પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યોમાં આજે મોદી ગરજશે
ગુવાહાટી, 22 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ધીમે ધીમે દક્ષિણ અને પૂર્વ તરફ જમાવટ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી શનિવારે પૂર્વોત્તરની યાત્રા કરશે. ભાજપને સિલેચરમાં ચિત્ર બદલાવવાની આશા છે. પાર્ટીને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની રેલીમાં જોડાનાર ભીડ ફક્ત ભાષણ સાંભળનારી જનતા નથી પરંતુ પાર્ટી માટે નવી શરૂઆત કરનાર મતદારો હશે.
સિલચર સાથે જોડાયેલા મુસ્લિમ વર્ચસ્વવાળા ચાર ગામમાં નરેન્દ્ર મોદીને રેલીને લઇને ભારે ઉત્સાહ છે અને એવું માનવામાં આવે છે કે ઉત્તર પૂર્વમાં નરેન્દ્ર મોદીની વધતી જતી તાકાત સૌથી મોટું પ્રદર્શન હશે. રસપ્રદ વાત એ છે કે જ્યાં નરેન્દ્ર મોદીની રેલી યોજાનારી છે તે જમીન અદાન મિયાં વક્ફ સ્ટેટની સંપત્તિ છે. વક્ફ સ્ટેટના કાર્યકારી નિર્દેશક ગ્યાસુદ્દીન બરભુઇયાને બોર્ડના 20 બીજા સભ્યોએ આ જમીન ઉપલબ્ધ કરાવવા માટે જરાપણ ખચકાયા વિના સહમતિ આપી દિધી હતી.
ઉત્તર પૂર્વમાં નરેન્દ્ર મોદીની રેલી છે. સિલચરમાં જ્યાં કોંગ્રેસનો જનાધાર છે અને પાર્ટી ધર્મનિરપેક્ષતાની શરણાઇ વગાડે છે, તો બીજી તરફ નરેન્દ્ર મોદી પોતાની બદલેલી છબિનો શંખનાદ કરશે. રાજ્યની પાર્ટી એકમ ગર્વ છે કે મુસલામાનોને નરેન્દ્ર મોદી પાસે ઘણી આશા છે. હવે જોવાનું એ છે કે નરેન્દ્ર મોદી અને ભાજપને જોવાનું છે કે સિલચરની આ રેલીથી કેટલો ફાયદો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં નરેન્દ્ર મોદી આ પહેલાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી ચૂક્યા છે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી સૌથી પહેલાં અરૂણાચલ પ્રદેશમાં પૂર્વી સિયાંગ જિલ્લા મુખ્યાલય પાસીઘાટ પહોંચશે. અહી શનિવારે સવારે 11.00 વાગ્યાની આસપાસ ભાષણ કરશે.
ત્યારબાદ નરેન્દ્ર મોદી અસમના સિલચરમાં રેલી કરશે. ત્રિપુરાની રાજધાની અગરતલામાં સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીની ત્રીજી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં લગભગ એક લાખ લોકો આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
