રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠ્યા સવાલ, લોકસભા અધ્યક્ષને મોકલી નોટિસ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અમેઠીના સાંસદ રાહુલ ગાંધીની નાગરિકતા ફરી એક વાર ચર્ચામાં છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અમેઠીના સાંસદ રાહુલ ગાંધીની નાગરિકતા ફરી એક વાર ચર્ચામાં છે. ફતેહગઢ છાવણીમાં તૈનાત એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને લોકસભા અધ્યક્ષને નોટિસ મોકલી છે. આમાં તેમણે રાહુલની નાગરિકતા અંગે આ પહેલા અપાયેલ નોટિસનો પણ હવાલો આપ્યો છે. બુધવારે મોકલેલી નોટિસમાં તેમણે 16 મે સુધીમાં જવાબ ન મળે તો રાહુલ ગાંધી સામે સક્ષમ ન્યાયાલયમાં નોટિસ દાખલ કરતી વખતે લોકસભા અધ્યક્ષ તેમજ ચીફ ઓફ આર્મી સ્ટાફને પણ પક્ષકાર બનાવવાની ચેતવણી આપી છે.

નાગરિકતા પર ઉઠ્યા સવાલ

નાગરિકતા પર ઉઠ્યા સવાલ

ફતેહગઢ છાવણી સ્થિત સિખલાઈટ ઈનફેન્ટ્રી રેજીમેંટલ સેન્ટરમાં તૈનાત લેફ્ટેનન્ટ કર્નલ મુકુલ ચૌહાણ તરફથી લોકસભા અધ્યક્ષ તેમજ ચીફ ઓફ આર્મી સ્ટાફને પત્ર મોકલવામાં આવ્યો છે. પત્રમાં અમેઠીના સાંસદ રાહુલ ગાંધીને તેમની નાગરિકતા અંગેની નોટિસ પણ સાથે મોકલી છે.
રાહુલ ગાંધીના નામે મોકલાયેલી નોટિસમાં કહેવામાં આવ્યુ હતુ કે લોકસભાની વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના અનુસાર તેમની જન્મતિથિ 19 જૂન 1970 છે. જન્મ સમયે તેમની માતા સોનિયા ગાંધી ઈટલીની નાગરિક હતી. ઈટલીના નાગરિકતા કાયદા અનુસાર જન્મ લેતા જ રાહુલ ગાંધી ઈટલીના નાગરિક બની ગયા. રાહુલ ગાંધીએ નોટિસનો કોઈ જવાબ ન આપતા લેફ્ટેનેન્ટ કર્નલે હવે લોકસભા અધ્યક્ષ તેમજ ચીફ આર્મી સ્ટાફને નોટિસ મોકલી છે.

લોકસભા સ્પીકર પાસે રાહુલનું સભ્યપદ રદ કરાવવાની માંગ

લોકસભા સ્પીકર પાસે રાહુલનું સભ્યપદ રદ કરાવવાની માંગ

લોકસભા અધ્યક્ષને રાહુલ ગાંધી અંગે 15 મે, 2018 સુધીમાં સ્થિતિ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપવાનું કહેવામાં આવ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે જો રાહુલ ગાંધી નિર્ધારિત સમયમાં જવાબ ન આપે તો તેમનું લોકસભા સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવે. જો આવુ કરવામાં ન આવ્યુ તો તે રાહુલ ગાંધી સામે કેસ નોંધાવવા માટે સ્વતંત્ર હશે.

ઈટલી સરકારનો સંપર્ક કરે આર્મી

ઈટલી સરકારનો સંપર્ક કરે આર્મી

વળી, ચીફ ઓફ આર્મી સ્ટાફને મોકલેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઈટલીની સરકાર કે ઈટલીના વિદેશ મંત્રાલય સાથે સીધા અથવા ભારત સરકાર મારફત ઈટલીના નાગરિકતા કાયદાની પ્રમાણિત અંગ્રેજી અનુવાદની પ્રત તેમને 16 મે સુધીમાં ઉપલબ્ધ કરાવે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એક સૈન્ય અધિકારી હોવાના નાતે તેઓ સ્વયં ઈટલીની સરકાર કે તેમના વિદેશ મંત્રાલય સાથે સીધો સંપર્ક કરી શકે તેમ નથી માટે આ મામલે તેમનો સહયોગ અપેક્ષિત છે. અન્યથા તેઓ રાહુલ ગાંધીને કાયદાના રસ્તામાં બાધક માનીને તેમની સામે સક્ષમ ન્યાયાલયમાં દાખલ કરાનાર કેસમાં તેમને પણ પક્ષકાર બનાવવા માટે મજબૂર બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X