નરેન્દ્ર મોદીએ જણાવ્યું પોતાનું મંત્રીમંડળ કેવું હશે?
ગાંધીનગર, 26 મે : આજે ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રધાનમંડળ સાથે શપથ લેવાના છે. સાંજે 6 વાગે યોજાનારા શપથવિધિ સમારંભમાં કયા સાંસદોને મોદીની સરકારમાં મંત્રી પદ બનશે તે અંગે પરદો ઉઠી જશે. આમ છતાં પોતાના મંત્રીમંડળ અંગે નરેન્દ્ર મોદીએ કેટલાક સંકેતો આપ્યા છે.
પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે આપેલા સંકેતો સૂચવે છે કે નરેન્દ્ર મોદીનું મંત્રીમંડળ અત્યંત નાનુ હશે. આમ છતાં તે વધારે કાર્યક્ષમ હશે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ હળીમળીને કામ કરવામા માંગે છે. આ કારણે તમામ મુખ્ય પાર્ટીઓના સભ્યોને કદાચ કોઇને કોઇ સ્થાન આપવામા આવશે, તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ અંગે નરેન્દ્ર મોદી તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં શું કહેવામાં આવ્યું છે તે જાણીએ. નરેન્દ્ર મોદી પોતાની સરકારમાં મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના મૂળ સિદ્ધાંત આધારિત રચવના કરવાના છે. આ અંગે નરેન્દ્ર મોદીએ લોકપ્રિય સોશિયલ નેટવર્સિંગ સાઇટ ફેસબુક પર પોતાના વિચારોની એક પ્રેસનોટ રજૂ કરી છે. તેમાં લખવામાં આવેલા મુ્દ્દાઓ આ મુજબ છે...

વિભાગો વચ્ચે સંયોજન વધારાશે
મોદી પોતાની સરકારમાં મંત્રી મંડળની રચનામાં ઐતિહાસિક ફેરફાર કરશે. મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની સિદ્ધાંત પર કામ કરશે. તેઓ કામ કરવાની પદ્ધતિ અને ગવર્નન્સની સ્ટાઇલ પણ બદલશે.

ઝડપી કામગીરી કરાશે
નરેન્દ્ર મોદીની ઇચ્છા છે કે મંત્રાલયો વચ્ચે સંયોજન વધારવાથી કામગીરીમાં ઝડપ આવશે. વધારે અસરદાર કામગીરી કરી શકાશે.

મંત્રાલયોના વિભાગોનું ઝુમખું
નરેન્દ્ર મોદી સરકાર વિવિધ મંત્રાલયોને એક મંત્રાલયના નેજા હેઠળ લાવીને કામ કરાવશે.

સ્માર્ટ ગવર્નન્સ
નરેન્દ્ર મોદી સ્માર્ટ સરકાર ઇચ્છે છે જેમાં સરકારના સ્તરે ઉચ્ચ પદને ઘટાડવામાં આવશે અને પાયામાં વધારે લોકો કામ કરીને મોદી સરકારનું કામ ઝડપી બનાવશે.

ચાર દિવસની મહેનત
નવો ચીલો ચાતરનારા મંત્રીમંડળની રચના માટે નરેન્દ્ર મોદીએ સતત ચાચૂર દિવસ સુધી મહેનત કરી છે. તેમણે વિવિધ લોકો પાસેથી સૂચનો મંગાવીને અસરદાર સરકારના વિવિધ વિકલ્પો, બદલાવ અને સંયોજન અંગે વિચાર કર્યો છે.

અસ્થિરતાને કહેવાશે આવજો
નરેન્દ્ર મોદી સ્થિર સરકાર સ્થાપીને અગાઉની બહુ પાર્ટી અને રાજકીય અસ્થિરતા સર્જનાર સરકારથી દેશને મુક્તિ આપશે .

સ્વતંત્રતા અપાશે
મંત્રાલયોને તેમની રીતે કામ કરવાની સ્વતંત્રતા અપાશે. જેથી લોકોની અપેક્ષાઓ સંતોષી શકાય અને પડકારોનો સામનો કરી શકાય.












Click it and Unblock the Notifications
