‘1857માં કમળ અને રોટી, 2014માં કમળ અને મોદી’
સંબલપુર, 14 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપન પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ઓડિશાના સંબલપુર ખાતે વિજય સંકલ્પ સમાદેશ રેલીને સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કોંગ્રેસ અને યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે મને આશિર્વાદ આપો જેથી હું અહીના લોકોના આસું દૂર કરી શકું. તેમણે વધુમાં કહ્યું કે, 1857માં કમળ અને રોટીની સ્વરાજ માટેની લડાઇ હતી જ્યારે 2014માં કમળ અને મોદીની લડાઇ સુરાજ માટેની છે.
આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વખતે ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી છે. હું એ તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું જેમણે લોકોને એકઠા કર્યા છે. અહી ગરમી છે, પરંતુ આટલી ગરમીમાં પણ હું અહી ઘણા લોકોને જોઇ રહ્યો છું. જે જણાવે છે કે કેવા પ્રકારનુ પરિણામ આવવાનું છે. હવામાં વેગ છે અને ચૂંટણી આવતા જ તે આંધીમાં બદલાતી જોવા મળશે મતદાન સુધીમાં તે સૂનામીમાં બદલાઇ જશે. આ એ લોકો નથી કે જે ભાજપને સરકાર તરીકે અને મોદીને પીએમ તરીકે ઇચ્છે છે પરંતુ આ એ લોકો છે જે એ લોકોને સબક શીખવવા માગે છે જેમણે દેશને બરબાદ કરવાનું કામ કર્યું છે. જો કોઇ ભૂલ કરે તો લોકો માફ કરી દે પરંતુ કોઇ બરબાદ કરવાનું કામ કરે તો લોકો ક્યારેય ભૂલતા નથી.
આ કોંગ્રેસવાળાઓને ખબર જ નહોતી કે આપણા દેશમાં આદિવાસીઓ હોય છે, તેમની સમસ્યા હોય છે. અટલ બિહારી વાજપાયી પ્રધાનમંત્રી બન્યા અને ત્યારબાદ આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યા, અલગ બજેટ આવ્યા. તેનું કારણ શું કોંગ્રેસને જો આદિવાસીઓની ચિંતા હોત તો બહુ પહેલા તેઓ આ કામને કરી શક્યા હોત. આખા ભારતમાં આદિવાસીઓને જમીનનો હક આપવાનો કામ ભાજપની સરકારે કર્યું છે.

2014માં સુરાજની લડાઇ કમળ અને મોદી
થોડાક દિવસ પહેલા અહીં એક દુર્ઘટના થઇ હતી, જેમાં 31 લોકો સ્વર્ગવાસી થયા હતા. આજે પણ નાવડીમાં આવવુ જવુ એ સુરક્ષાની દ્રષ્ટિએ આટલી ઉદાસિનતા જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરું છું. આ સંબલપુર એવું છે તેણે સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલા આઝાદીની લડાઇ લડી હતી. વિર સુરેન્દ્ર સાંઇ, જેમણે અંગ્રેજો સામે લડાઇ લડી. 1857માં કમળ અને રોટી પહોંચી ગઇ એનો અર્થ એ કે આઝાદી મળી ગઇ. 1857માં સ્વારાજની લડાઇ. 2014માં સુરાજની લડાઇ. 2014માં સુરાજની લડાઇ કમળ અને મોદી.

દેશને કુશાસન નહીં સુશાસન જોઇએ છે
આ કમળ એ સંદેશ લઇને આવ્યો છે, આ દેશને કુશાસન નહીં સુશાસન જોઇએ છે. માતા બહેનોને સન્માનનું જીવન મળવું જોઇએ. ખેડુતો મહેનત કરવા તૈયાર છે, સારા બીજ જોઇએ, ખેતીની નવી રીત જોઇએ, આપણો ખેડૂત પોતાનું કૌશલ્ય દર્શાવી શકે છે.

આ લોકોને ખેડૂતોની ચિંતા નથી
છત્તીસગઢમાં કૃષિ ક્ષેત્રમાં ક્રાન્તિ કરી છે, તો શુ ઓડિશામાં નથી આવી શકતી. પરંતુ એ માટે જનતા માટે કામ કરે તેવી સરકાર જોઇએ. આ લોકોને ચિંતા નથી. મધ્ય પ્રદેશમાં ઓલા પડવાના કારણે એવું કોઇ ગામ નથી જ્યાં ખેડૂતોને નુક્શાન ના થયું, શિવરાજ સિંહ ચૌહાણને અનશન પર બેસવું પડ્યું, પરંતુ દિલ્હી સરકારને તેની ચિંતા નથી. તેમને આ ખેડૂતો પોતાના નથી લાગતા કારણ કે તેમણે ભાજપની સરકાર બનાવી દીધી છે. સવાસો કરોડનો દેશ એક છે, સરકાર ગમે તેની હોય ત્યાંના નાગરીક સાથે ન્યાયિક વ્યવહાર કરવામાં આવવો જોઇએ.

આ બધા લોકો મોદીનો હલ શોધી રહ્યાં છે
આ લોકોને ખેડૂતોની ચિંતા ક્યાં છે. તેમને એક જ ચિંતા છે, મોદી આવી જશે તો, હું 24 કલાક દિવસ રાત દેશની સમસ્યાના હલ શોધુ છું અને આ બધા લોકો મોદીનો હલ શોધી રહ્યાં છે. રાજકારણ સિવાય તેમણે કંઇ કરવું નથી. હમણા દેશના વિદેશ મંત્રી લંડન ગયા હતા, તેમણે ભાષણ કર્યું, આ કયા દેશનું પ્રતિનિધત્વ કરે છે અને કેવી ભાષા બોલે છે. હિન્દુસ્તાન ગર્વ કરી શકે છે કારણ કે આપણે સૌથી મોટો લોકતંત્ર દેશ છીએ. એક દિવસમાં ચૂંટણીના પરિણામ આવી જાય છે.

કોંગ્રેસના નેતાએ લંડનમાં જઇને ચૂંટણી પંચની આલોચના કરી
અમેરિકાને પણ ચૂંટણી ગણતરીમાં અનેક દિવસો લાગી જાય છે. આ કમાલ ચૂંટણી પંચનો છે, તેનો ગૌરવ કરવો જોઇએ અને તેના બદલે તેને ગાળો આપો છો કે તે બોલવા દેતા નથી. આ ભારતના વિદેશ મંત્રીએ કોંગ્રેસના નેતાએ લંડનમાં જઇને ચૂંટણી પંચની આલોચના કરી છે કારણ કે તેઓને પરાજયનો અંદેશો આવી ગયો છે. અને તેથી તેઓ હારનો ઘડો કોના માથે ફોડવો તે શોધી રહ્યાં છે. તેમણે સુપ્રીમ કોર્ટ પર પણ હુમલો કરી દીધો. તમારી જવાબદારી છે કે હિન્દુસ્તાનની બે મહત્વની સંસ્થાને વિદેશમાં જઇને અપમાનિત કરી છે.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે ઇન્સ્ટિટ્યૂટ નિગ્લેટ કોંગ્રેસ
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ ઇન્સ્ટિટ્યૂટ નિગ્લેટ કોંગ્રેસ છે. તેથી આ જ તેમનો રોલ છે. દૂરુપ્યોગ કરવો અને બરબાદ કરવાનું કામ તેઓ કરે છે. આવનારી ચૂંટણી ભારતનું ભાગ્ય બનાવવાના છે, તેથી તમને આગ્રહ કરવા આવ્યો છું કે, વિરોધીઓ આપણને ગુમરાહ કરી ચૂક્યાં છીએ. દિલ્હીમાં મોદી માત્ર વડાપ્રધાન બને તેનાથી કામ ચાલવાનું નથી. દિલ્હીમાં નામ માત્ર નહીં કામ કરે તેવી સરકાર જોઇએ છે. દિલ્હીમાં પ્રગતિશીલ સરકાર જોઇએ છે. તેથી સૌથી વધુ કમળ દિલ્હી પહોંચાડવાના છે. જેટલા વધારે કમળ આવશે તેટલી સરકાર મજબૂત, સ્થિર બનશે.

દિલ્હીમાં આવો નમૂનો નથી જોઇતો
અહીના મુખ્યમંત્રી અંગે શું કહું જેને આટલું બહુમત મળ્યા પછી પણ તે કામ ના કરી શકતા હોય તો પછી દિલ્હીમાં આવો નમૂનો નથી જોઇતો, જે કામ ના કરી શકતા હોય. બધા પક્ષો દ્વારા ચૂંટણીની સભા કરવામાં આવે છે, તેમાં તેઓ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેઇમાની રોકો કહેવાના બદલે મોદી રોકો મોદી રોકોનું કામ કરી રહ્યાં છે. આપણે ભારત માટે, દેશનું ભાગ્ય બદલવા માટે મત આપવાના છે.
‘1857માં કમળ અને રોટી, 2014માં કમળ અને મોદી’
‘1857માં કમળ અને રોટી, 2014માં કમળ અને મોદી'

Click it and Unblock the Notifications