Miss Universe: જાણો હરનાઝ સંધુની કુંલ સંપત્તી, શું છે આવકનો સોર્સ
21 વર્ષ બાદ ભારતની દીકરીએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. ચંદીગઢની રહેવાસી હરનાઝ કૌર સંધુએ આ સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. હરનાઝ સંધુએ ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ સ્પર્ધાના
21 વર્ષ બાદ ભારતની દીકરીએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. ચંદીગઢની રહેવાસી હરનાઝ કૌર સંધુએ આ સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. હરનાઝ સંધુએ ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવીને તેના માથા પર બ્રહ્માંડ સુંદરીનો તાજ પહેર્યો હતો. આવી સ્થિતિમાં, જાણો મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુ કેટલી સંપત્તિની માલિક છે.

ભારતીય મોડલ છે હરનાઝ સંધુ
હરનાઝ સંધુ એક ભારતીય મોડલ છે જેને મિસ યુનિવર્સ 2021નો તાજ મળ્યો છે. આ સાથે જ તેમને મોટી રકમ તેમજ ઈનામ તરીકે કેટલીક સુવિધાઓ પણ મળશે. હરનાઝનો જન્મ 3 માર્ચ 2000ના રોજ થયો હતો. તે ચંદીગઢમાં જ ઉછરી હતી. હરનાઝ મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર ભારતની ત્રીજી મહિલા છે. આ સિવાય તેણે મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ અર્થ અને મિસ ઇન્ટરનેશનલ જેવી અન્ય સૌંદર્ય સ્પર્ધાઓ પણ જીતી છે. તેણીને મિસ દિવા 2021 અને ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ 2019નો તાજ પણ જીત્યો હતો.

કુલ સંપત્તી છે 5 મિલિયન ડોલર
આ અહેવાલમાં અમે તમને હરનાઝ સંધુ અને તેની કુલ સંપત્તિ, તેની કમાણી, પગાર વિશે માહિતી આપીશું, જે કદાચ તમે જાણતા ન હોવ. તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈને તમે વિચારતા હશો કે તે કેટલા પૈસા કમાય છે. તો તમારા બધા પ્રશ્નોના જવાબ આ અહેવાલમાં મળશે. ફિલ્મસીયાપ્પાના સમાચાર મુજબ, તેની કુલ સંપત્તિ 5 મિલિયન ડોલર છે. જે ભારતીય રૂપિયાના અંદાજિત 37 કરોડ 93 લાખની નજીક છે. ચાલો તેની નેટવર્થ પર એક નજર કરીએ.

હરનાઝ સંધુની નેટવર્થ
- નેટ વર્થ - 5 મિલિયન ડોલર
- સેલેરી - 5 લાખ ડોલર
- તેની નેટવર્થના ગ્રોથ વિશે વાત કરીએ તો
- 2021માં કુલ સંપત્તી 5 મિલિયન ડોલર
- 2020માં કુલ સંપત્તી 4.5 મિલિયન ડોલર
- 2019માં 3 મિલિયન ડોલર
- 2018માં 2 મિલિયન ડોલર
- 2017માં 1 મિલિયન ડોલર

આવકનો સોર્સ
તમને જણાવી દઈએ કે હરનાઝ તેના માતા-પિતા સાથે ચંદીગઢમાં તેમના ઘરે રહેતી હતી અને હવે તે ન્યૂયોર્ક શિફ્ટ થવા માટે તૈયાર છે. એવું પણ કહેવાય છે કે તેની પાસે મોંઘી જ્વેલરી અને મોંઘા ડિઝાઈનર કપડાં પણ છે. બીજી બાજુ, જો આપણે આવકના સ્ત્રોત વિશે વાત કરીએ, તો હરનાઝ એક મોડેલ તરીકે કમાણી કરે છે. તેણે ઘણી બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈને ઘણી કમાણી પણ કરી છે. હરનાઝે ભારતમાં 21 વર્ષની સરેરાશ કરતાં વધુ કમાણી કરી છે.

આ ફિલ્મોમાં દેખાશે હરનાઝ
તમને જણાવી દઈએ કે તે જલ્દી જ ફિલ્મોમાં જોવા મળવાની છે. મોડલિંગની સાથે તેણે એક્ટિંગની દુનિયામાં પણ એન્ટ્રી કરી છે. તેણે તેની શરૂઆત પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. તે ટૂંક સમયમાં પંજાબી ફિલ્મો 'યારા દિયા પુ બારાં' અને 'બાઈ જી કટંગે'માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ 'યારા દિયા પુ બારાં' જુલાઈ 2022ના રોજ રીલિઝ થશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
