For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના ફોટાના ખોટા ઉપયોગ પર થશે 6 મહિનાની જેલ

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના ફોટાનો ઉપયોગ કરનારાને હવે 6 મહિનાની જેલની સજા થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના ફોટાનો ઉપયોગ કરનારાને હવે 6 મહિનાની જેલની સજા થઈ શકે છે. વાસ્તવમાં પ્રાઈવેટ કંપનીઓની જાહેરાતમાં પીએમ નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરાયા બાદ સચેત થયેલી કેન્દ્ર સરકાર પ્રતીક તેમજ નામ (અયોગ્ય ઉપયોગ નિવારણ) કાયદા-1950માં પહેલી વાર સજાની જોગવાઈ લાવવા જઈ રહી છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દંડની રકમમાં ભારે વધારો કરવા જઈ રહી છે.

પીએમ-પ્રેસિડેન્ટનો ફોટાનો ઉપયોગ પર સજા

પીએમ-પ્રેસિડેન્ટનો ફોટાનો ઉપયોગ પર સજા

અમર ઉજાલાના એક રિપોર્ટ અનુસાર ગ્રાહક મંત્રાલયે સાત દશક જૂના કાયદામાં સુધારાનો જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેના પર કાયદા મંત્રાલયે પોતાની સંમતિ આપી દીધી છે. આમાં સજાને શામેલ કરવા સાથે દંડની રકમમાં એક હજાર ગણો વધારો કર્યો છે. સાર્વજનિક મંતવ્ય લીધા બાદ આ ડ્રાફ્ટને કેબિનેટ પાસે મોકલવામાં આવશે.

સંસદના શિયાળુ સત્રમાં થઈ શકે છે પાસ

સંસદના શિયાળુ સત્રમાં થઈ શકે છે પાસ

કેન્દ્ર સરકારની પૂરી કોશિશ છે કે આ બિલને સંસદના શીતકાલીન સત્રણાં પાસ કરી લેવામાં આવે. આ ડ્રાફ્ટ મુજબ પહેલી વાર પીએમ અને પ્રેસિડેન્ટના ફોટાને ઉપયોગ કરવા પર એક લાખ રૂપિયાના દંડની વાત કહેવામાં આવી છે. એક વારથી વધુ વાર આ ભૂલ કરવા પર 5 લાખ રૂપિયા સુધીને દંડ કરવામાં આવશે. વારંવાર કાયદાનુ ઉલ્લંઘન કરવા પર 3થી 6 મહિનાની જેલ થઈ શકે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોઈની પણ નથી બની રહી વાત, હવે લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસનઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોઈની પણ નથી બની રહી વાત, હવે લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન

આ પણ વાંચોઃ

કેમ લાવવામાં આવી રહ્યો છે કાયદો?

કેમ લાવવામાં આવી રહ્યો છે કાયદો?

પ્રતીક તેમજ નામ કાયદા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ અને બંધારણીય પદો પર બેસેલા વ્યક્તિઓ સાથે રાષ્ટ્રીય પ્રતીકો અને ઐતિહાસિક મહત્વની વસ્તુઓના સંરક્ષક છે. આ કાયદાનો ઉદ્દેશ્ય તેમનો વ્યાવસાયિક ઉપયોગ કરવાથી રોકવાનો છે. પહેલા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના ફોટાનો દૂરુપયોગ કરવા માટે 500 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

પીએમ મોદીના ફોટા પર થયો હતો વિવાદ

પીએમ મોદીના ફોટા પર થયો હતો વિવાદ

ઉલ્લખેનીય છે કે પીએમ મોદીના પહેલા કાર્યકાળમાં તેમનો ફોટાને ખાનગી કંપનીઓ દ્વારા જાહેરાતમાં ઉપયોગ કરવા પર વિવાદ ઉભો થઈ ગયો હતો. એ સમયે કેન્દ્ર સરકારે જાહેરાતોમાં પીએમ મોદીના ફોટો લગાવનાર દેશની બે મોટા કંપનીઓ પર કાર્યવાહી રહી હતી. આર્થિક દંડ ઘટવાના કારણે પ્રભાવ ના થતો દેખાતા કાયદામાં બદલાવની રૂપરેખા તૈયાર કરવામાં આવી.

English summary
misusing of prime minister and president photo imprisoned you for six months and 5 lakh fine for
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X