જે અમેઠી નથી સંભાળી શકતા એ દેશ કેવી રીતે સંભાળશેઃ મોદી
વિશ્રામપુર, 20 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના વિશ્રામપુરમાં રેલીઓને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. મોદીએ રાહુલ ગાંધીના વિષયમાં કહ્યું કે, જે વ્યક્તિ અમેઠી નથી સંભાળી શકતા તે દેશ કેવી રીતે સંભાળશે.

મોદીએ કહ્યું કે આ મામલા બાદ કેન્દ્ર સરકારે નિર્ભયા ફંડ જારી કર્યું હતું. મોદીએ આમ જનને સંબોધિત કરતા જણાવ્યું કે આ ફંડ 1000 કરોડ રૂપિયાનું હતું, પરંતુ આજ સુધી આ ફંડમાંથી એક રૂપિયો પણ મહિલાઓની સુરક્ષા માટે ખર્ચ કરવામાં આવ્યો નથી. મોદી બોલ્યા કે ફંડના પૈસા ખર્ચની વાત તો દૂર દિલ્હીની મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્ત પણ કરવામાં આવ્યો નથી.
કોંગ્રેસની નીતિઓની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસનું એક સૂત્ર છે, ‘હર હાથ લૂટ, હર બોલ જૂઠ' થઇ ગયું છે. છેલ્લા 10 વર્ષોમાં કોંગ્રેસે મહિલાઓનું સાંભળ્યું નથી. કોંગ્રેસ બેશરમ થઇ ગઇ છે, કારણ કે આ પાર્ટી નિર્ભયા ફંડને પણ ખાઇ ગઇ છે. તેવામાં એક મહિલા જ દેશની મહિલાઓની પીડા નથી સમજી શકતી તો દેશ કેવી રીતે ચાલશે?












Click it and Unblock the Notifications
