હિમાચલમાં બોલ્યા મોદી – ' મે હિમાચલ આવવામાં મોડુ કરી દીધુ '

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશ સ્થિત મંડીમાં એકસાથે ત્રણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ. આ દરમિયાન એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે તેમણે હિમાચલ આવવામાં મોડુ કરી દીધુ. તમને જણાવી દઇએ કે પીએમ બન્યા બાદ મોદી પહેલી વાર હિમાચલ પહોંચ્યા છે. આવતા વર્ષે અહીં વિધાનસભા ચૂંટણી છે. હાલમાં અહીં કોંગ્રેસની સરકાર છે.

himachal 1

આજે નાના કાશીમાં મસ્તક ઝૂકાવવાનો અવસર

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે આ લોકસભા સાંસદને આજે નાના કાશીમાં મસ્તક ઝૂકાવવાનો અવસર મળ્યો છે. હું વિચારી રહ્યો હતો કે મે અહીં આવવામાં આટલો સમય લીધો એટલે તમે નારાજ હશો. મોદીએ કહ્યું કે હિમાચલ પ્રદેશ દેવભૂમિ પણ છે અને વીરભૂમિ પણ છે. અહીંના દરેક ઘરમાં એક સૈનિક છે. હિમાચલમાં લોકોના દિલ હિમાલય જેવા મોટા છે.

himachal 2

સર્જીકલ સ્ટ્રાઇક પર બોલ્યા પીએમ

સર્જીકલ સ્ટ્રાઇક પર પીએમે કહ્યુ કે આજે સેનાના પરાક્રમની ચર્ચા થઇ રહી છે. જે ભારત માતાએ કર્યુ તે ઇઝરાયેલ કરતો હતો. મને મારી સેના પર ગર્વ છે, દેશના દરેક જવાનને સલામ.

તેમણે કહ્યુ કે સેનાને શત શત નમન

સેનામાં વન રેંક પેંશન (ઓઆરઓપી) અંગે મોદીએ કહ્યુ કે આ યોજના 40 વર્ષોથી લટકેલી હતી અને તેને અમારી સરકારે પૂરી કરી. માત્ર સૈનિક જ નહિ તેમના પરિવારના લોકો પણ મને આશીર્વાદ આપશે.

himachal 3

હું સૈનિકો માટે વધુ કામ કરવા માંગુ છુ 

મોદીએ કહ્યુ કે અને આ માટે જ હુ તેમના માટે વધુ કામ કરવા માંગુ છુ. પોતાના સૈનિકો માટે વધુ કામ કરવા માંગુ છુ. તેમણે કહ્યુ કે જ્યારે મે ઑફિસ સંભાળી તો મે જોયુ કે ઘણા બધા પ્રોજેક્ટસ અટકેલા પડ્યા છે. જેને બહુ પહેલા પૂરા થઇ જવા જોઇતા હતા પણ તેવુ થયુ નહોતુ. મોદીએ જણાવ્યુ કે 3 દાયકાથી 34 કરોડ રુપિયાથી વધુના પ્રોજેક્ટસ અટકેલા હતા જેની કિંમત આજે 2000 કરોડથી વધુ છે. જો પ્રોજેક્ટસ સમયસર પૂરા થયા હોત તો તેનાથી થનાર ફાયદાનો તમે અંદાજ લગાવી શકો છો.

himachal 4

પાણીવાળા સીએમ

પીએમે કહ્યુ કે શાંતા કુમાર ' પાણીવાળા સીએમ ' તરીકે યાદ કરાય છે અને ધૂમલ ' ગ્રામીણ સડકવાળા સીએમ ' તરીકે યાદ કરાય છે. હિમાચલમાં ભાજપના મુખ્યમંત્રીઓએ પોતાને જનતાની ભલાઇ માટે સમર્પિત કરી દીધા. મોદીએ કહ્યુ કે અમે શૌચાલય, હાઇડ્રો પ્રોજેક્ટ્સ, ગ્રામીણ સડકો અને રેલવેની કનેક્ટીવિટીની વાત કરીએ છીએ. અમે પાવર પ્રોજેક્ટ્સ અને ઉર્જા સંરક્ષણની વાત કરીએ છીએ.

himachal 5

આજે દિલ્હીમાં એવી સરકાર બેઠી છે...


મોદીએ કહ્યુ કે આજે દિલ્હીમાં એવી સરકાર બેઠી છે જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ કરે છે. મોદીએ જણાવ્યું કે એલઇડી બલ્બના ઉપયોગથી રોજ એક કરોડ રુપિયાની બચત થઇ રહી છે. તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ખેતી પ્રાકૃતિક આપત્તિઓથી ઘેરાયેલી હોય છે. મોદીએ કહ્યું કે પહેલી વાર આઝાદ હિંદુસ્તાનમાં અમે એવી પ્રધાનમંત્રી કૃષિ પાક વીમા યોજના લાગૂ કરી છે જેમાં ખેડૂત 1 વર્ષ સુધી આરામથી કામ કરી શકે છે. હિમાચલ સરકાર પર આરોપ લગાવતા મોદીએ કહ્યું કે અહીં વીમા યોજના વેગ નથી પકડી રહી. તેમણે સરકારને અપીલ કરી કે આ યોજનાનો લાભ જનતા સુધી પહોંચાડવામાં આવે.

English summary
Modi dedicates 3 hydroprojects to nation in Himachal
Please Wait while comments are loading...