જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ સીટ પર ત્રણ તબક્કામાં થશે લોકસભા ચૂંટણી

કાશ્મીરની અનંતનાગ સીટ પર ત્રણ તબક્કામાં થશે લોકસભા ચૂંટણી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં આવતી લોકસભા સીટ અનંત નાગમાં ત્રણ તબક્કામાં મતદાન કરાવવામાં આવશે. અનંતનાગ, દક્ષિણ કાશ્મીરમાં આવે છે અને પાછલા કેટલાક વર્ષોથી આતંકવાદને કારણે અહીં પર સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ નાજુક બની ગઈ છે. રવિવારે ચૂંટણી પંચે દેશમાં થનાર લોકસભા ચૂંટણીની તારીખનું એલાન કરી દીધું છે. આ વાત એટલા માટે પણ હેરાન કરનાર છે કેમ કે હજુ સુધી એક સીટ પર ત્રણ તબક્કામાં મતદાન થયું નથી. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે એક લોકસભા સીટ માટે ત્રણ તબક્કામાં વોટિંગ થશે.

અનંતનાગમાં સુરક્ષાની સ્થિતિ જટિલ

અનંતનાગમાં સુરક્ષાની સ્થિતિ જટિલ

ચૂ્ંટણી કમિશનર સનીલ અરોરાએ આયોગના આ ફેસલા વિશે વિસ્તારથી જાણકારી આપી. તેમણે કહ્યું, 'અનંતનાગની માત્ર એક સીટ માટે અમારે ત્રણ તબક્કામાં મતદાન કરાવવું પડી રહ્યું છે અને તેવામાં તમે સમજી શકો છો કે અમારા માટે સ્થિતિ કેટલી જટિલ છે.' જમ્મુ અને કાશ્મીરમાં આ સમયે ચૂંટણીનો માહોલ ભારે ગરમ છે. આયોગે માત્ર રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો પોતાના ફેસલામાં આપ્યો છે. બીજીબાજુ છેલ્લા એક મહિનાથી અનંતનાગ કેન્દ્રની સત્તાધારી ભાજપ માટે ચૂંટણી પ્રચારનું કેન્દ્ર બન્ેલું છે. દેશભરમાં 11 એપ્રિલથી લોકસભા ચૂંટણી માટે મતદાન થશે અને સાત તબક્કામાં તેને પૂરાં કરવામાં આશે. 19 મેના રોજ આખરી તબક્કાનું વોટિંગ થશે અને 23 મેના રોજ ચૂંટણી પરિણામો આવશે.

મહબૂબા મુફ્તીએ લડી હતી 2014ની ચૂંટણી

મહબૂબા મુફ્તીએ લડી હતી 2014ની ચૂંટણી

અનંતનાગ લોકસભા સીટ પર વર્ષ 2014માં રાજ્યના પૂર્વ સીએમ અને પીડીપીના મુખ્યા મેહબૂબા મુફ્તીએ ચૂંટણી લડી હતી. અહીંથી મહબૂબા મુફ્તીને કુલ 200429 વોટ એટલે કે 53.1 ટકા વોટ મળ્યા હતા. પોતાના પિતા મુફ્તી મોહમ્મદ સઈદના નિધન બાદ મહબૂબાએ રાજ્યના સીએમ પદની જવાબદારી સંભળી અને ત્યારે પછી તેમણે આ સીટ છોડવી પડી. ત્યારથી આ સીટ ખાલી પડી છે. અનંતનાગમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને જોતા અહીં પર કોઈ પેટાચૂંટણી પણ ન કરાવવામાં આવી. જમ્મુ અને કાશ્મીરમાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ અને 6મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.

વિધાનસભા ચૂંટણી ટાળવામાં આવી

વિધાનસભા ચૂંટણી ટાળવામાં આવી

અનંતનાગ લોકસભા સંસદીય ક્ષેત્રમાં 16 વિધાનસભા સીટ છે અને તમામ સાઉથ કાશ્મીરમાં આવે છે. તમામ વિધાનસભા સીટવાળા ક્ષેત્રોમાં પાછલા પાંચ વર્ષમાં ભારે હિંસા થઈ. બીજી બાજુ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે અને તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. જુલાઈ 2016માં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના મૃત્યુ બાદથી રાજ્યના હાલાત વધુ ખરાબ થયા છે. પાછલા દોઢ વર્ષથી અહીં હિંસા, અલગાવવાદી નેતાઓનું વિરોધ પ્રદર્શન, એનઆઈએની રેડ પડી રહી છે. આ ઉપરાંત 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ જમાત-એ-ઈસ્લામી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત ધારા 370 અને 35એને લઈને પણ રાજ્યમાં અશાંતિનો માહોલ છે.

ઘાટીમાં વોટિંગ કરવાથી ડરી રહ્યા છે લોકો

ઘાટીમાં વોટિંગ કરવાથી ડરી રહ્યા છે લોકો

પાછલા કેટલાક સમયથી રાજ્યમાં લોકોને વોટિંગ કરવા માટે પ્રેરિત કરવા ખુદમાં એક મોટો પડકાર બની ગયો છે. રાજ્યમાં બે વખત લોકસભા પેટાચૂંટણી થનાર હતી. શ્રીનગર સીટ પર થયેલ પેટાચૂંટણીમાં માત્ર 7 ટકા મતદાન થયું તો અનંતનાગમાં ચૂંટણી જ ન થઈ. ત્રણ દશકામાં આવું પહેલી વખત બન્યું જ્યારે મતદાતાઓની ખરાબ પ્રતિક્રિયા અને કાયદા વ્યવસ્તાની ખરાબ સ્થિતિને પગલે અહીં ચૂંટણી સ્થગિત કરવામાં આવી. ઉપરાંત જમ્મુમાં હાલમાં જ નગરપાલિકાની ચૂંટણી થનાર હતી. આ ચૂંટણીમાં લગભગ 80 ટકા મતદાન થયું તો કાશ્મીરમાં થયેલ નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 8 ટકા જ મતદાન નોંધાયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X