મોદીની ‘ચાણક્ય-ચાલ’ હિટ, ઊંઘતી ઝડપાઈ કોંગ્રેસ!

મુંબઈ, 24 એપ્રિલ : ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે વારાણસી બેઠક માટે ઉમેદવારી પત્ર ભરી દીધું. વારાણસીમાં છેલ્લા તબક્કામાં 12મી મેના રોજ મતદાન થવાનું છે. આ તબક્કા માટેના ઉમેદવારી પત્રો ભરવાનું કામ ગત 17મી એપ્રિલથી જ શરૂ થઈ ચુક્યું હતું અને અનેક ઉમેદવારોએ ગઈકાલ સુધી નૉમિનેશન ફાઇલ પણ કરી દીધું હતું, પરંતુ નરેન્દ્ર મોદીએ છેક 24 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો નિર્ણય કર્યો કે જે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. આ મુદ્દામાં મહત્વની બાબત એ નથી કે મોદીએ છેક છેલ્લા દિવસે વારાણસી માટે ઉમેદવારી પત્ર ભર્યું. અહીં મહત્વની બાબત એ હતી કે મોદીએ ઉમેદવારી પત્ર ભરવા માટે 24 તારીખની પસંદગી કરી અને આજે જ્યારે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે લોકોને સમજાઈ પણ ગયું હશે કે તેમણે આ તારીખની જ પસંદગી કેમ કરી હતી.

નરેન્દ્ર મોદી રાજકારણના ચાણક્ય ગણાય છે અને એટલે જ તો તેઓ સામાન્ય સંઘ સ્વયંસેવક અને ભાજપ કાર્યકરમાંથી મુખ્યમંત્રીના હોદ્દા સુધી પહોંચ્યા અને આજે ભાવિ વડાપ્રધાન તરીકે જોવાય છે. ચોવીસની ચૉઇસ પાછળ પણ નરેન્દ્ર મોદીની ચાણક્ય નીતિએ જ કામ કર્યું. નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે 20મી એપ્રિલ રવિવાર રજાનો દિવસ પણ પસંદ કરી શક્યાં હોત કે જેથી વધુમાં વધુ લોકો તેમના કાફલામાં જોડાઈ શક્યા હોત, પરંતુ મોદીએ ચોવીસની જ પસંદગી કરતા મનમાં પ્રશ્ન ઊભો થયો અને આજે જે રીતે તેઓ દેશ ભરમાં છવાયેલા રહ્યાં, તે જોતા મહદઅંશે સમજાઈ પણ ગયું કે તેમની ચાણક્ય ચાલ હિટ સાબિત થઈ છે.

આજે 24 એપ્રિલનો દિવસ લોકસભા ચૂંટણી 2014 માટે મહત્વનો દિવસ હતો. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં છ તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે કે જેમાં પહેલા તબક્કામાં 6, બીજામાં 7, ત્રીજામાં 86, ચોથામાં 6 અને પાંચમા તબક્કામાં 6 બેઠકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ 122 બેઠકો માટે મતદાન છઠ્ઠા તબક્કામાં ગત 17મી એપ્રિલ ગુરુવારના રોજ થયું અને હવે આજે સાતમો તબક્કો હતો, તે છઠ્ઠા બાદ બીજો સૌથી મહત્વનો તબક્કો હતો કે જેમાં 117 બેઠકો માટે મતદાન હતું અને એટલે જ મોદીએ 24 એપ્રિલની પસંદગી કરી. મોદી જાણતા હતાં કે તેમનું નૉમિનેશન એક મોટું રાજકીય ઇવેંટ બનશે અને મીડિયામાં ચારેબાજુ તેઓ જ છવાયેલા રહેશે કે જેથી દેશની જે મહત્વની 117 બેઠકો ઉપર મતદાન થવાનું છે, ત્યાં પણ તેની સીધી અસર થશે.

બીજી બાજુ આ સમગ્ર બાબતમાં કોંગ્રેસ ઊંઘતી ઝડપાઈ છે. કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને તેની ફરિયાદ ઉપરથી પેલી કહેવાત યાદ આવી જાય છે કે અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત... નરેન્દ્ર મોદીની નજર દેશની 117 બેઠકો પર હતી અને એટલે જ તેમણે આઠ દિવસ અગાઉ જ 24મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાની જાહેરાત કરી દીધી હતી, તો બીજી બાજુ કોંગ્રેસને મોદીની નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખ્યાલ આવ્યો કે મોદીની નૉમિનેશન પ્રક્રિયા જે રીતે મીડિયામાં છવાઈ છે, તેનાથી 117 બેઠકો ઉપરના મતદાન ઉપર અસર થશે અને એટલે કોંગ્રેસે મોદીના નામાંકન કાર્યક્રમ અને રોડ શોના મીડિયામાં પ્રસારણ સામે વાંધો ઉપાડતા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ કોંગ્રેસ મોડી પડી છે.

કોંગ્રેસ દરેક બાબતમાં નરેન્દ્ર મોદીની ચાણક્ય ચાલ સામે માત ખાતી રહી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ મોદી સામે સતત બિનઅસરકારક પુરવાર થતી આવી છે અને તેવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ પણ કોંગ્રેસ મોદીની ચાણક્ય-નીતિ સામે ટકી નથી શકી રહી. કોંગ્રેસ પાર્ટી મોદીની આ ચાણક્ય ચાલને સમજવામાં થાપ ખાઈ ગઈ. કોંગ્રેસને જો ચોવીસ કલાક પહેલા પણ સમજાયું હોત, તો કદાચ ચૂંટણી પંચ કંઈ કરી શક્યુ હોત, પરંતુ હવે જ્યારે મોદીનું નૉમિનેશનનું લાઇવ કવરેજ આખા દેશમાં પ્રસારિત થઈ ચુક્યું હતું, ત્યારે કોંગ્રેસની આંખ ખુલી. હવે જે થવાનું હતું, તે તો થઈ ચુક્યું હતું. હવે ઇલેક્શન કમીશન કરી-કરીને પણ શું કરી શકે. મોદીએ જે કરવાનું હતું, તેઓ કરી ગયાં.

મીડિયામાં મોદી જ મોદી

મીડિયામાં મોદી જ મોદી

નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય અને સૌથી ચર્ચિત રાજકારણી છે અને તેમની નાનામાં નાની હરકતની પણ મીડિયામાં અને તેમના ટેકેદારો તેમજ વિરોધીઓ દ્વારા નોંધ લેવાતી હોય છે. જોકે ગત ડિસેમ્બર-2013માં અચાનક આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ઉપસી આવતાં મોદીની ચર્ચાઓ થોડીક થંભી ગઈ હતી, પરંતુ ફરીથી મોદી છવાઈ ગયાં છે.

મોદીની ચાણક્ય નીતિ

મોદીની ચાણક્ય નીતિ

નરેન્દ્ર મોદીએ 24મી એપ્રિલના રોજ વારાણસી ખાતેથી ઉમેદવારી પત્ર ભરવાનો નિર્ણય કર્યો. તેઓ જાણતા હતાં કે જો તેમની નાનામાં નાની હરકતની નોંધ લેવાતી હોય, તો ઉમેદવારી પત્ર ભરવા જેવા મોટા શિડ્યુઅલને મીડિયા અવગણી નહીં શકે. મીડિયાએ વડોદરામાંથી જ્યારે મોદીએ ઉમેદવારી પત્ર ભર્યો, ત્યારે પણ લાઇવ કવરેજ દર્શાવી હતી અને દિવસ ભર તેની ઉપર ચર્ચાઓ ચાલી હતી.

જે ધાર્યું, તે થયું

જે ધાર્યું, તે થયું

હકીકતમાં 24મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાના નિર્ણયમાં મોદીએ મોટી ચાણક્ય-ચાલ ચાલી. ચોવીસની ચૉઇસ પાછળ સૌથી મુખ્ય કારણ એ હતું કે 24મીએ દેશની 117 મહત્વની બેઠકો ઉપર મતદાન થતુ હતું અને તેમની ઇવેંટને લાઇવ કવરેજ મળતા તેની સીધી અસર મતદાન ઉપર થાય. બન્યું પણ એવું જ. મોદીની નૉમિનેશન પ્રક્રિયા દેશના તમામ મીડિયામાં લાઇવ કવરેજ તરીકે દર્શાવાઈ.

ભાજપ માટે મહત્વની બેઠકો

ભાજપ માટે મહત્વની બેઠકો

ચોવીસમી એપ્રિલે જ્યારે મોદી નામાંકન પત્ર ભરતા હતાં અને આખુ મીડિયા લાઇવ બતાવતુ હતું, ત્યારે બિહારમાં 7, છત્તીસગઢમાં 7, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 10, મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 5 અને ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો મતદાન થઈ રહ્યુ હતું. આમ આ 50 બેઠકો ઉપર મોદીના ઉમેદવારી પત્ર ભરવાની સીધી અસર ચોક્કસ થઈ હશે.

યૂપીમાં મોટો પ્રભાવ

યૂપીમાં મોટો પ્રભાવ

રેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તા હાસલ કરવા માટે મુખ્ય આધાર ઉત્તર પ્રદેશ ઉપર રાખ્યો છે અને 24મી એપ્રિલના રોજ ત્યાં 10 બેઠકો ઉપર મતદાન થતુ હતું. આમ 24મીએ મોદીનું ઉત્તર પ્રદેશમાં હોવું પણ ત્યાંની 10 બેઠકો ઉપર મતદાન ઉપર ભાજપ તરફી અસર જરૂર કરશે.

દૂર-દૂર સુધી મોદી જ મોદી

દૂર-દૂર સુધી મોદી જ મોદી

ઉપરાંત 24મી એપ્રિલના રોજ એવા રાજ્યોમાં પણ મતદાન હતું કે જ્યાં મોદીની લહેર તો નથી, પરંતુ ત્યાંના લોકોની પણ દેશના વડાપ્રધાન તરીકે મોદી જ પહેલી પસંદગી છે. તેવા રાજ્યોમાં આસામમાં 6, જમ્મૂ-કાશ્મીરમાં 1, પુડ્ડુચેરીમાં 1, તામિળનાડુમાં 39 તથા પશ્ચિમ બંગાળમાં 5 બેઠકો માટે મતદાન થવાનું છે. 24મીએ મોદી મીડિયામાં છવાયેલા રહ્યાં અને તેની સીધી અસર આ રાજ્યોમાં પણ પડી જ હશે કે જેથી ત્યાં ભાજપના મતોમાં વધારો થઈ શકશે.

થાપ ખાઈ ગઈ કોંગ્રેસ

થાપ ખાઈ ગઈ કોંગ્રેસ

કોંગ્રેસ દરેક બાબતમાં નરેન્દ્ર મોદીની ચાણક્ય ચાલ સામે માત ખાતી રહી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ મોદી સામે સતત બિનઅસરકારક પુરવાર થતી આવી છે અને તેવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ પણ કોંગ્રેસ મોદીની ચાણક્ય-નીતિ સામે ટકી નથી શકી રહી. કોંગ્રેસ પાર્ટી મોદીની આ ચાણક્ય ચાલને સમજવામાં થાપ ખાઈ ગઈ. કોંગ્રેસને જો ચોવીસ કલાક પહેલા પણ સમજાયું હોત, તો કદાચ ચૂંટણી પંચ કંઈ કરી શક્યુ હોત, પરંતુ હવે જ્યારે મોદીનું નૉમિનેશનનું લાઇવ કવરેજ આખા દેશમાં પ્રસારિત થઈ ચુક્યું હતું, ત્યારે કોંગ્રેસની આંખ ખુલી. હવે જે થવાનું હતું, તે તો થઈ ચુક્યું હતું. હવે ઇલેક્શન કમીશન કરી-કરીને પણ શું કરી શકે. મોદીએ જે કરવાનું હતું, તેઓ કરી ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X