મોદીનો રાહુલ-સોનિયાને વળતો પ્રહાર : કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

Posted By:
Subscribe to Oneindia News

બૅંગલોર, 18 ફેબ્રુઆરી : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષ ઉપર પુનઃ હુમલો કર્યો. મોદીએ બે દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઉઠાડવામાં આવેલા મુદ્દાઓનો વીણી-વીણીને જવાબ આપ્યો હતો.

નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે અને તેમણે પહેલી રેલી નરેન્દ્ર મોદી દવાણગેરે જિલ્લાના ભરતા ગેલિસીમાં હતી. આ રેલીમાં મોદીએ રાહુલ-સોનિયા ઉપર વળતા પ્રહાર કર્યાં અને એક-એક મુદ્દા ઉપર તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમણે જણાવ્યું કે રાહુલ-સોનિયા સાઉથમાં તો આવે છે, પણ બાજુમાં જ આવેલ આંધ્ર પ્રદેશમાં જવાનો ટાઇમ નથી. આજે સીમાંધ્રના ભાઈઓ-બહેનો અને તેલંગાણાના ભાઈ-બહેનોને મલમની જરૂર છે. કોંગ્રેસ પક્ષે તેમને ઘા ઉપર ઘા આપ્યાં છે, પણ ઘા ઉપર મલમ લગાવવાનો સમય નથી. તેમને દિલ્હીમાં સત્તા અપાવી હતી આંધ્રના લોકોએ, પરંતુ આજે જ્યારે આંધ્રના લોકો મુશ્કેલીમાં છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ તેમના માટે બે શબ્દો સુદ્ધા બોલવા તૈયાર નથી. રાજકારણ આટલું નિષ્ઠુર ન હોઈ શકે. સીમાંધ્રના લોકોની જે લાગણીઓ છે, તેમની જે નાની-મોટી માંગણીઓ છે, તેલંગાણા અલગ પડ્યા બાદ જે મુશ્કેલીઓ પડવાની છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે કોંગ્રેસને મુશ્કેલીમાં મુકાયેલી પ્રજાની ચિંતા નથી, તેવી કોંગ્રેસની ચિંતા આપણે કરવી જોઇએ? આવી કોંગ્રેસને તો સજા આપવી જોઇએ.

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષ ઉપર પુનઃ હુમલો કર્યો. મોદીએ બે દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ઉઠાડવામાં આવેલા મુદ્દાઓનો વીણી-વીણીને જવાબ આપ્યો હતો.

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે અને તેમણે પહેલી રેલી નરેન્દ્ર મોદી દવાણગેરે જિલ્લાના ભરતા ગેલિસીમાં હતી. આ રેલીમાં મોદીએ રાહુલ-સોનિયા ઉપર વળતા પ્રહાર કર્યાં અને એક-એક મુદ્દા ઉપર તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમણે જણાવ્યું કે રાહુલ-સોનિયા સાઉથમાં તો આવે છે, પણ બાજુમાં જ આવેલ આંધ્ર પ્રદેશમાં જવાનો ટાઇમ નથી.

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

આજે સીમાંધ્રના ભાઈઓ-બહેનો અને તેલંગાણાના ભાઈ-બહેનોને મલમની જરૂર છે. કોંગ્રેસ પક્ષે તેમને ઘા ઉપર ઘા આપ્યાં છે, પણ ઘા ઉપર મલમ લગાવવાનો સમય નથી.

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવે કોંગ્રેસને નાની-મોટી સજાથી નહીં ચાલે. આખો પક્ષ એવા અહંકારમાં ડુબેલો છે કે તેઓ નાની-મોટી સજાથી ગભરાતાં નથી.

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

કોંગ્રેસ-ભ્રષ્ટાચાર જોડકાં બહેનો

નવયુવાનું ભાવિ બનાવવું હોય, આવતીકાલની ચિંતા કરવી હોય, તો એક જ મંત્ર લઈને ચાલવું પડશે અને તે છે કોંગ્રેસમુક્ત ભારત. એટલું જ નહીં, ક્યાંક ખૂણે-ખાચરે પણ જો કોંગ્રેસનો અંશ બચી ગયો, તો તેને વધતા વાર નથી લાગતી. આ એવી બીમારી છે કે જે ઝડપથી વધે છે અને દેશને બર્બાદ કરી દે છે. અને તેથી જો ભારતનુ ભાગ્ય બનાવવું હોય તો તેની શરુઆત કોંગ્રેસમુક્ત ભારતથી થશે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવે કોંગ્રેસને નાની-મોટી સજાથી નહીં ચાલે. આખો પક્ષ એવા અહંકારમાં ડુબેલો છે કે તેઓ નાની-મોટી સજાથી ગભરાતાં નથી. તેથી ભારતને બચાવવો હોય, નવયુવાનું ભાવિ બનાવવું હોય, આવતીકાલની ચિંતા કરવી હોય, તો એક જ મંત્ર લઈને ચાલવું પડશે અને તે છે કોંગ્રેસમુક્ત ભારત. એટલું જ નહીં, ક્યાંક ખૂણે-ખાચરે પણ જો કોંગ્રેસનો અંશ બચી ગયો, તો તેને વધતા વાર નથી લાગતી. આ એવી બીમારી છે કે જે ઝડપથી વધે છે અને દેશને બર્બાદ કરી દે છે. અને તેથી જો ભારતનુ ભાગ્ય બનાવવું હોય તો તેની શરુઆત કોંગ્રેસમુક્ત ભારતથી થશે.

કોંગ્રેસની પ્રજાને ગેરમાર્ગો દોરવાની તાકાત પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત કરતાં મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના લોકો પ્રજાની વચ્ચે ખોટું બોલવાનો દુઃસાહસ છે. તાજેતરમાં જ કોંગ્રેસ નેતાઓ કર્ણાટક આવ્યા હતાં અને કહ્યુ હતું કે કોંગ્રેસ પક્ષમાં કોઈ હાઈકમાંડ નથી હોતું. તેમણે પ્રશ્ન કર્યો કે આવું છે ખરું? હાઈકમાંડ તો શું, આખો પક્ષ એક જ પરિવારના કબ્જામાં છે. આખો દેશ જાણે છે, છતાંય તેઓ ખુલ્લેઆમ જુઠાણું ફેલાવે છે. સૌને ખબર છે કે કોંગ્રેસમાં લોકશાહીનું નામોનિશાન નથી. તેમના માટે લોકશાહીનો મર્યાદિત અર્થ છે અને તે છે ચૂંટણી વડે સત્તાસ્થાને પહોંચવો. બાકી કોઈ પણ રીતે કોંગ્રેસમાં લોકશાહી નથી.

તેમણે જણાવ્યું કે લોકશાહીના ચાર દુશ્મનો હોય છે. સૌથી મોટું દુશ્મન છે વંશવાદ, બીજુ દુશ્મન જાતિવાદ, ત્રીજુ દુશ્મન સમ્પ્રદાયવાદ અને ચોથું દુશ્મન છે અવસરવાદ. કોંગ્રેસ પક્ષમાં આ ચારે વસ્તુઓ મોજૂદ છે. જે પક્ષ પાસે મૂળભૂત રીતે લોકશાહી વિરોધી માનસિકતા હોય, તે ક્યારેય લોકશાહી આધારે પ્રજાનો અવાજ ન બની શકે. કોંગ્રેસ મુટ્ઠીભર લોકોના ઐશો-આરામની જગ્યા બની જાય છે અને કોંગ્રેસ તેવી જ બની ગઈ છે.

મોદીએ રાહુલ ગાંધી સામે નિશાન તાકતાં જણાવ્યું કે તેઓ કહે છે કે કોંગ્રેસ પક્ષ એક સોચ છે. જ્યારે મહાત્મા ગાંધી વખતે પણ કોંગ્રેસ પક્ષ એક વિચારસરણી હતો, પરંતુ જ્યારથી નકલી ગાંધીઓ આવ્યાં છે, ત્યારથી કોંગ્રેસ પક્ષ સોચમાં પડી ગઈ છે. શું બીજા લોકો પાસે સોચ નથી, વિચારસરણી નથી, અમે નિરર્થક લોકો છીએ? આવા આરોપો લગાવતાં પહેલા કોંગ્રેસે પોતાનામાં ઝાંકવું જોઇએ.

તેમણે કોંગ્રેસ પક્ષની સોચ ઉપર હુમલો કરતાં જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ કહે છે કે ભારત તેમના માટે મધમાખીનું છત્તું છે. કોંગ્રેસની સોચ મુજબ ભારત મધમાખીનું છત્તું છે, પણ અમારી સોચ છે કે ભારત અમારી માતા છે. કોંગ્રેસ ને ભાજપની સોચમાં ફરક એ છે કે કોંગ્રેસ ગરીબીને મનની અવસ્થા કહે છે, પણ ભાજપની સોચ છે કે ગરીબ અમારી માટે દરિદ્ર નારાયણ છે. કોંગ્રેસની સોચ છે કે જ્યાં સુધી ગરીબની વાત ન કરવામાં આવે, અમને મજા નથી પડતી, જ્યારે અમારી સોચ છે કે જ્યારે અમે ગરીબના દુઃખ-દર્દ સાંભળીએ, ત્યારે અમને ઊંઘ નથી આવતી. આ જ મોટો અને મૂળભૂત ફરક છે ભાજપ અને કોંગ્રેસની વિચારસરણીમાં.

મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદન ઉપર પર નિશાન તાકતા જણાવ્યું કે વડાપ્રધાન એમ કહે છે કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતાં, પણ અમારી વિચારસરણી છે કે પૈસા ખેતરમાં ઉગે છે. અમારી વિચારસરણી સમાજને જોડવાની, રાષ્ટ્રવાદની છે. ભાજપ વંશવાદ કે સમાજ તોડવામાં નથી માનતો. રાજકારણ બધુ નથી, અમારા મુજબ રાષ્ટ્રનીતિ જ બધુ છે. કોંગ્રેસ રાત-દિવસ સત્તા બચાવવાનું વિચારે છે, પણ ભાજપ દેશ બચાવવાની ફિકર કરે છે.

તેમણે જણાવ્યું કે દરેક ભારતીય કોંગ્રેસ અને તેમના નેતાઓની વાતોને સમજી ચુક્યો છે. દેશ હવે કોંગ્રેસમાંથી મુક્તિ માંગે છે. દેશ હવે વધુ બર્બાદ થવા તૈયાર નથી. હવે દેશ આપને વધુ સહન કરવા તૈયાર નથી.

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે કરેલા પ્રવચન સામે જણાવ્યું કે જો કોંગ્રેસ કે રાહુલ ગાંધીને મહિલાઓની આટલી જ ચિંતા હોય, તો તેમની સરકારે મોંઘવારી ઘટાડવી જોઇએ. કોંગ્રેસ પક્ષે લોકસભા ચૂંટણી 2009માં સો દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો કર્યો હતો, પરંતુ તે અત્યાર સુધી ઓછી થઈ નથી. મહિલાઓ વચ્ચે જનાર નેતાઓએ કમ સે કમ મોંઘવારી ઘટાડવાનો તો જવાબ આપવો જોઇએ. કમ સે કમ બાજપાઈજીના શાસનમાં જે મોંઘવારી હતી, એટલી હદે નીચી તો લાવી બતાવો. વારંવાર દિલ્હીમાં બળાત્કારો અને મહિલા અપરાધના બનાવો બને છે. કોંગ્રેસે દિલ્હીને રેપ કૅપિટલ બનાવી દીધી છે અને તેથી આખા વિશ્વમાં ભારતની બેઇજ્જતી થાય છે. કોંગ્રેસ પાસે માતા-બહેનોની સલામતી માટે કોઈ આયોજન નથી, ન કોઈ દમ છે કે નથી તેઓ કંઈ કરી શકતાં.

તેમણે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે જો તેમના સાહસમાં હોય, તો કર્ણાટક અને દેશના લોકોને જવાબ આપો કે એકલા રાજસ્થાનમાં કોંગ્રેસના કેટલા નેતાઓ જેલમાં છે અને એ પણ જણાવો કે કયા પાપે તેઓ જેલમાં છે. એટલુ જ નહીં, હરિયાણામાં કોંગ્રેસની સરકારના મંત્રી જેલમાં સડી રહ્યાં છે, તે કયા કારણે જેલમાં છે? તેમણે રાહુલના આરોપના જવાબમાં જણાવ્યું કે હવામાં વાતો કરી તેમણે લોકોને ગેરમાર્ગો દોરી છે. મહિલાઓ-બહેનોની સલામતી, સન્માન, મોંઘવારી ઘટે, ગરીબો-બાળકોને જમવાનું મળે, તે વિશે તેઓ વાત નથી કરતાં.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ સાઇઠ વર્ષોથી સત્તામાં છે. રાહુલના પિતા વડાપ્રધાન હતાં, ત્યારે આખા દેશમાં પંચાયત, નગર પાલિકાથી માંડી દરેક સંસ્થામાં કોંગ્રેસનું શાસન હતું. રાજીવ ગાંધીએ જણાવ્યુ હતું કે દિલ્હીમાંથી નિકળતો રુપિયો ગામડે પહોંચતા-પહોંચતા પંદર પૈસા થઈ જાય છે. હવે દેશ જાણવા માંગે છે કે એ કયો પંજો હતો કે જે રુપિયાને ઘસીને પંદર પૈસા કરી નાંખતો હતો? જો ભ્રષ્ટાચારનો કોઈ જનક હોય, તો તે કોંગ્રેસ પક્ષ છે. કોંગ્રેસની કૂખે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર પળે છે. કોંગ્રેસ ને ભ્રષ્ટાચાર જોડકા બહેનો છે. જ્યાં કોંગ્રેસ હશે, ત્યાં ભ્રષ્ટાચાર હશે અને જ્યાં ભ્રષ્ટાચાર હશે, ત્યાં કોંગ્રેસ હાજર હશે. કોંગ્રેસમુક્ત ભારત વગર ભ્રષ્ટાચારમુક્ત ભારત શક્ય નથી.

સંસદમાં બિલો મંજૂર ન થવા અંગેના રાહુલના નિવેદન અંગે મોદીએ જણાવ્યું - તેઓ ખોટું બોલે છે. દેશ સાક્ષી છે કે આજકાલ સંસદમાં શું થાય છે? સંસદમાં હોબાળો કોણ કરે છે? પોતે સરકારના મંત્રીઓ હોબાળો કરે છે? કોંગ્રેસના જ લોકો છે. આ કોંગ્રેસ અત્યાર સુધી દેશની આંખોમાં ધૂળ ઝોંકતી હતી, હવે મરચું પણ ઝોંકવાનું કામ પણ કરી રહી છે. આની શરુઆત સંસદમાંથી કરાઈ છે. કોંગ્રેસને આ બાબતે જરાય દર્દ નથી. લોકશાહીના મંદિરમાં આ પ્રકારે જનપ્રતિનિધિઓની આંખે મરચું ફેંકવામાં આવે અને કોંગ્રેસ રાજકારણમાં ડુબેલી રહે. આનાથી વધુ અસંવેદનશીલતા હોઈ જ ન શકે. તેને લોકશાહીની મર્યાદા અને પરમ્પરાઓમાં જરાય વિશ્વાસ નથી.

મોદીએ શેરડી અને કપાસ પકવતા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે કપાસની બાબતમાં એક સમય દાવણગિરી માન્ચેસ્ટર મનાતુ હતું. આજે તે પાયમાલ થઈ ગયું છે. કોણ છે જવાબદાર? એક બાજુ પામોલીન ઇમ્પૉર્ટ કરવું પડે છે, તો બીજી બાજુ કર્ણાટકમાં કોકોનટ અને કૉટન સીડનું ઑયલ મળી શકે છે. દેશને પામોલીન ઇમ્પૉર્ટ ન કરવું પડે, તેવી પરિસ્થિતિઓ સર્જી શકાય છે. એક બાજુ તેઓ એક્સપૉર્ટ વધારવાની વાત કરે છે, તો બીજી બાજુ ઇમ્પૉર્ટ ઘટાડવા માટેના કોઈ પગલા નથી લેતાં. જ્યારે ભારતનો કિસાન કોટન ઉગાડે છે અને એક્સપૉર્ટની વાત કરે છે, તો સરકાર તેની ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે. તેનાથી કિસાન બર્બાદ થઈ ગયો, પણ સરકારને તેમની દરકાર નથી.

તેમણે ગુજરાતમાં ફાઇવ એફ ફૉર્મ્યુલા અંગે જણાવ્યું કે જે કપાસ કિસાનો માટે ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફૅબ્રિક, ફૅબ્રિક ટુ ફૅશન અને ફૅશન ટુ ફૉરેન ફૉર્મ્યુલા અપનાવવામાં આવવી જોઇએ. ગુજરાતમાં આ ફૉર્મ્યુલા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે અને આનાથી કપાસ કિસાન સુખી થઈ શકે છે. સમસ્યાઓના ઉકેલ છે, પણ કોંગ્રેસને તેની ચિંતા નથી.

મુખ્યમંત્રીએ વણઝારા પરિવાર સાથે ગુજરાતના નાતાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આ કારણસર કર્ણાટકના લોકો સાથે પણ તેમનો નાતો છે. મકાઈનો ઉપયોગ શુગર પ્રોડક્શનમાં થઈ શકે છે. મૂલ્યવૃદ્ધિ, મૂલ્યવર્ધન જેવી બાબતોમાં જ્યાં સુધી શોધ ન કરાય, આયોજન ન કરાય, ત્યાં સુધી કિસાનોને બચાવી ન શકાય. કિસાનોને મૂલ્યવૃદ્ધિ, ટેકાના ભાવ ન મળે, તો તેની હાલત બગડી જાય છે. એક બાજુ કર્ણાટક વિધાનસભા સત્ર ચાલતુ હોય અને બીજી બાજુ કિસાન આત્મદાહ કરે છે. દિલ્હીથી આવનાર નેતાઓ પાસે એ બાબતે બોલવાનું કંઈ છે જ નહીં.

તેમણે નદીઓના જોડાણ અંગે જણાવ્યું કે બાજપાઈજીએ નદીઓના જોડાણનું સ્વપ્ન જોયુ હતું. અમદાવાદની સાબરમતી નદી અંગે તેમણે જણાવ્યું કે તે નદીઓના જોડાણનું જ પરિણામ છે. તેમાં સાબરમતીનું પાણી નથી, પણ નર્મદાનું પાણી છે. અમે સાબરમતી-નર્મદાને જોડી છે અને સાબરમતીની પુનર્જીવિત કરી છે. ગુજરાતમાં વીસ નદીઓને જોડવામાં આવી છે અને તેથી કૃષિ વિકાસની નવી ઉંચાઇઓ સર કરાઈ છે.

તેમણે જણાવ્યું કે કર્ણાટકની ભાજપ સરકારે કિસાન માટે અલગ બજેટ ફાળવ્યુ હતું. દેશમાં રેલવે માટે અલાયદુ બજેટ હોય છે, પણ કર્ણાટકમાં કિસાનો માટે આવી પહેલ ભાજપ સરકારે કરી હતી. ગામો, ગરીબો, કિસાનોની ચિંતા નહીં કરાય, ત્યાં સુધી દેશની આર્થિક પરિસ્થિતિ પાટે નહીં આવે. તેથી જેટલી તાકાત આ વર્ગને બખ્શવામાં આવશે, એટલો જ દેશનો વિકાસ થશે અને કિસાનોનુ ભલું થશે.

તેમણે જણાવ્યું કે હવે ચૂંટણીઓ નજીક આવી છે. કર્ણાટકે ફરી એક વાર દિલ્હીની સત્તાને પડકારવી જોઇએ. દિલ્હીમાંથી કોંગ્રેસને દૂર કરવા માટે કર્ણાટકની પ્રજાનો સાથ જોઇશે. તેમણે જણાવ્યું - કર્ણાટકે મને બહુ પ્રેમ આપ્યો છે, નવયુવાનોએ પ્રેમ આપ્યો છે અને હવે મારે કર્ણાટકમાંથી કમળ પણ જોઇએ. દરેક સીટમાંથી એક કમળ મોકપી આપો. હું તે કમળ પર લક્ષ્મીજીને વિરાજિત કરી કર્ણાટક મોકલીશ. જો એક વાર લક્ષ્મીજી આવી ગયાં, તો સુખ અને સમ્પત્તિ આવવા નિશ્ચિત છે.

<iframe width="600" height="338" src="//www.youtube.com/embed/aEsDg2HjjMU" frameborder="0" allowfullscreen></iframe>
English summary
Narendra Modi addressing "Bharatha Gellisi" Rally in Davangere, Karnataka.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.