• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં મોદી માટે 'PM..PM..'ના નારા લાગ્યા

|
modi
નવીદિલ્હી, 27 ડિસેમ્બરઃ દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્થિર સરકાર આપવા બદલ અને ફરીથી ચૂંટાવા બદલ મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યાલય પર સ્વાગત દરમિયાન મોદીએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યાં હતા. નોંધનીય છે કે અત્યારસુધી એક પણ મુખ્યમંત્રીનું આ પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું નથી. અત્રે એ વાત પણ નોંધનીય છેકે, મોદી જ્યારે કાર્યાલય પહોંચ્યા ત્યારે મોદી પીએમ, મોદી પીએમના સૂત્રોચ્ચાર થઇ રહ્યાં હતા.

મોદીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી, ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારી, દિલ્હી પ્રદેશના ભાજપના તમામ પદાધિકારી અને દિલ્હીના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે, પાર્ટીના કાર્યાલય ગ્યારાહ અશોકા રોડ પણ તેમનું આટલા પ્રેમથી અને હુંફથી સ્વાગત અને સન્માન કરવામાં આવશે. આવું સ્વાગત અને સન્માન કરવા બદલ હું તમામનો આભાર માનું છું. મારા મનમાં આ ઘટના અંગે એક અદકેરું સ્થાન છે અને તેનુ એક કારણ પણ છે. મે મારા જીવનના 11 વર્ષ આ રોડ પર આ કાર્યાલયમાં વિતાવ્યા છે. નાની અમથી ઓરડીમાં રહીને પાર્ટીએ મને જે કામ અને દાયિત્વ સોંપ્યું તેને મે પૂર્ણ કરવાના તમામ બનતા પ્રયાસો કર્યા.

હું મારા અનુભવથી કહું છું કે, લોકતંત્રની તાકાત અને સંગઠનનું સામર્થ્ય છે કે એક વ્યક્તિ જે કાર્યાલયમાં બેસીને સમય વિતાવતો હતો, પડદા પાછળ રહીને કામ કરતો હતો તેને આજે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો છે અને એ જ પ્રકારે ભારતના લોકતંત્રનું સામર્થ્ય છે કે લોકતાંત્રિકની પ્રક્રિયા, વોટની તાકાતથી સામાન્ય વ્યક્તિને મોટી જવાબદારી આપે છે. ગુજરાતની જનતાએ મને ફરીથી ચૂંટીને મને આ દાયિત્વ આપ્યું છે.

હું મારા સાથીઓને હિસાબ આપવા માટે અહીં આવ્યો છું

હું તમારો સાથીદાર છું અને તમને હિસાબ આપવા આવ્યો છું. મારી પાસે આજે એ તક છે. હું ત્રીજી વખત સત્તા પર આવ્યો. આજે જ્યારે બે ત્રણ વર્ષ સુધી સરકાર ટકતી નથી ત્યાં ગુજરાતમાં 12 વર્ષ સુધી ભાજપને સત્તા આપીને મારી સરકારને પસંદ કરી છે તે ભાજપના કાર્યકર અને સરકારના કામનો પુરાવો આપે છે. 12 વર્ષના શાસનકાળ દરમિયાન મારી સરકારે જે કામ કર્યું અને પાર્ટીએ જે જવાબદારી સોંપી તેને પૂર્ણ કરવામાં જે પ્રયાસો કર્યા છે તેનાથી આજે દૂનિયામાં ભારતનું નામ રોશન થયું છે, દેશ અને દૂનિયામાં રહેતા અને ભારત માંને પ્રેમ કરનારાઓની છાતી પહોડી થઇ ગઇ છે અને તેમનું માથું ગર્વથી ઉંચુ થઇ ગયું છે.

એક કાર્યકર્તાના નાતે મને જે દાયિત્વ મળ્યું તેને મે પૂર્ણ કર્યું છે અને તેના કારણે આજે લાખો કાર્યકર્તાઓ આંખમાં આંખ મિલાવીને રહી શકે છે. એક સાથી તરીકે તમે મને જે જવાબદારી સોંપી તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ગુજરાતની જનતાએ તેના પર મહોર લગાવી છે. હું તમને એક વાત કરવા માંગુ છું કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી હતો. હું એ પણ માનું છું કે જનસમાન્યની અપેક્ષા અને આંકાક્ષા વધી છે તેને પૂર્ણ કરવા દરેક પળે જનસમર્પણ સાથે ચાલું રાખ્યું છે. મને ગર્વ છે કે ભાજપને સંતોષ થાય અને ગર્વ અનુભવે તે પ્રમાણે પરિપૂર્ણ થવા પ્રયાસો કર્યા છે.

તમામ ક્ષેત્રે ગુજરાતના શાસનની ચર્ચા થાય છે

આજે તમામ ક્ષેત્રે ગુજરાતના શાસનની ચર્ચા થાય છે. છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ પ્રદેશ અને પક્ષના પ્રમુખ લોકો સતત ગુજરાત આવતા રહ્યાં છે. સરકાર સાથે બેસીને અધ્યયન કર્યું છે. વિકાસની યોજનાઓનું અધ્યયન કર્યું છે. હું પણ મારા દિલ્હીના મિત્રોને નિમંત્રણ પાઠવું છે કે તેઓ ગુજરાત આવે અને સારો એવો સમય ત્યાં વિતાવે અને જાણે કે ગુજરાતે કયું વિકાસ મોડલ અપનાવ્યું છે, તેને જૂએ અને સમજે અને દિલ્હીમાં તેને અમલી બનાવે. હું આગ્રહ કરીશ કે અમારી કોઇ ક્ષતિ હોય કે અને આપવા યોગ્ય સૂચનો હોય તો અને આપો, જેથી અમે દેશની વધું સેવા કરી શકીએ. ગુજરાત માટે તમારા મનમાં જે યોગ્ય સુજાવ હશે, તેનો હું સ્વાગત કરીશ અને એ બાબતોને કેવી રીતે અમલમાં મુકી શકાય તે અંગે પ્રયત્નો કરીશ.

કેન્દ્ર પર પ્રહાર

આજે હું એનડીસીની બેઠકમાં આવ્યો હતો. દેશનું દુર્ભાગ્ય છે કે દેશમાં નિરાશાનો માહોલ બની રહ્યો છે. જ્યાં મે પ્રધાનમંત્રીને કઠોરતા સાથે કહ્યું કે દેશને આગળ વધારવા પરિક્ષણ, એક્શન પ્લાન નથી, જેના કારણે વિકાસ નીચે જતો રહ્યો છે. એક વર્ષ પહેલા દેશના પ્લાનિગં કમિશન અને નવ ટકાના વિકાસદર માટેનો સંક્લપ કરાયો હતો. પરંતુ તે પાર ના કરી શક્યા અને 7.9 પર અટકી ગયા. આ વખતે તેમણે નવ અંગે વિચારવાનું છોડી દીધું. આ વખતે 8..2 ટકા વિકાસ કરવાની વાત કરી. એટલે કે 0.3 આગળ વધારવા માટે આખો દેશ દિલ્હીમાં એકઠો થયો. આ શું હાલત છે. આજે 11 પ્લસથી ગુજરાત વિકાસદર કરે છે. કૃષિમાં ગુજરાત 10થી નીચે નથી અને તેઓ 3થી આગળ નથી વધતા.

દેશમાં કંઇક થાય છે તો કેટલાક રાજ્યોના પરિશ્રમથી થઇ રહ્યું છે. ઇંદિરા ગાધીની એક યોજના શરૂ કરવામાં આવી હતી. બધી સરકારનો કોન્ટેન્યુ ક્યો દર છ મહિને બહાર પાડવામાં આવતો હતો. જેમાં છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે ગુજરાતનો પ્રથમ નંબર આવે છે. પહેલા પાંચમાં કોંગ્રેસનું એક પણ રાજ્ય નથી અને યુપીએનું એક પણ રાજ્ય નથી. ભારત સરકારે કહ્યું કે, ભારત દર છ મહિનાનો રિપોર્ટ નહીં નિકાળે. કારણ કે તેમની બદનામી થતી હતી. સારું વિચારવું, આગળ વધારવું તે કરતા નથી. કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી.

English summary
historic victory in gujarat. now grand ceremony of narendra modi's victory in delhi bjp office.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more