કોંગ્રેસે બનાવ્યુ સ્કૅમ ઇન્ડિયા હું બનાવીશ સ્કિલ ઇન્ડિયાઃ મોદી

Google Oneindia Gujarati News

લખનઉ, 2 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર પ્રદેશના ખાલિલાબાદ ખાતે ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી. આ તકે તેમણે દેશમાં એનડીએની સરકાર બનશે એ વાતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે કોંગ્રેસ, સપા અને બસપા પર પ્રહાર કર્યા હતા. આ તકે તેમણે તેઓ કેવા પ્રકારનું ભારત બનાવવા માગે છે એ અંગે પણ વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે તેઓ સ્કિલ ઇન્ડિયા અને ડીજીટીલ ઇન્ડિયા બનાવવા માગે છે.

મોદીએ આ તકે કહ્યું કે, યુપીએની સરકાર જઇ રહી છે અને એનડીએની સરકારનો શિલાન્યાસ થઇ રહ્યો છે. જે લોકોએ મતદાન કર્યું છે તેમણે એનડીએની સરકારનો શિલાન્યાસ કરી દીધો છે, તમારે હવે જે મતદાન કરવાનું છેતે એક મજબૂત સરકાર રચવા માટે કરવાનું છે. જ્યારે હું ભ્રષ્ટાચાર, રોજગારી, મોંઘવારી, ખેડૂતોની સમસ્યા, સ્કીલ ડેવલોપમેન્ટ, મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર વાત કરું છું તો કોંગ્રેસ દ્વારા એક જ વાત કરવામાં આવે છે સેક્યુલારિઝમ વિશે.

હવે તમે નક્કી કરો કે તમારે તમારી જિંદગી તેમની ખરુશી માટે ખપાવી છે કે તમારી ખુશી માટે ખપાવી છે. તેઓ તેમની ખુરશી માટે લડી રહ્યા છે, હું તમારી ખુશી માટે લડી રહ્યો છે. આ લડાઇમાં ઘણો તફાવત છે. કોંગ્રેસ પાર્ટીએ એક પછી એક ભ્રષ્ટાચારના સ્કેમ કર્યા. તેમણે ભ્રષ્ટાચાર કરવામાં જમીન આકાશ અને પાતાળને પણ છોડ્યું નથી. તેમણે એટલા સ્કેમ કર્યા કે વિશ્વમાં ભારતની ઓળખ સ્કેમ ઇન્ડિયા તરીકે થઇ ગઇ છે.

કોંગ્રેસે દગો કર્યો છે

કોંગ્રેસે દગો કર્યો છે

જો આપણે યુવાનોને રોજગારી નહીં આપીએ તો આ દેશનું શું થશે. આજે યુવાન રોજીરોટી માટે તરસી રહ્યો છે, તેને કામ, નોકરી, તક જોઇએ છે, પરંતુ તેમને મળી રહી નથી. યુવાન નોકરી માટે તરસી રહ્યો છે, આ લોકોએ 60 વર્ષથી આ પાપ કર્યું છે. આ લોકોએ તમારી સાથે દગો કર્યો છે. તેમણે 2009માં ઘોષણાપત્ર કાઢ્યું હતું, જેમાં કહ્યું હતું કે, તેઓ પાંચ વર્ષમાં 10 કરોડ યુવાનોને નોકરી આપવામાં આવશે, પણ આપવામાં આવી નથી, તેઓ દગો કરી રહ્યાં છે.

સપા,બસપા, કોંગ્રેસ મુર્ખ બનાવે છે

સપા,બસપા, કોંગ્રેસ મુર્ખ બનાવે છે

સપા, બસપા, કોંગ્રેસ ત્રણેય ઉત્તર પ્રદેશની જનતાને મુર્ખ બનાવી રહ્યાં છે. આ એક જ થાળીમાં ખાનારા લોકો છે. લખનઉનું કઇ નથી કરતા અને દિલ્હીમાં જઇને કુસ્તી કરે છે. ટીવીમાં જે ડબલ્યુ ડબલ્યુ એફ આવે છે, તેવી કુશ્તી આ લોકો લડી રહ્યાં છે. સપા, બસપા, માતા-પુત્ર બધા એક જ વાત બોલી રહ્યાં છેકે મોદીને મારો. આ બધા મળેલા છે.

આ લોકો મોદીનો હલ શોધી રહ્યાં છે

આ લોકો મોદીનો હલ શોધી રહ્યાં છે

હુ દિવસ રાત યુવાનોના ભવિષ્ય, રોજગારી, ગુંડાગર્દી કેવી રીતે ઓછી થાય, ખેડૂતોની સમસ્યા, પાણીની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ અંગે વિચારું છું અને તેના નિરાકરણ શોધી રહ્યો છું અને આ લોકો દિવસ રાત મોદીનું નિરાકરણ કેવી રીતે લાવવું એ વિચારે છે. આપણે જો યુવાનોને રોજગારી આપવી હોય તો સ્કીલ ડેવલોપમેન્ટ અંગે વિચારવું પડશે, દરેક યુવાનને કંઇકને કંઇક આવડતું હોવું જોઇએ. જો તેને કંઇપણ આવડતું હશે તો તે ભૂખ્યો નહીં રહે.

મોદી સ્કિલ ઇન્ડિયા બનાવશે

મોદી સ્કિલ ઇન્ડિયા બનાવશે

મારુ એક સ્વપ્ન છેકે દેશના યુવાનોમાં હુન્નર કેવી રીતે લાવુ, તેઓ પાસે હુન્નર હોય તે માટે પ્રયાસો કરું છું અને એ માટે હું સ્કીલ ડેવલોપમેન્ટની વાત કરું છું, કોંગ્રેસે સ્કેમ ઇન્ડિયા બનાવ્યું જ્યારે મોદી સ્કિલ ઇન્ડિયા બનાવશે. કોંગ્રેસે ભાગલા પાડવાનું રાજકારણ કર્યું છે, અમારો ધ્યેય જોડો અને બધાનો વિકાસ કરો.

મોદીના રાજકારણનો હેતુ ડીજીટલ ઇન્ડિયા

મોદીના રાજકારણનો હેતુ ડીજીટલ ઇન્ડિયા

વિકાસ એકમાત્ર જ રસ્તો છે આગળ વધવા માટે, તેમના રાજકારણનો માર્ગ છે ડિવાઇડ ઇન્ડિયા, મોદીના રાજકારણનો હેતુ ડીજીટલ ઇન્ડિયા છે. અમેરિકા સાથે બાથ ભીડી શકીએ તેવું ભારત બનાવવું છે. ખેડૂતો પોતાના માટે નહીં પરંતુ ગરીબોનું પેટ ભરવા માટે મહેનત કરે છે, ખેડૂતો મહેનત કરીને અનાજ પેદા કરે છે, પરંતુ એ અનાજ સડે છે, સુપ્રીમ અનાજ ગરીબોમાં વેચવાનું કહે છે, પરંતુ માતા-પુત્રની સરકાર એ ગરીબોને આપતા નથી અને અનાજ સડી ગયા બાદ એ દારૂ બનાવનારાઓને આપી દે છે.

જય જવાન જય કિસાનના મંત્રને સાર્થક કરીશુ

જય જવાન જય કિસાનના મંત્રને સાર્થક કરીશુ

ભાજપે પોતાના ઘોષણાપત્રમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે. ખેડૂતોને મરવા નહીં દેવામાં આવે. ખેડૂતો જે ખેતી કરે છે, તેમાં જે ખર્ચો કરે છે, તેને જોડવામાં આવશે અને ત્યારબાદ જે સમર્થન મૂલ્ય આવશે તે નક્કી કરવામાં આવશે. હવે આ દેશમાં કોઇ ખેડૂતે આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે. શાસ્ત્રીજીના જય જવાન જય કિસાનના મંત્રને સાર્થક કરીને દર્શાવશું. તમે મને મજબૂત સરકાર આપો હું તમને મજબૂત ભારત આપીશ.

English summary
Narendra Modi to address Public Meeting in Khalilabad, Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X