'પ્રધાનમંત્રી બનતા જ દાઉદને ફાંસી પર લટકાવી દેશે મોદી'

મુંબઇ, 18 ઑગસ્ટ : સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કરનારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાના પર લેતા પાર્ટીના મુખપત્ર 'સામના'માં કટાક્ષમાં જણાવ્યું કે તેમને આશા છે કે ભાજપા નેતા ઉચ્ચ પદ પર બિરાજમાન થશે તો માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પણ ભારત લઇ આવશે અને ફાંસી પર લટકાવી દેશે.

સંપાદકિયમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે 'જે મુદ્દા પર મોદીએ પ્રધાનમંત્રીની ટીકા કરી, તેનું તેમણે આવતી કાલે સમાધાન કરવું પડશે.' ઠાકરેએ પોતાના સંપાદકિયમાં જણાવ્યું છે કે, 'જો મોદી દિલ્હીમાં સરદાર પટેલની જેમ સત્તા મેળવશે તો એ તમામને જેલમાં નાખી દેશે જે દેશને લૂંટી રહ્યા છે.'

Shiv sena
તેઓ હાફિસ સઇદ, દાઉદ ઇબ્રાહિમ અને ટાઇગર મેમણને પાકિસ્તાનથી ખેંચી લાવશે અને તેમને ફાંસીના માચડા પર ચડાવી દેશે. તેમણે જણાવ્યું 'તેઓ માલવાહક વિમાનમાં સ્વિસ બેંકોમાંથી કાળુનાણું ભરીને તેને ભારતમાં પાછું લઇ આવશે. ગરીબ અને ખેડૂતો ખુશ થશે અને લોનમૂક્ત જીવન વ્યતીત કરશે.'

સાથે સાથે તેમણે જણાવ્યું કે 'જે રૂપિયો ડોલરની તુલનામાં આજે દિવસેને દિવસે ગગડતો જઇ રહ્યો છે, તેમાં એકદમ વિપરીત પરિસ્થિતિ જોવા મળશે. અમને આશા છે કે મોદીજી સત્તા પર આવશે તો પાકિસ્તાની સેના આપણી સરહદમાં ઘુસણખોરી કરશે નહીં, અને આપણા સૈનિકોની હત્યા પણ નહી કરે. સિંધુરક્ષક જેવી આપણી સબમરીનમાં આગ નહીં લાગે. તેમણે કટાક્ષમાં જણાવ્યું કે મોદી આ બધું કરી બતાવશે એમાં કોઇ શંકાને સ્થાન નથી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X