ગેહલોતજી પાસે કોઇ સારી વાત છે તો હું શીખવા માગુ છું: મોદી

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં પક્ષ તરફથી જોરદાર ચૂંટણી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સવાઇ માધોપુર ખાતે એક ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે રાજસ્થાનને બિમારુ રાજ્યમાંથી વિકસિત રાજ્ય બનાવવા માટે ભાજપને વિજયી બનાવવા જણાવ્યું હતું. તેમજ તેમણે એમ પણ કહ્યું હતું કે દેશ ભલા માટે જો કોઇ સારી બાબત ગેહલોતજી પાસે હોય તો તેને હું શીખવા માગું છું.

આ તકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના ચરિત્રને ઓળખવાની જરૂર છે. આ પાર્ટી સ્વભાવથી સંસ્કારથી, આચારથી, વિચારથી વ્યવહારથી ડિવિશનલ મેન્ટાલિટીવાળી પાર્ટી છે. ડિવાઇડ એન્ડ રુલ તેમના ડીએનએમાં છે. તેઓ ક્યારેય જોડવાનો કાર્ય નથી બનાવતા, ભાષા નથી બોલતા, તોડવું એ જ તેમની ફિતરત છે. તેથી જ આજે દેશ બરબાદીની કગારે આવીને ઉભો છે.

કોંગ્રેસ પાર્ટીએ પહેલા દેશ તોડ્યો બાદમાં ઉત્તર દક્ષીણમાં ભેદ કર્યો, પૂર્વ અને પશ્ચિમમાં ભેદ કર્યો, હિન્દુ અને મુસલમાનમાં ભેદ કર્યો, જાતિ બિરાદરીને લડાવી. ગહેલોત સરકાર પ્રત્યે ગુસ્સો હોય અને તેમને હરાવી દઇએ એ સ્વભાવિક છે, પરંતુ વાત એટલે પૂરી થતી નથી. તેઓ વોટબેંકની રાજનીતિ કરી રહ્યાં છે. જ્યારે વોટબેંકની રાજનીતિની વાત કરી રહ્યો છું, ત્યારે કેટલાક લોકો એવું કહીં રહ્યાં છે કે, હું મુસ્લિમો અંગે વાત કરી રહ્યો છું, પરંતુ એવું નથી, આજે હું વોટબેંકની રાજનીતિ અંગે તમને સમજાવું છું. વોટબેંક રાજકારણી 26નો જોડ બનાવીને રાખે છે, તેમને 75 કે 74ની પરવા નથી હોતી, તેઓ વિચારે છે કે, આ બે સમાજોને જોડી દીધા તો મારું કામ ચાલી જશે. 60 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ આ જ પાપ કર્યું છે. નોકરીમાં, પ્રમોશન અને રોજગારી, દવાખાનું વિગેરેમાં એ 26 ટકાનું ધ્યાન રાખવામાં આવે છે.

લોકતંત્રમાં આવું નથી ચાલતું લોકતંત્ર માટે મુખ્ય છે સબકા સાથ સબકા વિકાસ. કોંગ્રેસ પાર્ટીએ એવું ઝેર ફેલાવ્યું છે કે, વોટબેંકની રાજનીતિએ ભારતમાં બરબાદીનું મંજર બનાવી નાંખ્યું છે. આ કોંગ્રેસ પાર્ટી શું કરે છે, પહેલા તમારી સાથે હાથ મિલાવે, તમને હાથ બતાવે, એક હાથ બતાવે છે અને બે હાથથી લૂંટે છે. પછી હાથ અજમાવે છે અને પછી હાથની સફાઇ શરૂ થઇ જાય છે. આ હાથની સફાઇ કરનારાઓને ઓળખવાની જરૂર છે.

સહેજાદાએ નિવેદન આપ્યું કે, ભાજપ ચોર છે. મને જણાવો કે આ લોકતંત્રની ભાષા છે. શાલિનતા, સંસ્કાર છે. પરંતુ આ દેશમાં તેમની કોઇ ચર્ચા નથી કરતું, સેહજાદા છે ને. મીડિયા વાળા પણ ડરે છે કે ક્યાંક લાયસન્સ કેન્સલ ના થઇ જાય. મીડિયાવાલાઓએ 15મી ઑગસ્ટના રોજ મારુ ભાષણ બતાવ્યું તો તેમને નોટિસ પર નોટિસ મોકલવામાં આવી રહી છે કે, મોદીનું ભાષણ કેમ દર્શાવ્યું.

આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો આજે ઘણો ઉપયોગ કરવામાં આવે છે. આજે દરેકના હાથમાં મોબાઇલ હોય છે અને તેના થકી તે સમાચારની આપલે કરી શકે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી સોશિયલ નેટવર્કિગ સાઇટ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.

લતા મંગેશકરે માત્ર પોતાની એક ઇચ્છા વ્યક્ત કરી કે મોદી દેશના વડાપ્રધાન બનવા જોઇએ, બસ લતાજીએ આટલું બોલ્યા ત્યાં તો કોંગ્રેસ પાર્ટી તેમની પાછળ પડી ગયા અને કહેવા લાગ્યા કે મોદીને વડાપ્રધાન બનાવવા માગતા લતાજી પાસેથી ભારત રત્ન પાછો લઇ લેવો જોઇએ.

ચૂંટણીમાં વાયદાઓ કરવામાં કોઇ જવાબદારી જેવું નથી. કોંગ્રેસે મધ્યપ્રદેશમાં એવો વાયદો કર્યો કે જો તેમની સરકાર બનશે તો 35 કિલો અનાજ મફતમાં આપશે, ત્યારે મે તેમને કહ્યું કે, જો તમે ઇમાનદારથી કંઇ કરવા માગતા હોવ તો જ્યાં તમારી સરકાર છે અને જ્યાં આચાર સંહિતા નથી ત્યાં આ કરીને બતાવો, પરંતુ તેઓ કંઇ નહીં કરે કારણ કે તેમને ખબર છે અહીં કઇ વળવાનું નથી. આજે મોંઘવારી આકાશે આંબી છે. દેશ મોંઘવારીથી પરેશાન છે, આ કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાનું વચન કર્યું હતું.

સહેજાદા કહીં રહ્યાં છે કે, ગરીબી જેવું કઇ નથી. ગરીબી તો માનસિક અવસ્થા હોય છે. જેમને ગરીબી જોઇ નથી, તે ગરીબી અંગે આવી વાત કેવી રીતે કરી શકે. પૂર આવે, બિમારી આવે, ગરમી પડે કે ઠંડી પડે ત્યારે મોત ગરીબનું થાય છે, પરંતુ દિલ્હીમાં બેસેલી સરકાર માટે ગરીબ માત્ર મનની અવસ્થા છે. આ દિલ્હીની સરકારે કહ્યું કે પાંચ લોકોના પરિવારની આવક 26 રૂપિયા દૈનિક છે તો તે ગરીબ નથી. જેમને જમીનની ખબર નથી, ગીરીબમાં ઉછેર્યા નથી, પાંચ સિતારા હોટલમાં રહેતા લોકોને ગરીબીનો મજાક ઉડાવવાનો અધિકાર નથી.

આ દેશમાં આંતકવાદ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. આતંકવાદ એટલો ભયાનક બની રહ્યો છે, પુત્ર રોજી રોટી કમાવવા માટે બહાર જાય ત્યારે તેમને એ વાતની ચિંતા રહે છે કે, તેમનો પુત્ર સાંજે પરત ઘરે ફરશે કે નહીં. આપણો પાડોસી દેશ પાકિસ્તાન આપણા સૈનિકોના સર કલમ કરીને લઇ જાય ત્યારે આપણા વિદેશમંત્રી પાકિસ્તાની વડા પ્રધાનને ભોજન કરાવે છે. ત્યારે શું તેમને ભોજન કરાવવુ એ આપણા પ્રોટોકોલમાં અને સૈનિકોના સર કલમ કરવા એ પાકિસ્તાનના પ્રોટોકોલમાં છે.

લોકોએ કોંગ્રેસમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. અહીં મોટી સંખ્યામાં વડીલો આવ્યા છે, જેમણે આઝાદી બાદ પોતાના સ્વપ્ન તૂટતા જોયા છે, ગરીબીમાં જીવન વિતાવ્યું છે, શું એ લોકો પણ તેમની આવનારી પેઢીના ભવિષ્યને ખતમ કરવા માગો છો કે, ભવિષ્ય ઉજ્વલ બનાવવા માગો છો. જે લોકો તમારા ભવિષ્ય સાથે ખેલ ખેલ્યા છે, તેમને ઉખેડીને ફેકી દેવાનો સમય આવી ગયો છે. મારે અહીં આવીને ગુજરાતના વિકાસની વાત કરવાની જરૂર નથી કારણ કે, ગુજરાતમાં જે રાજસ્થાની ભાઇઓ રહે છે તે અહીં આવીને ગુજરાતના વિકાસની વાતો કરે છે. તેથી રાજસ્થાનમાં ભાજપની સરકાર લાવો અને તેને બિમારુ રાજ્યમાંથી એક વિકસિત રાજ્ય બનાવો, હુ તમારી બાજુમાં છું.

ગેહલોતજી પાસે કોઇ સારી વાત છે તો હું શીખવા માગુ છું. આપણે દેશનું ભલુ કરવું છે, કોઇ પાસેથી શીખવા મળતું હોય તો શીખી લેવું જોઇએ પરંતુ આ કોંગ્રેસનો અહંકાર છે કે, ગેહલોતજી કહે છે કે તેમને ગુજરાત પાસેથી કંઇ જ શીખવું નથી. સુરજ અહીં પણ તપે છે અને ગુજરાતમાં પણ તપે છે, પરંતુ ગુજરાતે સૂર્યના તાપનો ઉપયોગ કર્યો, જ્યારે અહીં સુરજ દરરોજ આથમી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X