For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 RCR ટૂ એરપોર્ટઃ મોદી માટે બનશે ખાસ ટનલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 મેઃ બની શકે છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પોતાના ઘરેથી સફદરજંગ એરપોર્ટ જવા માટે નિકળે તો તેઓ એક ખાસ ટનલમાંથી પસાર થશે. જીહાં, 7 રેસ કોર્સ રોડ સ્થિત વડાપ્રધાન આવાસથી લઇને સફદરજંગ એરપોર્ટ સુધી એક ખાસ ટનલ બનાવવામાં આવી રહી છે. આ ટનલનો ઉપયોગ કરનારા નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન બનશે.

narendra-modi
સીપીડબલ્યુડીએ અંદાજે દોઢ કિમી સુધી આ ટનલ પર 2010થી જ કામ શરૂ કરી દીધું હતું, પરંતુ જણાવવા આવી રહ્યું છેકે આગામી બે મહિનાની અંદર આ ખાસ ટનલ તૈયાર થઇ જશે. સીપીડબલ્યુડીએ ટનલનું કામ પૂર્ણ કરવા માટે ડીએમઆરસીની પસંદગી કરી છે. બતાવવામાં આવી રહ્યું છેકે, ટનલ બનાવવા માટે નીચે કામ થઇ ગયું છે અને ઉપરનું કામ હજુ ચાલું છે. પીએમ આવાસથી સફદરજંગ એરપોર્ટ સુધીનો રસ્તો ત્રણેક કિલોમીટરનો છે. જો પીએમનો કાફલો આ રૂટ પરથી જાય તો 10થી 15 મીનિટ સુધીનો સમય લાગે છે અને જામ થવાની સંભાવના રહે છે.

આ ટનલનો હેતુ પીએમની સુરક્ષાની સાથોસાથ વીઆઇપી મુવમેન્ટ દરમિયાન તેમને ભીડભાડથી બચાવવા છે. આ ટનલનો એક ફાયદો એ પણ છેકે વીવીઆઇપી મુવમેન્ટ સમયે આ રૂટ પર ટ્રાફિક ડાયવર્જન પણ નહીં કરવું પડે. ઇમરજન્સી સમયે પણ પીએમ આવાસતી નરેન્દ્ર મોદીને બહાર જવા માટે આ ટનલ ઘણી કારગર સાબિત થઇ શકે છે. એટલે કે જો પીએમ આવાસ પર હુમલો થાય અથવા તો કોઇ આપદા આવે તો નરેન્દ્ર મોદી સુરક્ષિત એરપોર્ટ પહોંચી શકે છે. ટનલ બનાવ્યા બાદ 7 આરસીઆરથી એરપોર્ટ સુધી માત્ર બે કે ત્રણ મીનિટમાં જ પહોંચી શકાશે.

સફદરજંગ એરપોર્ટ વીવીઆઇપી મુવમેન્ટ માટે ઘણું ખાસ છે. પીએમ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને એસપીજી સુરક્ષા મેળવેલા વીવીઆઇપી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવા માટે સફદરજંગ એરપોર્ટનો ઉપયોગ કરે છે. આ ટનલ કમાલ અતાતુર્ક માર્ગ, ગોલ્ફ કોર્સ અને સફદરજંગ હોસ્પિટલથી થઇને સફદરજંગ સ્થિત હેલિકોપ્ટર હેંદર પાસે ખતમ થાય છે.

English summary
Narendra Modi will become the first Indian Prime Minister to have an exclusive tunnel from 7 RCR to Safdarjung airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X