મિડ ડે મીલમાં મીઠું-રોટલી, સીએમ યોગી કડક, કર્મચારીઓ સસ્પેન્ડ
પ્રાથમિક સ્કૂલના મધ્યાહ્ન ભોજનમાં બાળકોને મીઠું અને રોટલી પીરસવાની બાબતમાં કાર્યવાહી શરૂ થઈ છે.
પ્રાથમિક સ્કૂલના મધ્યાહ્ન ભોજનમાં બાળકોને મીઠું અને રોટલી પીરસવાની બાબતમાં કાર્યવાહી શરૂ થઈ છે. આ કેસમાં બ્લોક શિક્ષણ અધિકારી સહિત પ્રાથમિક શાળાના આખા સ્ટાફને સસ્પેન્ડ કરી દેવાયા છે. સીએમ યોગીએ અધિકારીઓને આ સમગ્ર મામલા પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, મૂળભૂત શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે. બ્લોક એજ્યુકેશન ઓફિસર અને બીએસએ પર કાર્યવાહી માટે પણ પ્રસ્તાવ માંગવામાં આવી છે.

ડીએમ ઘ્વારા બીએસએને કારણ જણાવો નોટિસ ફટકારી
આ દરમિયાન ડીએમ ઘ્વારા એબીએએસએ જમાલપુર બ્રિજેશ સિંહને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. તેમજ બીએસએ પ્રવિણ તિવારીને કારણદર્શક નોટિસ ફટકારી છે. શાળાના મુખ્ય શિક્ષક મુરારી અને ન્યાય પંચાયતના સંયોજક અરવિંદ ત્રિપાઠીને પહેલાથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડી.એમ ઘ્વારા ગામના વડા, સીયુરની ભૂમિકાની તપાસ કરવા માટે ડીપીઆરઓ ને નિર્દેશ આપવામાં આવ્યો છે.

પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર પ્રહાર કર્યો
આ કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવિટ કરીને યુપીની યોગી સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુરમાં વિધાર્થીઓ પર કરવામાં આવેલા આ વ્યવહારને ખુબ જ નિંદનીય ગણાવ્યું છે. પ્રિયંકા ગાંધીએ સ્કૂલનો વીડિયો શેર કરતાં ટ્વીટ કર્યું છે કે, મિર્ઝાપુરની એક સ્કૂલમાં બાળકોને મિડ ડે મીલમાંમીઠું રોટલી આપવામાં આવે છે. ઉત્તરપ્રદેશ ભાજપ સરકારની સિસ્ટમની આ વાસ્તવિક સ્થિતિ છે. જ્યાં સરકારની સુવિધા દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. બાળકો સાથેનું આ વર્તન ખૂબ નિંદાજનક છે.

શુ છે આખો મામલો
જણાવી દઈએ કે મિર્ઝાપુર જમાલપુરની ગ્રામસભા હિનાટાની સીયુર પ્રાથમિક શાળામાં ગુરુવારે મિડ ડે મીલમાં શાળાના બાળકોને રોટલી અને મીઠું પીરસાયું હતું. આ શાળામાં 100 થી વધુ બાળકો છે. આ અંગે શાળામાં ભણાવતી શિક્ષક શાંતિ દેવીએ જણાવ્યું હતું કે મજબૂરી હેઠળ બાળકોને મીઠું અને રોટલી ખવડાવવામાં આવી રહી છે. શિક્ષકે પણ સ્વીકાર્યું કે લાંબા સમયથી મિડ-ડે ભોજનને લઈને ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ પણ આનો વિરોધ કર્યો છે, પરંતુ કોઈ સાંભળતું નથી
આ પણ વાંચો: અમેરિકાએ માન્યું, આર્ટિકલ 370 ભારતનો આંતરિક મામલો












Click it and Unblock the Notifications
