પડોસી સહિત 12 લોકોએ કિશોરી પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર

મળતી માહિતી મુજ્બ હરિયાણાના કરનાલ વિસ્તારમાં રહેનારી એક કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પડોશમાં રહેનાર રવિ નામના યુવકે તેને લગ્નનો વાયદો કરી પોતાની સાથે લઇ ગયો હતો. રવિ તેને જ્યાં લઇ ગયો હતો ત્યાં પહેલાંથી જ 11 લોકો હાજર હતા અને વારાફરથી તેમને કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને બેહોશીની હાલતમાં મૂકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરી કિશોરીને મેડિકલ તપાસ માટે મોકલી દિધી છે. મેડિકલ તપાસ બાદ પોલીસે રેડ પાડી 7 લોકોની ધરપકડ કરી લીધી છે.
ધરપકડ કરવામાં આવેલા લોકોમાં રવિનો પણ સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે તે જલદી જ બાકીના આરોપીની ધરપકડ કરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હરિયાણામાં સામૂહિક બળાત્કારના કેસ સામે આવ્યાં છે. આંકડાઓ જોતાં હાલમાં સૌથી વધુ બળાત્કાર હરિયાણામાં થાય છે.












Click it and Unblock the Notifications
