For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM પદ માટે નરેન્દ્ર મોદી સર્વાધિક સ્વીકાર્ય: કલ્યાણ સિંહ

|
Google Oneindia Gujarati News

narendra modi
એટા(યુપી), 21 એપ્રિલ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા કલ્યાણસિંહે આજે જણાવ્યું કે ભાજપામાં અનેક નેતા પ્રધાનમંત્રી પદ માટે યોગ્ય છે પરંતુ નરેન્દ્ર મોદીની સ્વીકાર્યતા સૌથી વધારે છે.

સિંહે અત્રે પત્રકારોને જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના લોકપ્રિય નેતા અને જનતાની અવાજ છે. ભાજપામાં અનેક યોગ્ય અને અનુભવી નેતા પ્રધામંત્રી પદ માટે લાયલ છે પરંતુ મોદીની સ્વીકાર્યતા સૌથી વધારે છે.

તેમણે જણાવ્યું કે 'જોકે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની પસંદગી તો ભાજપાની સંસદીય સમિતિ કરશે પરંતુ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તેઓ પણ જનભાવનાઓનો ખ્યાલ રાખીને જ નિર્ણય કરશે. મોદીને આગળ કરવા પર ભાજપના નેજા હેઠળની રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં મતભેદના સવાલ પર સિંહે જણાવ્યું કે મોદી પર સાંપ્રદાયિકતાનો થપ્પો યથાવત છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના રમખાણ ગોધરા કાંડની પ્રતિક્રિયા હતી અને દરેક ક્રિયાની પ્રતિક્રિયા તો હોય જ છે.'

કલ્યાણ સિંહે દાવો કર્યો કે 'લોકસભા ચૂંટણી નજીક આવા દો, રાજગમાં બધું જ ઠીક થઇ જશે.' ઉત્તરપ્રદેશમાં પૂર્વમાં સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સાથે હાથ મિલાવવાના સવાલ પર તેમણે જણાવ્યું કે 'મુલાયમ જ્યારે મારા ઘરે આવીને આજીજી કરી તો હું એમની વાતોમાં આવી ગયો. અને તેમને સમર્થન આપી દીધું નહીતર મુલાયમ અંગે તો એટલું જ કહેવું યોગ્ય રહેશે કે 'એવો કોઇ સગો નથી જેને મુલાયમે ઠગ્યો નથી' '

નોંધનીય છે કે લોધ મતદાતાઓમાં ભારે વગ ધરાવનાર કલ્યાણસિંહે હાલમાં જ પોતાની પાર્ટી ભાજપામાં વિલય કરી દીધું હતું પરંતુ સંસદ સભ્ય ખતમ થઇ જવાના ભયના કારણે તે પોતે ઔપચારિક રીતે ભાજપામાં સામેલ થયા ન્હોતા.

English summary
BJP leader Kalyan Singh on Saturday said Narendra Modi first among equals in PM candidate race.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X