા દિવસના આયોજનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુરક્ષા એજન્સીઓને અમુક દિશા નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસના આયોજનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સુરક્ષા એજન્સીઓને અમુક દિશા નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયની એસઓપીમાં કહેવામાં આવ્યુ છે કે રાજધાની દિલ્લી સહિત આસપાસના વિસ્તારોમાં ક્યાંય પણ કોઈ ઉડતી વસ્તુ જોવા મળે તો તરત જ તેને તોડી પાડવામાં આવે. તમને જણાવી દઈએ કે દેશની ખુફિયા એજન્સીઓએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે દિલ્લીમાં ડ્રોનથી હુમલાનુ ષડયંત્રનુ એલર્ટ જાહેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે જમ્મુમાં 23 જુલાઈએ સુરક્ષાબળોએ એક ડ્રોનને તોડી પાડ્યુ હતુ.

dron

ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે તેની એસઓપીનુ કડકાઈથી પાલન કરવામાં આવે. સાથે જ જમ્મુની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોનના પ્રવેશ માટે સતર્ક રહો. ગૃહ મંત્રાલયની એસઓપીમાં કહેવામાં આવ્યુ છે કે સુરક્ષા એજન્સીઓ ડ્રોન, પેરાગ્લાઈડર, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, હૉટ-એર બલૂન જેવા એરિયલ પ્લેટફૉર્મ પર ખાસ નજર રાખે.

લાલ કિલ્લા પરિસરમાં રાખવામાં આવશે હવાઈ નિરીક્ષણ

એસઓપીમાં કહેવામાં આવે છે કે સ્વતંત્રતા દિવસના દિવસે લાલ કિલ્લા પરિસરના વિસ્તાર સૌથી સંવેદનશીલ છે અને આ વિસ્તાર ઉત્તર દિલ્લીમાં આવે છે. એસઓપીમાં અહીંના ડીસીપીને કહ્યુ છે કે તમે આ વિસ્તારમાં એવી ઈમારતોની છતોની ઓળખ કરો, જ્યાંથી આખા જિલ્લાનુ હવાઈ દ્રશ્ય જોઈ શકાય અને ત્યાંથી નિરીક્ષણ રાખી શકાય. આ છતો પર ટ્રેઈન્ડ પોલિસકર્મીઓને તૈનાત કરવામાં આવે.

દિલ્લી પોલિસે લગાવ્યો છે પ્રતિબંધ

દિલ્લી પોલિસ કમિશ્નર બાલાજી શ્રીવાસ્તવે પણ સ્વતંત્રતા દિવસ પહેલા ડ્રોન, પેરાગ્લાઈડર અને ગરમ હવાના ફૂગ્ગા જેવી હવાઈ વસ્તુઓના ઉડવા પર રોક લગાવી દીધી. આદેશમાં કહ્યુ છે કે જો કોઈ આવી વસ્તુ દેખાઈ તો તેની સામે આઈપીસીની કલમ 188 હેઠળ દંડિત કરવામાં આવશે. દિલ્લીમાં 16 ઓગસ્ટથી આ પ્રતિબંધ આગલા 1 મહિના સુધી ચાલુ રહેશે.

English summary
MHA ordered to shoot down the drone as soon as it was sighted on August 15 in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X