For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે વર્ષ પહેલા ગાયબ થયી પત્ની, હવે પતિએ કહ્યું ક્યાં દાટી હતી લાશ

હિમાચલ પ્રદેશના કાંગડામાં બે વર્ષ પહેલા રહસ્યમય રીતે ગાયબ થયેલી મહિલાની લાશ ખેતરમાંથી ખોદીને કાઢવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશના કાંગડામાં બે વર્ષ પહેલા રહસ્યમય રીતે ગાયબ થયેલી મહિલાની લાશ ખેતરમાંથી ખોદીને કાઢવામાં આવી છે. આ લાશ થાનપુરીની ગાયબ થયેલી મહિલા શારદા દેવીની છે. મહિલાના પતિએ પોતાની પત્ની ગાયબ થવાની ફરિયાદ પોલીસમાં કરાવી હતી. પોલીસ તે સમયથી મહિલાની શોધ કરી રહી હતી.

આખો મામલો

આખો મામલો

આખો મામલો હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના થાનપુરીનો છે. પોલીસ અનુસાર શારદા દેવીના લગ્ન વર્ષ 2001 દરમિયાન થાનપુરી નિવાસી વિનય કુમાર સાથે થયા હતા. વિનય કુમાર એચઆરટીસી ચાલક તરીકે કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે લગ્ન પછી સતત બંનેમાં લડાઈ ઝગડા ચાલ્યા કરતા હતા. વર્ષ 2009 દરમિયાન સહમતી ઘ્વારા બંનેના તલાક થયા. વર્ષ 2014 દરમિયાન શારદા દેવીએ વિનય કુમાર પાસે પોતાનું ગુજરાન ચલાવવામાં માટે ભથ્થું માંગ્યું. અદાલતે વર્ષ 2016 દરમિયાન શારદા દેવીના હકમાં નિર્ણય આપતા તેને દર મહિને 4500 રૂપિયા ભથ્થું આપવા માટે જણાવ્યું.

રિપોર્ટ સીઆઇડી વિભાગને સોંપવામાં આવી

રિપોર્ટ સીઆઇડી વિભાગને સોંપવામાં આવી

વિનય કુમારે પહેલો હફતો ચૂકવી દીધો તેને બીજો હફતો 2 ઓગસ્ટે આપવાનો હતો. પરંતુ તે પહેલા જ શારદા દેવી રહસ્યમય રીતે ગાયબ થઇ ગયી. વિનય કુમારે પોતાની પત્ની ગાયબ થવા અંગે માહિતી પોતાના પરિવારને આપી પરંતુ શારદા દેવીના પિતા મનોહર લાલને વિનય કુમારની વાતો પર વિશ્વાસ આવ્યો નહીં. તેમને પોતાની દીકરી ગાયબ થવાની રિપોર્ટ પોલીસમાં લખાવી. પરંતુ જયારે કોઈ પણ માહિતી મળી નહીં ત્યારે તેની રિપોર્ટ સીઆઇડી વિભાગને સોંપવામાં આવી.

પતિએ જ મારીને દફનાવી

પતિએ જ મારીને દફનાવી

સીઆઇડી ને પતિ વિનય કુમાર પર પહેલી નજરમાં જ શક થઇ ગયો હતો. તેને હિરાસતમાં લઈને તેની પુછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને પત્નીને દફનાવવાની વાત કબૂલ કરી લીધી. તેને પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેનો ભત્રીજો અશ્વિની પણ આ ગુનામાં શામિલ હતો. તેમને શારદા દેવીની હત્યા કરીને તેની લાશ ખેતરમાં દાટી દીધી હતી.

English summary
Missing women dead body found in field in Shimla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X