ભાજપે મિઝોરમમાં નાની પરંતુ નોંધપાત્ર પ્રગતિ નોંધાવી, લઘુમતીઓમાં જમાવી પકડ
BJP Progress In Mizoram: મિઝોરમ ચૂંટણીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)એ 27 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી અધ્યક્ષ લાલદુહોમાને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતુ, 'મિઝોરમ વિધાનસભા ચૂંટણી જીતવા બદલ લાલદુહોમાને અભિનંદન. હું મિઝોરમની પ્રગતિને આગળ વધારવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું.'

મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ZPMએ 40માંથી 27 બેઠકો મેળવી હતી. સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) માત્ર 10 સીટો પર અટકી ગયુ હતુ. ભાજપ માત્ર 2 અને કોંગ્રેસ માત્ર 1 સીટ જીતી શકી હતી. વોટ શેરની વાત કરીએ તો ZPMને 37.86 ટકા વોટ અને MNFને 35.10 ટકા વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસને 20.82 ટકા અને ભાજપને 5.06 ટકા વોટ મળ્યા.
વર્ષ 2018માં 8.09થી ઘટીને 5.06% થઈ ગયો છે. ભાજપે ગત વખતે 40 બેઠકો સામે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. તે મોટાભાગનાં રાજ્યોમાં ત્રીજા, ચોથા કે પાંચમા ક્રમે રહી હતી અને તુઇપુઇ અને પલક સીટ પર જ બીજા નંબરે આવી શકી હતી.
ભાજપે ગઈ ચૂંટણીમાં 1 સીટ જીતી હતી, જ્યારે આ વખતે તેમણે 2 બેઠકો જીતી લીધી. આનો અર્થ એ થયો કે તેની "સ્વીકાર્યતા" વધી રહી છે. ભાજપે મિઝોરમમાં નાની પરંતુ નોંધપાત્ર પ્રગતિ નોંધાવી.
ખ્રિસ્તી બહુમતી ધરાવતા મિઝોરમ રાજ્યમાં વર્ષ 20218માં ભાજપના એકમાત્ર ધારાસભ્ય બુદ્ધ ધન ચકમા હતા, જેમણે તુઇચાવંગ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પાર્ટી આ વખતે એ સીટ હારી ગઈ પરંતુ તેના બદલે બે નવી સીટ જીતી લીધી. સાયહા સીટ પર કે. બેછુઆ જીત્યા અને પલક સીટ પર કે રાહમોન જીત્યા.
બુદ્ધ ધન એ ચકમા સમુદાયના નેતા છે, જે એક વંશીય લઘુમતી છે. તેઓ બૌદ્ધ ધર્મને અનુસરે છે અને તુઇચાવંગ બેઠક પર તેમનો ગઢ છે. આ વખતે ભાજપના વિજેતાઓ મારસ છે, જે પણ વંશીય લઘુમતી પણ છે. જો કે, તેઓ ખ્રિસ્તી છે. રાજ્યની ખ્રિસ્તી વસ્તી સુધી પહોંચવામાં અસમર્થ બનેલી પાર્ટી આને નોંધપાત્ર વિકાસ તરીકે જોઈ રહી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને મિઝોરમના પ્રભારી મમ્હોનલુમો કિકોને જણાવ્યું હતું કે - ગઈ વિધાનસભામાં અમારા એક ધારાસભ્ય હતા અને તે બૌદ્ધ હતા. આ વખતે, બંને વિજેતા ઉમેદવારો પણ લઘુમતી સમુદાયના છે પરંતુ તેઓ ખ્રિસ્તી છે. આ સંકેત આપે છે કે પાર્ટીની સ્વીકાર્યતા શરૂ થઈ ગઈ છે. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આમાં વધારો થશે.
તમને જણાવી દઈએ કે ભાજપ માટે મિઝોરમ ઉત્તર પૂર્વમાં અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ રાજ્ય રહ્યું છે. રાજ્યમાં તેનો નબળો ટ્રેક રેકોર્ડ છે અને અત્યંત ક્રિશ્ચિયન મિઝોસમાં "ખ્રિસ્તી વિરોધી" છબી છે. વળી, મણિપુર હિંસાના કારણે આમાં વધારો થયો. કુકી-ઝોમીઓ મિઝો ખ્રિસ્તીઓ જેવી જ વંશીયતા ધરાવે છે.












Click it and Unblock the Notifications
