પુલવામા જેવી ઘાત ટાળવા મોદી સરકારનો મહત્વનો ફેસલો, જવાનો માટે પ્લેનની સુવિધા
મોદી સરકારનો મહત્વનો ફેસલો, જવાનો માટે પ્લેનની સુવિધા
પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ સતર્ક કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો ફેસલો લીધો છે. હવે જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત એકપણ સુરક્ષાદળોના જવાન હવે જમ્મુથી શ્રીનગર માર્ગ પરિવહન દ્વારા યાત્રા નહિ કરે. તમામ જવાનને હવે હવાઈ રસ્તેથી મોકલવામાં આવશે. ગુરુવારે જ આ આદેશને લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ આદેશ વિશે બુધવારે મોડી રાત્રે જ સુરક્ષાબળોના પ્રમુખોને માહિતગાર કરી દેવામાં આવ્યા છે.

મોદી સરકારનો મોટો ફેસલો
આ આદેશ આસામ રાયફલ્સ, બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને એનએસજી સહિત તમામ જવાનો પર લાગૂ થશે. એટલે કે જે કોઈપણ જવાન પોતાની ડ્યૂટી પરથી પરત ફરી રહ્યો હશે અથવા તેનું ટ્રાન્સફર થયું હોય અથવા ઘરેથી પરત ફરી રહ્યા હોય તેવા તમામ જવાનોને જમ્મુ બેસ કેમ્પ અથવા નવી દિલ્હીથી શ્રીનગર હવાઈ માર્ગે જ મોકલવામાં આવશે. એટલું જ નહિ, જો કોઈ જવાન શ્રીનગરથી પરત ફરી રહ્યો હશે તો તેને પણ હવાઈ સુવિધા મળશે. અગાઉ આ સુવિધા સીનિયર રેન્કના અધિકારીઓને મળતી હતી, પરંતુ હવે તમામ જવાનો પર આ નિયમ લાગૂ થશે. ગુરુવારે ગૃહ મંત્રાલય તરફથી ટ્વીટ કરી આ ફેસલાની જાણકારી આપવામાં આવી છે.

કોને-કોને મળશે લાભ?
આ સુવિધાનો લાભ દિલ્હીથી શ્રીનગર, શ્રીનગરથી દિલ્હી, જમ્મુથી શ્રીનગર રૂટ પરના તમામ જવાનોને થશે. અંદાજીત 7.80 લાખ જવાનો આ ફેસલાો સીધો લાભ મેળવશે. જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરને પણ લાભ મળશે. જણાવી દઈએ કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં હુમલો થયો ત્યારે સુરક્ષાદળોનો એક મોટો કાફલો માર્ગ મારફતે જમ્મુથી શ્રીનગર તઈ રહ્યા હતા. જેનો ફાયદો ઉઠાવી જૈશ-એ-મોહમ્મદના આતંકીએ સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા હતા.

હવે ટાળી શકાશે આવી ઘાત
ત્યારે 78 વાહનોમાં કુલ 2500 જેટલા જવાનો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા, એ દરમિયાન જ્યારે કાફલો પુલવામા પહોંત્યો ત્યારે જૈશના લોકલ આતંકી આદિલ અહમદ ડારે પોતાની વિસ્ફોટકથી ભરેલી કાર જવાનોના કાફલામાં ઘૂસાડી દીધી હતી, જેને કારણ ધમાકો થયો અને 40થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા.

કેટલાય બદલાવ કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હુમલાની તુરંત બાદ ગૃહ મંત્રાલયે મોટો ફેસલો કરતા એલાન કર્યું હતું કે જ્યારે સેનાનો કાફલો કોઈ રસ્તેથી નીકળતાં હશે તો ત્યાં સામાન્ય નાગરિકોએ પોતાના વાહનો લાવવાની મંજૂરી નહિ હોય. આ ઉપરાંત પણ સરકાર કેટલાય મોટા ફેસલા લઈ ચૂકી છે. જેમાં જમ્મુ અને કાશ્મીમાં રહેતા અલગાવવાદી નેતાઓને મળેલ સુરક્ષા પરત લઈ લેવામાં આવી હતી. તે જ સેનાના જવાનોના કાફલાના રૂટ અને નિયમોમાં કેટલાય પ્રકારના બદલાવ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
