મોદી થયા કોંગ્રેસ પર ગુસ્સે, કહ્યું 'તેઓ મોદીથી ડરે છે'

શિકાર, 14 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં દેશભમાં પોતાની 'ભારત વિજય રેલી' કરી રહ્યા છે. જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના શિકાર, લક્ષ્મણનગરથી રેલીને સંબોધીત કરી હતી. મોદીએ રેલીમાં મોડા પહોંચવા બદલ લોકોની માફી માગી હતી.

ભારતના ભાગ્ય વિધાતા આપ સૌને મારા પ્રણામ. મારે આવતા જરા મોડું થયું છે જેના માટે હું તમારી માફી માંગુ છું. આપે જે કલાકો સુધી તડકામાં તપશ્યા કરી છે તેને હું એળે નહીં જવા દવું. હાલમાં ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે એક મોટી સ્પર્ધા ચાલી રહી છે. લાગી રહ્યું છે કે બંને રાજ્યોની વચ્ચે જનૂન છે, અને એ એ છે કે કોણ સૌથી વધારે પ્રેમ વર્ષા કરે છે. આજે હું રાજસ્થાનની વીરભૂમિને નમન કરું છું અને ગઇ ચૂંટણીમાં આપે જે પ્રેમ આપ્યો છે તેના માટે હું તમારો આભાર માનું છું.

ભાઇઓ આ વીરોની ભૂમિ છે. જ્યારે અહીં બાળક પેદા થાય છે ત્યારે જ તેને ભારતમાતાની રક્ષા માટે સોંપી દેવાની સપથ લે છે. હું તે વીર માતાઓને નમન કરું છું અને હું પણ આ વીર માતાઓના આશિર્વાદ માંગું છું. માતા ભારત માતા માટે પોતાના બેટાને તૈયાર કરે છે તે અહીની ધરતી પરથી જોવા મળે છે. અને એક દિલ્હીમાં માતા છે જે બેટા માટે દેશને બલી ચડાવવામાં લાગી છે.

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશો અને વીડિયો...

રાહુલે કર્યું બાબા સાહેબનું અપમાન

રાહુલે કર્યું બાબા સાહેબનું અપમાન

ભાઇઓ બહેનો આજે બાબા સાહેબની જન્મજયંતિ છે. દેશના દલિતોને શોષિતોને અધિકાર, ન્યાય આપવાનું કામ બાબા સાહેબે કર્યું હતું. બાબા સાહેબે આપણને કાયદો આપ્યો, સંવિધાન આપ્યો, મત કરવાનો અધિકાર આપ્યો. પરંતુ શહેજાદા દિવસ રાત બાબા સાહેબનું અપમાન કરી રહ્યા છે, એવું કહી કહીને કે તેમણે આ કાયદો અમે આપ્યો, પેલો એક્ટ અમે લાવ્યા આનાથી મોટું બાબા સાહેબનું અપમાન જ ના હોઇ શકે.

કોંગ્રેસના સૂપડા સાફ થવાના છે

કોંગ્રેસના સૂપડા સાફ થવાના છે

આ પહેલી ચૂંટણી એવી છે કે જેમાં કોઇ દળ નથી લડી રહ્યું પરંતુ જનતા લડી રહી છે. અને ચૂંટણી પહેલા જ પરિણામ જાહેર થઇ ગયા છે. જેમ રાજસ્થાનમાં આપે કમળ ખીલવ્યુ હતું તેમ આખો દેશ કમળ ખીલવવામાં લાગ્યો છે. કોંગ્રેસનું સૂપડુ સાફ થઇ ગયું હવે તો સુધરો. હવે જનતા સડેલી ડૂંગળીને પણ સુંગવા નથી માગતી.

મને તમારા પ્રેમની અનુભૂતિ થાય છે

મને તમારા પ્રેમની અનુભૂતિ થાય છે

રોજેરોજ તેઓ કિચડ ઉછાળી રહ્યા છે, ગંધ ફેલાવી રહ્યા છે. અનાબશનાબ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ કહી દઉ કે જેટલું તમે કિચડ ઉછાળશો કમળ તેટલું જ વધારે ખીલશે. મિત્રો તમે નારા નહીં લગાવો તો પણ તમારા પ્રેમની અનુભૂતિ થયા કરે છે.

મોદી થયા ગુસ્સે

મોદી થયા ગુસ્સે

60 વર્ષોથી દેશમાં જે રાજનીતિ ચાલતી આવી છે તેનો અંત નહીં કરીએ તો દેશ ખતમ થઇ જશે. એને તે રાજનીતિ છે, ભાગલા પાડો અને રાજ કરો, હવે દેશને સદભાવાના, એકતા, શાંતિની રાજનીતિની જરૂર છે. જેમણે દેશને તોડ્યું, સમાજને લડાવ્યું, રાજ્ય રાજ્યને લડાવ્યું તે લોકો આજે આપણને આપણી સંસ્કૃતિ વિશે શીખવાડવા નીકળ્યા છો, તમે અમે સંસ્કૃતીના પાઠ ભણાવવા આવ્યા છો? આખા દેશને તોડી નાખ્યું, લૂંટી નાખ્યું અને હવે અમને ઉપદેશ આપો છો.

તેઓ હંમેશા સેક્યુલરિઝમની વાત કરે છે

તેઓ હંમેશા સેક્યુલરિઝમની વાત કરે છે

હું કહું છું કે યુવાનોને રોજગાર મળવો જોઇએ, તેઓ કહે છે સેક્યુલરિઝમનું શું? ભ્રષ્ટાચારથી મૂક્તિ મળવી જોઇએ તેઓ કહે છે સેક્યુલરિઝમનું શું? માતા બહેનો પરના અત્યાચાર બંધ થવા જોઇએ તેઓ કહે છે સેક્યુલરિઝમનું શું? દરેક વખતે સેક્યુરિઝમનો નકાબ પહેરીને દેશને ખૂબ જ લૂંટ્યો છે તેમણે હવે નહીં.

તેઓ મોદીથી ડરે છે

તેઓ મોદીથી ડરે છે

પહેલીવાર આવી ચૂંટણી છે કે સત્તામાં બેઠેલા પક્ષો ગઠજોડ કરવા લાગી છે. અને તેઓ માત્ર મોદીને રોકવા માટે આ ગબંધનની રાજનીતિ અપનાવી રહી છે. તેઓ મોદીના નામથી આટલા કેમ ડરે છે તમને ખબર છે. કારણ કે 16 મેના પરિણામ બાદ તેમને ખ્યાલ છે કે તેમનું સ્થાન ક્યાં હોવાનું છે.

'મર કિસાન, મન જવાન'

'મર કિસાન, મન જવાન'

અરે લાલ બહાદુર શાસ્ત્રી કહેતા હતા કે જય જવાન જય કિસાન, જ્યારે આ કોંગ્રેસની સરકારનું માનવું છે કે 'મર કિસાન, મન જવાન'. ખેડુતો આત્મ હત્યા કરે છે. સીમા પર આતંકવાદીઓ સૈનિકોના સર કલમ કરી ને લઇ જાય છે. અને આ સરકાર ચૂપચાપ બેસી રહી છે. યુદ્ધમાં જેટલા સૈનિકો માર્યા ગયા છે તેના કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા

ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા

દેશને બચાવવો હોય તો ખેડૂતને બચાવવો પડશે, ગામડાઓને બચાવવા પડશે, કૃષિને પ્રોત્સાહન આપવું પડશે. અમે મેનિફેસ્ટોમાં મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતને ખેતી કરવામાં પણ ખર્ચ આવે છે તેની પર 50 ટકા નફો લગાવીને મીનીમમ પ્રાઇઝ લાગુ કરવામાં આવશે, જેથી તેને આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે અને મજબૂરીમાં પણ જીવવું નહી પડે.

મારો કોઇ સગો નથી

મારો કોઇ સગો નથી

આ ચૂંટણીમાં કેટલાંક લોકો અનાબશનાબ જુઠ્ઠાણું બોલીને મારા નામનો ઉપયોગ કરે છે. મારો કોઇ સગો નથી, મારો એક જ સગો છે અને તે છે કમળ. ભારતીય જનતા પાર્ટીનો અધિકૃત ઉમેદવારને વોટ આપીને તમારે મારી મદદ કરવાની છે. અને દેશમાં ભાજપની મજબૂત સરકાર બનાવવાની છે.

કોંગ્રેસના સૂપડા સાફ થવાના છે

કોંગ્રેસના સૂપડા સાફ થવાના છે

આ પહેલી ચૂંટણી એવી છે કે જેમાં કોઇ દળ નથી લડી રહ્યું પરંતુ જનતા લડી રહી છે. અને ચૂંટણી પહેલા જ પરિણામ જાહેર થઇ ગયા છે. જેમ રાજસ્થાનમાં આપે કમળ ખીલવ્યુ હતું તેમ આખો દેશ કમળ ખીલવવામાં લાગ્યો છે. કોંગ્રેસનું સૂપડુ સાફ થઇ ગયું હવે તો સુધરો. હવે જનતા સડેલી ડૂંગળીને પણ સુંગવા નથી માગતી.

મોદી થયા કોંગ્રેસ પર ગુસ્સે, કહ્યું 'તેઓ મોદીથી ડરે છે'

મોદી થયા કોંગ્રેસ પર ગુસ્સે, કહ્યું 'તેઓ મોદીથી ડરે છે'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X