કોર્ટમાં સાક્ષી આપે તે પહેલા ગેંગરેપ પીડિતાની કાપી નાખી જીભ

મળતા સમાચાર મુજબ છોકરીને ગામના લવલેશ નામના એક યુવકે 22 જાન્યુઆરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. પીડિતાના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણકારી આપી હતી. મેડિકલ ટેસ્ટ બાદ બળાત્કારની પુષ્ટિ થઇ તો પોલીસે કેસ દાખલ કરી આરોપીને જેલ મોકલી દિધો. આગામી 24 જુલાઇના રોજ પીડિતાને કોર્ટમાં નિવેદન દાખલ કરાવવાનું હતું.
પરંતુ આ પહેલાં બુધવારે રાત્રે લગભગ રાત્રે 9 વાગે જ્યારે છોકરી શૌચ માટે બહાર ગઇ હતી ત્યારે આરોપીના મોટાભાઇ લાલજી અને તેના પિતરાઇ ભાઇએ છોકરીની જીભ કાપી નાખી હતી. તો બીજી તરફ પોલીસ છોકરીની જીભ કાપવાની વાત માની રહી નથી. પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે ફક્ત છોકરીના ચહેરા પર ઇજા પહોંચી છે. તેમનું કહેવું છે કે મેડિકલ રિપોર્ટ અનુસાર છોકરીની જીભ પર ચપ્પાના કોઇ નિશાન નથી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાવી દિધી છે. પોલીસનું કહેવું છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
