મિશન 2020: ભાજપે પાંચ રાજ્યોમાં નિયુક્ત કર્યા પ્રભારી, જાણો કોને ક્યાં મળી જવાબદારી
ભારતીય જનતા પાર્ટી(ભાજપ) આવતા વર્ષે 2022માં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે.
દહેરાદૂનઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપ) આવતા વર્ષે 2022માં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. બુધવારે ભાજપે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીને લઈને મોટુ એલાન કર્યુ. પાર્ટીએ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીને આગામી ચૂંટણી માટે ઉત્તરાખંડના પ્રભારી નિયુક્ત કર્યા છે. વળી, લોકસભા સાંસદ લોકેટ ચેટર્જી અને સરદાર આરપી સિંહને સહ પ્રભારીની જવાબાદારી આપી છે. ઉત્તરાખંડ ઉપરાંત ભાજપે અન્ય ચાર ચૂંટણી રાજ્યો માટે પણ પોતાના પ્રભારીઓના નામનુ એલાન કરી દીધુ છે.

દેશની રાજનીતિમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનાર રાજ્ય ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે સહ પ્રભારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હશે. ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણીની જવાબદારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે-સાથે હરદીપ પુરી, મીનાક્ષી લેખી, વિનોદ ચાવડાના હાથમાં સોંપી છે. પાર્ટીએ આ બધાને પંજાબ ચૂંટણીના પ્રભારી નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત ગોવામાં પણ આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે જેના માટે ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ખભે પાર્ટીની જીતની જવાબદારી રાખી છે. વળી, મણિપુરની વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટીએ પાંચે રાજ્યોમાં પોતાના પ્રભારી નિયુક્ત કરીને ચૂંટણી બ્યુગલ ફૂંકી દીધુ છે. આશા રાખવામાં આવી રહી છે કે આવતા વર્ષે માર્ચથી એપ્રિલની વચ્ચે આ રાજ્યોમાં મતદાનની તારીખનુ એલાન થઈ શકે છે. ચૂંટણીને જોતા ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ પણ કમર કસી લીધી છે. રસપ્રદ વાત એ છે કે આમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે. એવામાં ભાજપ માટે આ ચૂંટણી મિશન 2024ની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે.
Union Minister of Parliamentary Affairs, Pralhad Joshi has been appointed in charge of Uttarakhand for the upcoming Assembly election 2022. pic.twitter.com/Ik8YhvUZlS
— ANI (@ANI) September 8, 2021












Click it and Unblock the Notifications
