લાપતા ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી લડી રહેલી ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર એમ ચંદ્રમુખી છેલ્લા કેટલાક દિવસથી લાપતા હતી.

તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી લડી રહેલી ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર એમ ચંદ્રમુખી છેલ્લા કેટલાક દિવસથી લાપતા હતી. આખરે તે બુધવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી ચુકી છે. ચંદ્રમુખી હૈદરાબાદના ગોશમહેલ વિધાનસભા સીટથી બહુજન લેફ્ટ ફ્રન્ટથી ઉમેદવાર છે, જે મંગળવારે લાપતા થઇ ચુકી હતી. પરંતુ બુધવારે મોડી રાત્રે તે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશને પોતાના વકીલ અને કેટલાક સહયોગીઓ સાથે પહોંચી. પરંતુ આ દરમિયાન તે ક્યાં હતી તેના વિશે કઈ પણ કહેવાની તેની ના પાડી દીધી છે. તેને કહ્યું કે તેઓ ગુરુવારે કોર્ટમાં બધું જ કહેશે.

chandramukhi chawala

આપણે જણાવી દઈએ કે હૈદરાબાદ કોર્ટે બુધવારે પોલીસને આદેશ આપ્યો હતો કે તેઓ ગુરુવારે ચંદ્રમુખીને કોર્ટમાં હાજર કરે. ચંદ્રમુખીની માતાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, ત્યારપછી કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો. ધ્યાન આપવા જેવી બાબત છે કે ચંદ્રમુખી તેલંગાણાની એક માત્ર ટ્રાન્સઝેન્ડર ઉમેદવાર છે. ચંદ્રમુખી મંગળવારે હૈદરાબાદના જવાહરનગરના પોતાના ઘરથી લાપતા થઇ હતી.

આ પણ વાંચો: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018માં ટ્રાન્સજેન્ડર પણ અજમાવી રહી છે કિસ્મત

ચંદ્રમુખીના સમર્થકો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેનું અપહરણ થયું છે. બે લોકો તેને મળવા માટે ઘરે આવ્યા હતા ત્યારપછી તે લાપતા થઇ હતી. ત્યારપછી જયારે પોલીસે ફોન ઘ્વારા તેનો સંપર્ક કરવાનો પ્રત્યન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો. સીસીટીવી ફૂટેઝમાં સામે આવ્યું છે કે ચંદ્રમુખી જાતે પોતાના ઘરની બહાર નીકળી હતી. તેને બહાર નીકળતા કેમેરામાં સાફ જોઈ શકાય છે. પરંતુ તે દરમિયાન તેને પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનું મોઢું ઢાંકી રાખ્યું હતું. ચંદ્રમુખીના ગાયબ થયા પછી પોલીસે 10 ટીમોનુ ગઠન કરીને તેની શોધ શરુ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X