નરેન્દ્ર મોદીએ લાલુને કર્યો ફોન, પૂછ્યા હાલચાલ

મળતા અહેવાલો અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલુ પ્રસાદ યાદવને ફોન કર્યો હતો અને અકસ્માત બાદ તેમના સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી હતી. મોદી દ્વારા લાલુ પ્રસાદ યાદવને ફોન કરવાના સમચાર મળતાની સાથે જ એવી અટકળો લગાવવામાં આવી છે કે, શું આ મોદીનું કોઇ રાજકિય પગલું છે કે પછી તેમનો રાજકિય શિષ્ટાચાર. કારણ કે આ પહેલા પણ જ્યારે સોનિયા ગાંધીએ સારવાર લીધી હતી ત્યારે પણ મોદીએ ટ્વિટર થકી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, આરજેડી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ એક અકસ્માતનો ભોગ બન્યા છે. રાઘોપુર દિયારામાં અગ્નિકાંડમાં સળગી ઉઠેલા એક હજાર ઘરોના પીડિત પરિવારોને મળવા જઇ રહેલા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને ઇજા પહોંચી છે. તેમના માથામાં ઇજા પહોંચી છે.રાઘોપુર દિયારા જતી વખતે કચ્ચી દરગાહ પીપા પુલ નજીક અચાનક તેમની ગાડીનો કાચ તૂટી ગયો હતો. કારનો કાચ તૂટવાથી તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા, જ્યાં તેમના માથામાં ટાંકા લગાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
