તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ - જાણો અત્યાર સુધીની તમામ અપડેટ
તમિલનાડુના કુન્નુર નજીક બુધવારના રોજ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઉલ્લેખનીય છે કે, ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની સવાર હતા.
તમિલનાડુના કુન્નુર નજીક બુધવારના રોજ આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં CDC જનરલ બિપિવ રાવત, મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, હરજીંદર સિંહ, ગૌરસેવક સિંહ, જીતેન્દ્ર સિંહ, વિવેક કુમાર, બી સાઇ તેજા અને હાવ સતપાલ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ઉલ્લેખનીય છે કે, ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની સવાર હતા.
|
ભારતીય વાયુસેના દ્વારા ટ્વીટ કરીને આપી જાણકારી
આ દુર્ઘટના અંગે માહિતી આપતા ભારતીય વાયુસેના દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, IAF Mi-17V5 હેલિકોપ્ટર, જેમાં CDS જનરલ બિપિન રાવતસવાર હતા, આજે તામિલનાડુના કુન્નુર પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

રાજનાથ સિંહ ઘટના સ્થળે પહોંચવા નિકળ્યા
આ ઘટનાની માહિતી મળતાની સાથે જ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઘટના સ્થળે પહોંચવા નિકળી ગયા છે.

4 લોકોને બચાવી લેવાયા
આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. જે 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, તેમનેને ગંભીર ઈજાઓ થઈ છેઅને તેમને નીલગીરી જિલ્લાના વેલિંગ્ટન છાવણીમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
|
સ્થાનિક લોકો બે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા
સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક સૈન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક લોકો 80 ટકા દાઝી ગયેલા બે મૃતદેહોનેસ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા છે.
દુર્ઘટનાના વિસ્તારમાં કેટલાક મૃતદેહો ઉતાર પર જોઈ શકાય છે. મૃતદેહોને બહાર કાઢવા અને ઓળખ તપાસવાના પ્રયાસો ચાલુ છે.

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 11ના મોત
IAF Mi 17V5 હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન માટે એરબોર્ન હતું. વિમાનમાં ક્રૂ સહિત 14 લોકો સવાર હતા. જેમાંથી 11 લોકોના મોત થયા છે.
Tamil Nadu Chief Minister MK Stalin to move Coimbatore from Chennai Airport today evening and then move to Nilgiris, following the incident of military chopper crash between Coimbatore and Sulur.
— ANI (@ANI) December 8, 2021
(File photo) pic.twitter.com/R4EDDNzLwD
એમકે સ્ટાલિન હેલિકોપ્ટર ક્રેશ સ્થળની મુલાકાત લેશે
કોઈમ્બતુર અને સુલુર વચ્ચે લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને પગલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આજે સાંજે ચેન્નાઈ એરપોર્ટ પરથી કોઈમ્બતુર ખસેડશે અનેપછી નીલગીરી જશે.

દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે
સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર CDS બિપિન રાવત અને અન્યને લઈ જતું IAF હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પરિસ્થિતિ પર નજર રાખીરહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક ચાલી રહી છે. સિંહે વડાપ્રધાનને ક્રેશ વિશે જાણકારી આપી છે.

રાજનાથ સિંહ સાઉથ બ્લોક પહોંચ્યા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેબિનેટને જાણકારી આપી અને સાઉથ બ્લોક જવા રવાના થયા. આ ઘટના અંગે તેઓ ટૂંક સમયમાં સંસદમાં નિવેદન આપશે.

CDS બિપિન રાવતની હાલત નાજુક
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલમાં તેની વેલિંગ્ટનની એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે આઈએજીહેલિકોપ્ટરમાં સવાર હતો જે આજે બપોરે તમિલનાડુના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજજઈ રહ્યા હતા.












Click it and Unblock the Notifications
