Mission Aditya-L1 : સુર્યની કેટલી નજીક જશે આદિત્ય એલ-1 મિશન? જાણો તમામ સવાલોના જવાબ

ભારતની અવકાશ રિસર્ચ સંસ્થા ઈસરોએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ હવે સુર્યના રાઝ ખોલવા માટે મિશન લોંચ કરવાની તૈયારી શરૂ કરી છે. આ માટેની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ગઈ છે અને 2 દિવસમાં મિશન લોંચ કરાશે.

આદિત્ય L-1 થી ઈસરો અવકાશયાનને સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ 1 ની આસપાસ ભ્રમણકક્ષામાં મૂકશે. જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે. મિશન દ્વારા ઈસરો સુર્યની અસરનો અભ્યાસ કરશે.

Mission Aditya-L1

ઈસરોના અહેવાલ અનુસાર, માનવરહિત મિશનના અન્ય મુખ્ય ઉદ્દેશ્યોમાં કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓ અને તેમની લાક્ષણિકતાઓ, અવકાશ હવામાન ગતિશીલતા, કણો અને વિસ્તારોનો ફેલાવ વગેરેનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે પૃથ્વીથી સૂર્યનું કુલ અંતર 150 મિલિયન કિમી છે અને સુરજ અંદાજે 450 મિલિયન વર્ષ જૂનો તારો છે. પૃથ્વીની તુલનામાં, સૂર્ય એટલો મોટો છે કે 1.3 મિલિયન પૃથ્વી તેમાં સમાઈ શકે. સૂર્યનો સૌથી ગરમ ભાગ તેનો કોર એટલે કે અંદરનો ભાગ છે. જ્યાં તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી હોવાની ધારણા છે. ઈસરો આદિત્ય-L1 મિશન હેઠળ ઉપગ્રહને સૂર્યથી 15 લાખ કિલોમીટરના અંતરે ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે.

જણાવી દઈએ કે, હાલ સૂર્યની પરિક્રમા કરી રહેલું નાસાનું અવકાશયાન પૃથ્વીથી લગભગ 50 મિલિયન કિલોમીટર દૂર સ્થિત છે. તે હાલ સૂર્ય નજીક રહેવા શુક્રની પરિક્રમા કરી રહ્યું છે.

પાર્કર સોલર પ્રોબ સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષાને ધીમે ધીમે ઘટાડવા માટે શુક્ર ફ્લાયબાયનો ઉપયોગ કરશે અને આખરે તેની સપાટીની 6.16 મિલિયન કિલોમીટર નજીક પહોંચશે. આ નિકટતા તેને સૂર્યની સૌથી નજીકના ગ્રહ બુધની ભ્રમણકક્ષામાં રાખે છે. અગાઉના કોઈપણ અવકાશયાન કરતાં લગભગ સાત ગણી નજીક છે.

જણાવી દઈએ કે, પાર્કર સોલર પ્રોબને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે કે તે સૂર્યની સપાટીથી 65 લાખ કિલોમીટરની ત્રિજ્યામાં જઈ શકે, જેથી તે ઊર્જા પ્રવાહ અને સૌર વિંડ વિશે જાણી શકે.

આ મિશનનો એક મુખ્ય ઉદ્દેશ્ય એટલી નજીક પહોંચીને સૌર કોરોના વિશે અભ્યાસ કરવાનો છે. તેનો હેતુ હેલિયો ફિજિક્સના કેન્દ્રીય પ્રશ્નના જવાબો શોધવાનો છે. એટલે કે સતત બદલાતા અવકાશના વાતાવરણમાં સૂર્ય સૌરમંડળને કેવી રીતે નિયંત્રિત કરે છે તે સમજવાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X