For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશ્યિલ મીડિયા પર નજર રાખવા માટે સરકાર બનાવશે 'કમાન્ડ રૂમ'

કેન્દ્ર સરકાર સોશ્યિલ મીડિયા પર નજર રાખવા માટે એક 'ન્યુ મીડિયા કમાન્ડ રૂમ' બનાવવા જઈ રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર સોશ્યિલ મીડિયા પર નજર રાખવા માટે એક 'ન્યુ મીડિયા કમાન્ડ રૂમ' બનાવવા જઈ રહી છે, જે સોશ્યિલ મીડિયા પર રાષ્ટ્રવાદને વધારવા અને ભારત વિરોધી સામગ્રી પર નજર રાખવાનું કામ કરશે. ભારત સરકાર તેના માટે એક કંપનીની શોધ કરી રહી છે. તેને લઈને સૂચના અને પ્રસારણ મંત્રાલય ઘ્વારા એક વિજ્ઞાપન પણ જાહેર કરવામાં આવ્યું છે.

સરકાર દરેક ગતિવિધિ પર નજર રાખશે

સરકાર દરેક ગતિવિધિ પર નજર રાખશે

સૂચના અને પ્રસારણ મંત્રાલય ઘ્વારા તેમના વિજ્ઞાપનમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ એક કંપની શોધી રહ્યા છે, જેમની પાસે એનાલિટિક્સ સોફ્ટવેર હોય અને ઓછામાં ઓછા 20 લોકોની ટીમ હોય. આ ટીમ એક ન્યુ મીડિયા કમાન્ડ રૂમ બનાવશે. આ ટીમ સોશ્યિલ મીડિયા સાઈટ જેવી કે ટ્વિટર, ફેસબૂક, યુટ્યુબ અને લિંકેડીન જેવા પ્લેટફોર્મ પર નજર રાખશે.

સૂચના અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાપન

સૂચના અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાપન

તેના માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય ઘ્વારા ઓનલાઇન નિવેદન માંગ્યું છે. આ કમાન્ડ રૂમ લોકોની ભાવના અને સોશ્યિલ મીડિયા પર તેમની ગતિવિધિઓ પર નજર રાખશે. તેઓ ફેક ન્યુ પર પણ નજર રાખશે અને તેની રિપોર્ટ કરશે.

સરકારનો તર્ક, રાષ્ટ્રવાદ વધશે

સરકારનો તર્ક, રાષ્ટ્રવાદ વધશે

બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર સરકારનું કહેવું છે કે ભારત વિરોધી ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવી અને દેશ પ્રતિ સકારાત્મક માહોલ તૈયાર કરશે. આ કમાન્ડ રૂમ ઓક્સફર્ડ યુનિવર્સીટી પ્રોફેસર નિકિતા સુદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રવાદનો મતલબ સત્તા દળની સહમતી છે. તેને આવનારા ઈલેક્શનને પ્રભાવિત કરવાનો એક રસ્તો જણાવ્યો છે.

English summary
modi gov create New Media Command Room to analyze social media Boost Nationalism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X