For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખૂબ જ રંગીન મિજાજનો હતો મલેશિયાઇ વિમાનનો પાયલટ, કોકપિટમાં કરતો હતો અય્યાશી!

|
Google Oneindia Gujarati News

લંડન, 16 માર્ચ: રહસ્યમય રીતે ગુમ થયેલા મલેશિયાના વિમાન એમએચ 370ની શોધને આજે એક અઠવાડીયા જેટલો સમય થઇ ગયો છે. જોકે અટકળો એવી પણ લગાવવામાં આવી રહી છે કે આ વિમાન દ્વારા ભારત પર 9/11 જેવો હુમલો થઇ શકે છે. આની વચ્ચે અમેરિકન ફોડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જે ખુલાશો કર્યો છે તે ચોંકાવનારો છે. આ ખુલાસો ગુમ થયેલા વિમાનના પાયલટ વિશેનો છે. કહેવામાં આવે છે કે ગુમ થયેલા વિમાનનો એક પાયલટ ઉડાન દરમિયાન કોકપિટમાં મહિલા યાત્રિયોની સાથે મોજ મસ્તી કરવાનો શોખ ધરાવતો હતો. અહીં સુધી કે આ પાયલટ 30 હજાર ફૂટની ઊંચાઇ પર પણ મહિલાઓ સાથે મજાક મસ્તી કરતો હતો.

સમાચાર અનુસાર પાયલટ ફર્સ્ટ ઓફિસર ફારુક અબ્દુલ હામિદ રંગીન મિજાજી બેપરવાહ વ્યક્તિ હતો. જે તસવીરો જારી કરવામાં આવી છે તેનાથી એ સાબિત થઇ રહ્યું છે કે આ પાયલટ રંગીન મિજાજી હતો. જ્યારે બીજી બાજુ મલેશિયન એરલાઇન્સે આ સમચાર સાથે સંબંધિત તસવીરો જોઇએને દુ:ખ વ્યક્ત કર્યું છે. તસીવરમાં ફર્સ્ટ ઓફિસર ફરીક અબ્દુલ હામીદને દક્ષિણ આફ્રીકાની બે મહિલા યાત્રીઓની સાથે પોઝ આપતા દેખવામાં આવે છે.

એટલું જ નહીં તેણે નિયમ અને કાયદાને નેવે મૂકીને ઉડાન દરમિયાન સિગરેટ પીધી અને ટેકઓફ તથા લેન્ડીંગ દરમિયાન મહિલા યાત્રિયોને કોકપિટમાં જ બેસાડી રાખી હતી. જોકે આવું કરવું એ કાયદાની વિરુધ્ધ છે અને તેની પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ચાર મહીના પહેલા મલેશિયન એરલાઇન્સને એ વાતની ચેતવણી આપી દીધી હતી કે પાયલટની આ પ્રકારની હરકત હજારો યાત્રીઓના જીવ જોખમમાં મૂકી શકે છે.

pitot
વિમાનના યાત્રીઓ અને ચાલક પર નજર:
મલેશિયાના વડાપ્રધાન દાતુક સેરી નઝીબ તુન રજ્જાકે શનિવારે જણાવ્યું કે 8 માર્ચના રોજ ગુમ થયેલા મલેશિયા એરલાઇન્સના વિમાન સંચાર પ્રણાલી મલેશિયા પ્રાયદ્વીપના તટ પર પહોંચવાના થોડીવાર પહેલા નિષ્ક્રિય થઇ ગયું હતું. આની વચ્ચે ભારતે આ ગુમ થયેલા વિમાનને શોધવાની કામગીરી શરૂ કરી દીધી.

નજીબ રજ્જાકે જણાવ્યું કે તેના થોડીવાર બાદ મલેશિયા અને વિયેતનામ વાયુ નિયંત્રણ સીમાની વચ્ચે વિમાનનું ટ્રાંસપોંડર બંધ હતું. સમાચાર એજન્સી સિન્દુઆના જણાવ્યા અનુસાર રજ્જાકે જણાવ્યું કે મલેશિયા વાયુદળના રડારના આંકડા અનુસાર એક વિમાન જેના અંગે કહેવામાં આવે છે કે તે ગુમ થયેલ વિમાન હતું, પરંતુ એ નક્કી નથી કે તેણે પલટી મારી અને પશ્ચિમ તરફ મલેશિયા પ્રાયદ્વીપની તરફ પશ્ચિમ તરફ મલેશિયા પ્રાયદ્વીપની તરફ ફરીથી ઉડાન ભરવાનું શરૂ કરી દીધું અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.

English summary
One of the pilots of the missing Malaysia Airlines flight liked to entertain female passengers in the cockpit, it emerged on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X