'મોદી સરકારના આવતા જ મુસ્લિમો અને દલિતો પર અત્યાચાર વધ્યા'
મુંબઇ, 9 જૂન: એનસીપી સુપ્રીમો શરદ પવારે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હીમાં સત્તા પરિવર્તનની સાથે જ સાંપ્રદાયિક પ્રક્રિયાઓ શરૂ થઇ ગઇ છે. પવારે પુણેમાં હાલમાં જ થયેલી સોફ્ટવેર એન્જિનિયરની હત્યાને તેનો જ એક ભાગ ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર લઘુમતી અને દલિતો પર અત્યાચાર વધી ગયા છે.
સોફ્ટવેર એન્જિનિયરની હત્યાને લઇને કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પણ કંઇક એવું જ નિવેદન આપ્યું હતું. જેમણે જણાવ્યું હતું કે પોલીસ એ નજરીયાથી પણ તપાસ કરી રહી છે કે ક્યાંક કેન્દ્રમાં ભાજપની સરકાર આવવાથી હિંસા તો નથી થઇને?

સંજય રાઉતે જણાવ્યું કે 'આ પ્રકારે માત્ર વોટ બેંકની રાજનીતિ કરવી ખોટી છે. એક હત્યાને રાજનૈતિક રંગ આપવામાં આવી રહ્યો છે. તેનું પરિણામ એનસીપી સુપ્રીમોને ભોગવવું પડશે.'












Click it and Unblock the Notifications
